Alert ! એક ફોન કોલ ખાલી કરી શકે છે તમારું બેન્ક એકાઉન્ટ, બચવા માટે આ વાતોનું રાખો ધ્યાન

|

Nov 24, 2021 | 9:37 AM

વિશિંગ ગુનેગાર ફોન કોલ દ્વારા તમારી પાસેથી અંગત માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. તેમાં યુઝર આઈડી, લોગિન અને ટ્રાન્ઝેક્શન પાસવર્ડ, ઓટીપી, યુઆરએન,કાર્ડ પિન, ગ્રીડ કાર્ડ વેલ્યુ, સીવીવી અથવા અન્ય કોઈપણ વ્યક્તિગત વિગતો જેમ કે જન્મ તારીખ, માતાનું નામ વગેરે પૂછી શકે છે.

Alert ! એક ફોન કોલ ખાલી કરી શકે છે તમારું બેન્ક એકાઉન્ટ, બચવા માટે આ વાતોનું રાખો ધ્યાન
Vishing

Follow us on

આજના યુગમાં મોટાભાગના લોકો બેંક સંબંધિત કામ માટે ઈન્ટરનેટ અને સ્માર્ટફોનનો (Smart Phone) સહારો લે છે. આવી સ્થિતિમાં સાયબર ગુનેગારો (Cyber Fraud) પણ આનો ફાયદો ઉઠાવી રહ્યા છે.અને સાયબર ક્રાઈમના (Cyber Crime) કેસ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, તેમનાથી સાથે સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમની ઘણી બધી પદ્ધતિઓમાંથી એક પદ્ધતિ વિશિંગ (Vishing) છે. ચાલો જાણીએ કે  વિશિંગ શું છે અને તેનાથી બચવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

વિશિંગ ગુનેગાર ફોન કોલ દ્વારા તમારી પાસેથી અંગત માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. તેમાં યુઝર આઈડી, લોગિન અને ટ્રાન્ઝેક્શન પાસવર્ડ, ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ), યુઆરએન (યુનિક રજીસ્ટ્રેશન નંબર), કાર્ડ પિન, ગ્રીડ કાર્ડ વેલ્યુ, સીવીવી અથવા અન્ય કોઈપણ વ્યક્તિગત વિગતો જેમ કે જન્મ તારીખ, માતાનું નામ વગેરે પૂછી શકે છે. ગુનેગારો બેંક વતી હોવાનો દાવો કરે છે અને ફોન પર ગ્રાહકો પાસેથી તેમની અંગત અને નાણાકીય વિગતો મેળવવાનો પ્રયાસ કરે છે.

આ વિગતોનો ઉપયોગ તમારા એકાઉન્ટને ખાલી કરવા માટે કરવામાં આવે છે. જેના કારણે તમને આર્થિક નુકસાન થાય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

1. ધ્યાનમાં રાખો કે તમારી બેંક તમારી કેટલીક અંગત વિગતો વિશે જાણે છે. આવા કોઈપણ કોલરથી સાવધ રહો, તમારા નામ જેવી તમારી મૂળભૂત અંગત વિગતોથી તેઓ વાકેફ છે. જો તમને આવો ફોન આવે, તો બને તેટલી વહેલી તકે બેંકને તેની જાણ કરો.

2. ફોન પર મેસેજ દ્વારા ટેલિફોન નંબર પર તમારી વ્યક્તિગત અથવા ખાતાની વિગતો ક્યારેય ન આપો, તેના પર કૉલ પણ કરશો નહીં. ઈમેલ કે એસએમએસ દ્વારા મોકલવામાં આવેલા નંબર પર પણ સંપર્ક કરશો નહીં. ખાસ કરીને, જ્યારે તે તમારા ક્રેડિટ કાર્ડ અથવા બેંક એકાઉન્ટ સાથેની સુરક્ષાની બાબતને લગતી હોય.

3. જ્યારે ટેલિફોન નંબર આપવામાં આવે છે, ત્યારે તમારે પ્રથમ વસ્તુ તમારા ક્રેડિટ કાર્ડ અથવા બેંક સ્ટેટમેન્ટની પાછળના ફોન નંબર પર કૉલ કરવો જોઈએ. આ ચકાસે છે કે આપેલ નંબર ખરેખર બેંકનો છે કે નહીં.

4. જો તમને તમારી વ્યક્તિગત અથવા ક્રેડિટ/ડેબિટ કાર્ડની માહિતી માંગતો SMS અથવા કૉલ મળે, તો તે માહિતી આપશો નહીં.

આ પણ વાંચો – IND vs NZ: ટેસ્ટ સિરીઝ પહેલા વિશ્વનો શ્રેષ્ઠ કેપ્ટન કોણ નો સવાલ, પાકિસ્તાનના પૂર્વ સ્ટાર ખેલાડીની બતાવ્યુ આ નામ

આ પણ વાંચો – IND vs NZ: વિરાટ કોહલી અને રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ મેચ નહી રમવાને લઇ ન્યુઝીલેન્ડ આ દિગ્ગજ ગુસ્સે ભરાયો, BCCI સામે પણ દર્શાવી નારાજગી

Next Article