AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે ફોટો પણ બનાવશે Microsoft Edge બ્રાઉઝર, ગૂગલ ક્રોમમાં પણ નથી આ ફીચર

AI Image Creater: માઈક્રોસોફ્ટ Edge ધીમે ધીમે પહેલા કરતા વધુ સારૂ થઈ રહ્યુ છે. જો તમારે ઇમેજની જરૂર છે તો તમે માઈક્રોસોફ્ટ Edgeની AI ફીચરને કારણે સીધા જ કસ્ટમ ઈમેજીસ બનાવી શકો છો. એટલે કે હવે તમારે ઈમેજ માટે વધારે ચિંતા કરવાની જરૂર નથી.

હવે ફોટો પણ બનાવશે Microsoft Edge બ્રાઉઝર, ગૂગલ ક્રોમમાં પણ નથી આ ફીચર
Microsoft Edge AI Image Creater
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2023 | 6:37 PM
Share

ઘણી વખત ઓનલાઈન કામ કરતી વખતે અમુક ફોટાની જરૂર પડે છે. આપણે ઇન્ટરનેટ પર આ ફોટા માટે ઘણું સર્ચ કરીએ છીએ પરંતુ જોઈએ તેવી ઈમેજ શોધી શકતા નથી. જો કે, હવે તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ઇન્ટરનેટ બ્રાઉઝર જ તમારી મનપસંદ ઇમેજ બનાવશે.

આ પણ વાંચો: 6G in India: ભારત સહિત દુનિયામાં આ દેશો કરી રહ્યા છે 6G પર કામ, જાણો 6Gના ફાયદા

આ વાત માઈક્રોસોફ્ટ Edge દ્વારા સાબિત થઈ છે જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા ફોટા બનાવે છે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતા બ્રાઉઝર ગૂગલ ક્રોમ પર પણ આવી સુવિધા ઉપલબ્ધ નહીં હોય. માઈક્રોસોફ્ટ Edge ધીમે ધીમે પહેલા કરતા વધુ સારૂ થઈ રહ્યુ છે. જો તમારે ઇમેજની જરૂર છે તો તમે માઈક્રોસોફ્ટ Edgeની AI ફીચરને કારણે સીધા જ કસ્ટમ ઈમેજીસ બનાવી શકો છો. એટલે કે હવે તમારે ઈમેજ માટે વધારે ચિંતા કરવાની જરૂર નથી.

વિશ્વનું પ્રથમ બ્રાઉઝર

માઈક્રોસોફ્ટ Edgeમાં DALL-Eની પાવરથી લેસ AI ઈમેજ જનરેટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. Edge હવે વિશ્વનું પ્રથમ ઇન્ટરનેટ બ્રાઉઝર બની ગયું છે જે બિલ્ટ-ઇન ઇમેજ જનરેટર સાથે આવે છે. કંપની OpenAIના જનરેટિવ એઆઈ પ્રોડક્ટનો સાથે રજૂ કરી રહી છે. લગભગ તમામ Microsoft પ્રોડક્ટ્સ અને સેવાઓ GPT-4 સપોર્ટેડ છે. ત્યારે DALL-E નું એડવાન્સ વર્ઝન Edge અને બિંગમાં સપોર્ટેડ હશે.

Microsoft Edge Image Creator: આ રીતે કરો ઉપયોગ

જો તમે માઈક્રોસોફ્ટ Edgeના ઈમેજ ક્રિએટરનો ઉપયોગ કરવા ઈચ્છો છો, તો તેની પદ્ધતિ ખૂબ જ સરળ છે. જો કે, પહેલા તમારે આ સુવિધાને એનેબલ કરવી પડશે. તમારે સાઇડબારમાંથી મેન્યુઅલી ઇમેજ ક્રિએટર ઉમેરવું પડશે. આ માટે સૌથી પહેલા સાઇડબાર ઓપન કરો. હવે “+” બટન પર ક્લિક કરો. નીચે સ્ક્રોલ કરો અને ઇમેજ ક્રિએટરની બાજુમાં સ્વિચને ટૉગલ કરો.

Microsoft Edge Image Creator: જાતે જ બનાવશે ઈમેજ

સાઇડબારમાં ઇમેજ ક્રિએટર ઉમેર્યા પછી તમે ઇમેજ બનાવી શકો છો. ઈમેજ બનાવવા માટે તમારે કંઈક લખવું પડશે, પછી આ સિસ્ટમ ઈમેજ બનાવશે. Bing તમારા સંદેશના આધારે ઈમેજ બનાવવાનું શરૂ કરશે. અત્યારે એ સ્પષ્ટ નથી કે માઈક્રોસોફ્ટનું AI ક્રિએટર કેટલા ચિત્રો બનાવી શકે છે. હવે તમે કોઈ કામ કરતી વખતે પણ ઈમેજ બનાવી શકો છો.

ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">