Make In India: એપલે ભારતમાં શરુ કર્યું IPhone -12 નું ઉત્પાદન, શું પૂરું થશે મોદી સરકારનું સ્વપ્ન ?

|

Mar 12, 2021 | 12:52 PM

ભારત સરકારનું મેક ઇન ઇન્ડિયા (Make In India) અને આ થકીના લક્ષ તરફ ભારત આગળ વધી રહ્યું છે. આવામાં એપલ ઇન્ડિયાએ ભારતમાં આઇફોન -12 નું નિર્માણ શરૂ કરી દીધું છે.

Make In India: એપલે ભારતમાં શરુ કર્યું IPhone -12 નું ઉત્પાદન, શું પૂરું થશે મોદી સરકારનું સ્વપ્ન ?
Make In India - Iphone 12

Follow us on

એપલ ઇન્ડિયાએ ભારતમાં આઇફોન -12 નું નિર્માણ શરૂ કરી દીધું છે. કંપનીએ ગુરુવારે જણાવ્યું હતું કે અમે ભારતમાં આઇફોન -12 નું ઉત્પાદન શરૂ કર્યું છે, ભારત અમારા સ્થાનિક ગ્રાહકો માટે વિશ્વનું બીજું સૌથી મોટું સ્માર્ટફોન બજાર છે. આ અમારા માટે ગૌરવની વાત છે.

જો કે કંપનીએ સપ્લાયરનું નામ જાહેર કર્યું નથી. આ મામલે સામેલ બે સૂત્રોએ જણાવ્યું છે કે તાઇવાની ઉત્પાદન કંપની ફોક્સકોન એપ્પલના તમિલનાડુ પ્લાન્ટમાં ડિવાઇસનું ઉત્પાદન કરશે.

ફોક્સકોને આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી. યુએસ અને બેઇજિંગ વચ્ચેના વેપાર યુદ્ધને કારણે એપલ તેના ઉત્પાદનના કેટલાક ક્ષેત્રોને ચીનની બહારના અન્ય બજારોમાં ખસેડી રહ્યું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ મામલા સાથે સંકળાયેલા એક વ્યક્તિએ નવેમ્બરમાં કહ્યું હતું કે ફોક્સકોન એપલના કહેવા પર કેટલાક આઈપેડ અને મેકબુકનું ઉત્પાદન ચાઇનાથી વિયતનામમાં લાવશે. એપ્પાલે 2017 માં વિયતનામ સ્થિત અન્ય સપ્લાયર કંપની વિસ્ટ્રોન દ્વારા ભારતમાં આઇફોનનું નિર્માણ શરૂ કર્યું હતું.

ફોક્સકોન, વિસ્ટ્રોન અને પેગાટ્રોન મળીને આગામી પાંચ વર્ષમાં ભારતમાં 90 કરોડ આઇફોનનું ઉત્પાદન કરશે. આ ભારત સરકારના 6.7 અબજ ડોલરના સ્માર્ટફોન નિકાસ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં મદદરૂપ સાબિત થશે.

ગયા મહિને એવા અહેવાલો આવ્યા હતા કે એપલ ભારતમાં આઈપેડ ટેબ્લેટ્સ બનાવવાનું વિચારી રહ્યું છે. કેન્દ્રીય તકનીકી પ્રધાન રવિશંકર પ્રસાદે એક ટ્વિટમાં કહ્યું છે કે ભારતને મોબાઇલ અને સ્પેરપાર્ટ્સના ઉત્પાદનનું કેન્દ્ર બનાવવાનો અમારો પ્રયાસ વૈશ્વિક કંપનીઓનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. એપ્પલનું ભારતમાં આઇફોન -12 નિર્માણ આ તરફ નિર્દેશ કરી રહ્યું છે. આનાથી મોટી સંખ્યામાં રોજગારની તકો પણ ઉભી થશે.

Next Article