Facebook Messenger પર આવ્યા સ્પ્લિટ પેમેન્ટ્સ, વેનિશ મોડ જેવા શાનદાર ફિચર્સ, જાણો કેવી રીતે કરવા યુઝ

|

Feb 10, 2022 | 2:56 PM

સ્પ્લિટ પેમેન્ટ ફીચર જેમ કે નામથી જ જાણવા મળે છે કે યુઝર્સને પેમેન્ટ્સને ડિવાઈડની સુવિધા આપશે.મેટાએ મેસેન્જર એપ માટે સ્પ્લિટ પેમેન્ટ ફીચર (Split Payments Feature), વોઈસ મેસેજ ફીચર, વેનિશ મોડ સાથે ડિસઅપીયર મેસેજીસ અને અન્ય સુવિધાઓની જાહેરાત કરી છે.

Facebook Messenger પર આવ્યા સ્પ્લિટ પેમેન્ટ્સ, વેનિશ મોડ જેવા શાનદાર ફિચર્સ, જાણો કેવી રીતે કરવા યુઝ
File Image

Follow us on

મેટા (Meta)એ ફેસબુક મેસેન્જર એપ (Facebook messenger app) માટે કેટલાક જબરદસ્ત અપડેટ્સ રજૂ કર્યા છે. મેટાએ મેસેન્જર એપ માટે સ્પ્લિટ પેમેન્ટ ફીચર(Split Payments Feature), વોઈસ મેસેજ ફીચર, વેનિશ મોડ સાથે ડિસઅપીયર મેસેજીસ અને અન્ય સુવિધાઓની જાહેરાત કરી છે. મેટા દ્વારા જાહેર કરાયેલી કેટલીક સુવિધાઓ શરૂઆતમાં યુએસ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થશે. અગાઉ, મેસેન્જર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન, સ્ક્રીનશોટ ડિટેક્શન, મેસેજ રિએક્શન, ટાઈપિંગ ઈન્ડિકેટર્સ મેળવતા હતા. મેસેન્જરના ઑપ્ટ-ઈન એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટ માટે આ સુવિધાઓ બહાર પાડવામાં આવી હતી.

મેસેન્જર પરની ફિચર્સની જાહેરાત કરતા મેટાએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે “અમે યુએસમાં iOS અથવા એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરતા તમામ લોકો માટે મેસેન્જર પર સ્પ્લિટ પેમેન્ટ શરૂ કરી રહ્યા છીએ. અમે વૉઈસ મેસેજ રેકોર્ડિંગ કંટ્રોલ અને ડિસઅપીયર થઈ ગયેલા મેસેજ મોકલવા માટે એક મોડ પણ રજૂ કરી રહ્યા છીએ.

શું છે સ્પ્લિટ પેમેન્ટ ફીચર

સ્પ્લિટ પેમેન્ટ ફીચર જેમ કે નામથી જ જાણવા મળે છે કે યુઝર્સને પેમેન્ટ્સને ડિવાઈડની સુવિધા આપશે, આ ફિચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સએ ગ્રુપ ચેટમાં + આઈકન પર ટેપ કરવાની જરૂર રહેશે અને પેમેન્ટ્સ ટેબ પસંદ કરવાનું રહેશે, ત્યારબાદ ગેટ સ્ટાર્ટ બટન પર ટેપ કરવાનું રહેશે. ત્યાંથી વપરાશકર્તાઓ તેમના બિલને સમાનરૂપે સ્પ્લિટ કરી શકે છે અથવા દરેક વ્યક્તિ માટે રકમ કસ્ટમાઈઝ કરી શકે છે. તેઓ વ્યક્તિગત સંદેશ પણ મોકલી શકે છે, તેમની ચુકવણી વિગતોની પુષ્ટિ કરી શકે છે અને વિનંતી મોકલી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

વૉઈસ મેસેજ સુવિધા

ફેસબુક મેસેન્જર ટૂંક સમયમાં જ યુઝર્સને એપ પર ઓડિયો મેસેજનું ફિચર આપશે. મેસેન્જર ટૂંક સમયમાં વપરાશકર્તાઓને વૉઈસ સંદેશાઓ મોકલતા પહેલા પોઝ, પ્રિવ્યુ કરવા, ડીલીટ અથવા રેકોર્ડ કરવાની મંજૂરી આપશે. મેસેન્જરે વોઈસ મેસેજનો સમય પણ એક મિનિટથી વધારીને 30 મિનિટ કર્યો છે. આનો અર્થ એ છે કે હવે તમે વૉઈસ મેસેજ તરીકે આખું ગીત રેકોર્ડ કરી શકો છો.

ડિસઅપીયર મેસેજ

WhatsApp જેવી વોઈસ નોટ્સ મેસેન્જરમાં જોવા મળશે. વેનિશ મોડ સાથે તમારા સંદેશાઓ એકવાર જોયા પછી ડિસઅપીયર થઈ જાય છે. વપરાશકર્તાઓ ડિસઅપીયર થઈ ગયેલા મીમ્સ, GIF, સ્ટીકરો અથવા પ્રતિક્રિયાઓ પણ મોકલી શકશે. વેનિશ મોડને ચાલુ કરવા માટે તમારા મોબાઈલ ઉપકરણ પર હાલની ચેટ થ્રેડ ખોલો અને ઉપર સ્વાઈપ કરો. ફરીથી ઉપર સ્વાઇપ કરો અને તમે તમારી નિયમિત ચેટ પર પાછા આવશો.

આ પણ વાંચો: ખેડૂતના ખાતામાં 15 લાખ આવતા પત્ર લખી વડાપ્રધાનનો માન્યો આભાર, 9 લાખનું બનાવ્યું ઘર પરંતુ પછી થયું કંઈક આવું..

આ પણ વાંચો: Technology News: જાણો કેવી રીતે તમારો સ્માર્ટફોન ફિંગરપ્રિન્ટને કરે છે સ્કેન ?

Next Article