
જો તમે પણ FASTagનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. જો તમારી પાસે તમારું ફાસ્ટેગ Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડથી બનેલું છે તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. તમે 15 માર્ચ પછી પેટીએમ પેમેન્ટ બેંક દ્વારા જાહેર કરાયેલા ફાસ્ટેગનો ઉપયોગ કરી શકશો નહીં. 15 માર્ચ પછી, તમારું ફાસ્ટેગ આપમેળે નિષ્ક્રિય થઈ જશે.
રિઝર્વ બેંકની કડક કાર્યવાહી બાદ NHAI એ અધિકૃત ફાસ્ટેગ પ્રોવાઈડર્સની યાદીમાંથી પેટીએમ પેમેન્ટ બેંકને હટાવી દીધી છે. NHAI એ 32 અધિકૃત બેંકોને FASTag જાહેર કરવાની પરવાનગી આપી છે, જેમાં Paytm પેમેન્ટ્સ બેંક સામેલ નથી.
જો તમે Paytm માંથી તમારા ફાસ્ટેગને દૂર કરવા અથવા નિષ્ક્રિય કરવા માંગો છો, તો આજે અમે તમને તે કરવાની સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ. તમારે ફક્ત કેટલાક સરળ સ્ટેપ્સને ફોલો કરવાના છે અને તમે Paytm પેમેન્ટ્સ બેંકમાંથી તમારા ફાસ્ટેગને સરળતાથી દૂર કરી શકશો. જો તમે ફાસ્ટેગનો ઉપયોગ નથી કરતા, તો તમારે મુસાફરી દરમિયાન વધુ પૈસા ખર્ચવા પડી શકે છે.
આ પણ વાંચો: Paytm પેમેન્ટ્સ બેંકના ગ્રાહકો માટે કામના સમાચાર, આ બધી સર્વિસિસ આવતીકાલ 15 માર્ચથી બંધ થઈ જશે