JioPhone Next : જાણો Google અને Jio ના સૌથી સસ્તા 4G સ્માર્ટફોનમાં તમને શું શું ફીચર્સ મળશે?

|

Jun 25, 2021 | 7:33 PM

JioPhone Next : 24 જૂન ગુરુવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 44 મી વાર્ષિક સામાન્ય સભા (RIL AGM 2021) માં મુકેશ અંબાણીએ જિઓફોન નેક્સ્ટની જાહેરાત કરી હતી.

JioPhone Next : જાણો Google અને Jio ના સૌથી સસ્તા 4G સ્માર્ટફોનમાં તમને શું શું ફીચર્સ મળશે?
સાંકેતિક તસ્વીર

Follow us on

JioPhone Next : રિલાયંસ જિઓએ ગૂગલ (Google) સાથે મળીને JioPhone Next સ્માર્ટફોનની ઘોષણા કરી છે, જે 2G ફિચર ફોન ચલાવતા યુઝર્સને સસ્તી કિંમતે એન્ડ્રોઇડનું કસ્ટમાઇઝ્ડ વર્ઝન 4G સક્ષમ સ્માર્ટફોન અપગ્રેડ કરવાનો વિકલ્પ આપશે. 24 જૂન ગુરુવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 44 મી વાર્ષિક સામાન્ય સભા (RIL AGM 2021) માં મુકેશ અંબાણીએ જિઓફોન નેક્સ્ટની જાહેરાત કરી હતી.

નવો એન્ડ્રોઇડ સ્માર્ટફોન JioPhone Next રિલાયંસ જિઓ (Reliance Jio) અને ગૂગલ (Google) વચ્ચેની ભાગીદારીના પરિણામ રૂપે આવ્યો છે. મુકેશ અંબાણી અને ગુગલના વડા સુંદર પિચાઈ દ્વારા ગયા વર્ષે આ સસ્તા સ્માર્ટફોનની જાહેરાત કરવામાં આવી હતી. આવો જાણીએ જિઓફોન નેક્સ્ટમાં તમને શું શું ફીચર્સ મળશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

1) ગૂગલની Android ઓપરેટિંગ સિસ્ટમનું કસ્ટમાઇઝ્ડ વર્ઝન
રિલાયન્સ જિઓફોન નેક્સ્ટ (JioPhone Next) ગૂગલ દ્વારા પ્રદાન થયેલ એન્ડ્રોઇડ પરેટિંગ સિસ્ટમના કસ્ટમાઇઝ્ડ વર્ઝન સાથે આવશે, KaiOS નહીં. ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઇએ જણાવ્યું કે, અમારી ટીમોએ આ ઉપકરણ માટે ખાસ કરીને અમારા એન્ડ્રોઇડ ઓએસના સંસ્કરણને કસ્ટમાઇઝ્ડ કર્યું છે. રિલાયન્સ જિઓ તરફથી આ પ્રથમ મોબાઇલ ડિવાઇસ છે જેણે Android OS પ્રદાન કર્યું છે. Jio ફોનનાં પહેલાનાં મોડલ્સ KaiOS ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા સંચાલિત હતાં.

2)મૂળભૂત હાર્ડવેર સુવિધાઓ
જિઓફોન નેક્સ્ટ બેઝિક હાર્ડવેર સુવિધાઓ સાથે આવશે જે નવીનતમ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટ કરી શકશે નહીં. આ મુખ્ય કારણ છે કે જિઓફોન નેક્સ્ટની મર્યાદિત હાર્ડવેર ક્ષમતાઓ માટે ગૂગલે સ્ટ્રિપ ડાઉન અને ઓપ્ટિમાઇઝ એન્ડ્રોઇડ વર્ઝન બનાવ્યું છે.

3) આ ફીચર્સ પણ મળશે
જિઓફોન નેક્સ્ટ લગભગ 5 ઇંચ ટચ સ્ક્રીન સાથે ડિસ્પ્લેની નીચે અને ઉપરના ભાગે મોટા બેઝલ્સ સાથે આવશે. ડિઝાઇન 2012 ના Android સ્માર્ટફોન જેવી જ છે. તેમ Wi-Fi, બ્લૂટૂથ અને અન્યના સપોર્ટ સાથે આગળના ભાગમાં સેલ્ફી કેમેરાની સાથે એલઇડી ફ્લેશ સાથેનો રીઅર કેમેરો હશે.

4) ગૂગલ પ્લે સ્ટોરના એક્સેસ
ગૂગલે JioPhone Next પર નવીનતમ Android ની નવી એપ્લીકેશનનો અને સુરક્ષા અપડેટ્સ માટે સમર્થન આપવાનું વચન પણ આપ્યું છે. આ ઉપરાંત, ગૂગલ પ્લે પ્રોટેકટ સાથે ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર પ્રીલોડેડ આવશે.

5) ગૂગલ આસિસ્ટન્ટ વોઈસ સપોર્ટ
JioPhone Next માં યુઝર્સને ગૂગલ આસિસ્ટન્ટ વોઈસ સપોર્ટ (Google Assistant voice support) ની સુવિધા મળશે. યુઝર્સ આ ફોન પર ગૂગલ આસિસ્ટન્ટ વોઈસ સપોર્ટનો ઉપયોગ કરીને તાજો ક્રિકેટ સ્કોર્સ અથવા હવામાન અપડેટ્સની જાણકારી મેળવી શકશે.

આ ઉપરાંત JioPhone Next માં યુઝર્સને રિલાયંસ જિઓની અન્ય સુવિધાઓ જેવી કે રિલાયંસ રિટેલ, જિઓમાર્ટ, જિઓ હેલ્થ, જિઓ સાવન અને અન્ય તમામ ઘણી બધી સુવિધાઓ, માત્ર એક ફોનમાં મળશે.

Published On - 7:27 pm, Fri, 25 June 21

Next Article