Technology News: મહિન્દ્રાનું કોન્સેપ્ટ ટ્રેક્ટર ! બજારમાં આવવા જઇ રહ્યુ છે શક્તિશાળી ઇલેક્ટ્રીક ટ્રેક્ટર, જોઇને લાગશે કોઇ રોવર છે

|

Dec 04, 2021 | 9:49 AM

સ્ટ્રેડલ કોન્સેપ્ટ ટ્રેક્ટર એક સરસ ડિઝાઇન ધરાવે છે અને અદભૂત દેખાય છે. કેબિન ગોળાકાર કાચના ભાગથી ઘેરાયેલું છે જે અમુક સ્પોર્ટ્સકારથી પ્રેરિત હોય તેવું લાગે છે. કેબિન એકદમ સરળ છે પરંતુ તેને ખૂબ જ આધુનિક રીતે ડિઝાઇન કરવામાં આવી છે.

Technology News: મહિન્દ્રાનું કોન્સેપ્ટ ટ્રેક્ટર ! બજારમાં આવવા જઇ રહ્યુ છે શક્તિશાળી ઇલેક્ટ્રીક ટ્રેક્ટર, જોઇને લાગશે કોઇ રોવર છે
Tractor for Grape Picking

Follow us on

તમે ઉપર જે તસવીર જોઈ તે કોઇ ચંદ્ર રોવર નથી, પરંતુ મહિન્દ્રાનું (Mahindra) આધુનિક ટ્રેક્ટર છે. વાસ્તવમાં આ ટ્રેક્ટર પીનિનફેરીના (Pininfarina) દ્વારા બનાવવામાં આવ્યું છે જે મહિન્દ્રાની માલિકીની કંપની છે. ન્યૂ હોલેન્ડ (New Holland) એગ્રીકલ્ચરે તેના નવા આકર્ષક નવા સ્ટ્રેડલ ટ્રેક્ટર કન્સેપ્ટને ડિઝાઇન કરવામાં મદદ કરવા માટે પ્રખ્યાત ઇટાલિયન કોચબિલ્ડર પિનિનફેરીનાની નોંધણી કરી છે. ખૂબ જ આધુનિક ટ્રેક્ટર બનાવવા ઉપરાંત, પિનિનફેરી શાનદાર કાર પણ બનાવે છે અને તેની Batista નામની કાર ખૂબ જ ટૂંક સમયમાં બજારમાં આવવાની છે. આ ટ્રેક્ટરનું નામ સ્ટ્રેડલ (Straddle Tractor Concept) છે અને તે દ્રાક્ષની વાડી માટે રચાયેલ કોન્સેપ્ટ ટ્રેક્ટર છે.

સ્ટ્રેડલ કોન્સેપ્ટ ટ્રેક્ટર એક સરસ ડિઝાઇન ધરાવે છે અને અદભૂત દેખાય છે. કેબિન ગોળાકાર કાચના ભાગથી ઘેરાયેલું છે જે અમુક સ્પોર્ટ્સકારથી પ્રેરિત હોય તેવું લાગે છે. કેબિન એકદમ સરળ છે પરંતુ તેને ખૂબ જ આધુનિક રીતે ડિઝાઇન કરવામાં આવી છે. સ્ટિયરિંગ એક જ ફ્રેમ પર લગાવવામાં આવ્યું છે અને સીટ ખૂબ આરામદાયક લાગે છે. આગળની કાચની બારીમાંથી આખું આગળનું દૃશ્ય દેખાય છે.

તેના પર ચઢવા માટે ઘણી મેટલ પ્લેટ લગાવવામાં આવી છે. હાલમાં, આ ટ્રેક્ટર કન્સેપ્ટ સ્ટેજમાં છે, પરંતુ દેખાવમાં તેનો કોઈ જવાબ નથી. તેની તકનીકી વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, જોકે ન્યૂ હોલેન્ડે પુષ્ટિ કરી છે કે નવું ટ્રેક્ટર ઇલેક્ટ્રિક પાવર પર ચાલશે અને તે ખૂબ જ શક્તિશાળી હોવાની અપેક્ષા છે. જણાવી દઈએ કે પિનિનફેરિનાએ આ ટ્રેક્ટર ન્યૂ હોલેન્ડ બ્રાન્ડ માટે બનાવ્યું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સામાન્ય રીતે, આ ટ્રેક્ટર દ્રાક્ષની ખેતી માટે ખૂબ ઉપયોગી છે દ્રાક્ષની વેલીઓ માત્ર પાંચ ફૂટ જેટલી જગ્યામાં ઉગાડવામાં આવે છે અહીં રસ્તાઓ સાંકડા હોવાને કારણે ફળને હાથથી ચૂંટવું પડે છે અને આ કામમાં ખૂબ જ વાર લાગે તેમ હોય છે. પરંપરાગત કદનું ટ્રેક્ટર દ્રાક્ષ અને વેલાને નુકસાન પહોંચાડી શકે છે. આથી જ સ્ટ્રેડલ ટ્રેક્ટર કન્સેપ્ટમાં આટલો વિશિષ્ટ આકાર આપવામાં આવ્યો છે, ખાસ કરીને જ્યારે સામાન્ય રીતે ખેતી માટે ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટરની સરખામણી કરવામાં આવે તો તેની સામે આ ટ્રેક્ટર વધુ ઉતકૃષ્ટ છે.

પ્રદૂષણ પર નિયંત્રણ

સામાન્ય ટ્રેક્ટર મોટાભાગે વધુ ધુમાડો છોડે છે જેના કારણે પર્યાવરણને પણ નુક્સાન થાય છે જ્યારે આ કોન્સેપ્ટ ટ્રેક્ટર ઇલેક્ટ્રીસીટીથી ચાલતું હશે જેથી પર્યાવરણની જાળવણી પણ કરી શકાશે.

આ પણ વાંચો –

Omicron in India: દેશમાં ઓમિક્રોનના ભયાનક ભણકારા ! દક્ષિણ આફ્રિકાથી પરત આવેલા એક જ પરિવારના 9 લોકો પોઝિટિવ

આ પણ વાંચો –

IND vs NZ 2nd Test, Day 2 LIVE Score: મંયક અગ્રવાલ પર નજર ટકી છે ટીમ ઇન્ડિયાના મોટા સ્કોરની આશા માટે

આ પણ વાંચો –

દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલી મહિલા ક્વોરંટાઇનના નિયમો તોડી પહોંચી ફાઇવ સ્ટાર હોટલમાં, કડક કાર્યવાહીના આદેશ

Next Article