ISRO એ 34 દેશના 345 વિદેશી ઉપગ્રહો લોન્ચ કર્યા, કરી અબજો રુપિયાની કમાણી

|

Jul 29, 2022 | 10:07 PM

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)એ દેશના વિકાસમાં એક નવી ઉપલ્બધિ મેળવી છે. તેમણે વેશ્વિક ગ્રાહકોના ઉપગ્રહો લોન્ચ કરીને 27.9 કરોડ ડોલરની વિદેશી મુદ્રા પ્રાપ્ત કરી છે.

ISRO એ 34 દેશના 345 વિદેશી ઉપગ્રહો લોન્ચ કર્યા, કરી અબજો રુપિયાની કમાણી
ISRO launches 345 foreign satellites
Image Credit source: file photo

Follow us on

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)એ ભારતની શાન છે. ઈસરો દ્વારા વર્ષોથી ભારતના મોટા મોટા સ્પેસ પ્રોગ્રામ સફળ રીતે પૂરા કરવામાં આવ્યા છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને પોતાની વાણિજ્યિક શાખા દ્વારા વૈશ્વિક ગ્રાહકો માટે ઉપગ્રહો લોન્ચ કરીને કરીને 27.9 કરોડ ડોલરની વિદેશી મુદ્રા પ્રાપ્ત કરી છે. આ માહિતી બુધવારે ભારતના કેંદ્રિય મંત્રી જીતેંદ્ર સિંહે લોકસભામાં (Lok Sabha) પૂછવામાં આવેલા સવાલનો લેખિત ઉત્તર આપ્યો હતો. ભારત માટે મોટી ઉપલબ્ધિ છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના આ કામથી દેશની પ્રગતિમાં મોટો ફાળો મળશે.

મંત્રી જીતેંદ્ર સિંહે લેખિત ઉત્તરમાં જણાવ્યુ કે, પોતાના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન (PSLV)થી 34 દેશોના 345 વિદેશી ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. વિદેશી ઉપગ્રહોના પ્રક્ષેપણ દ્વારા મળેલી કુલ વિદેશી મુદ્રા લગભગ 56 મિલિયન અમેરિકી ડોલર અને 220 મિલિયન યૂરો છે. વર્તમાન વિનિમય દર અનુસાર, 220 મિલિયન યૂરો એ 233 મિલિયન ડોલર બરાબર છે.

હાલામાં 30 જૂને PSLV મિશન હતુ, જેમાં ઈસરોએ સિંગાપુરના ત્રણ ઉપગ્રહો ન્યૂએસએઆર, એસજીઓઓબી-1 અને ડીએસ-ઈઓને સફળતાપૂર્વક અંતરિક્ષની કક્ષામાં સ્થાપિત કરી હતી. પીએસએલવી-સી53 એ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ માટેનું બીજું સમર્પિત વ્યાપારી મિશન હતું, જે ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસના વહીવટી નિયંત્રણ હેઠળનું કેન્દ્રીય જાહેર ક્ષેત્રનું સાહસ હતું.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

104 સેટેલાઈટ એકસાથે અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા

ઈસરોએ 15 ફેબ્રુઆરી, 2017ના રોજ એકસાથે 104 સેટેલાઈટ અંતરિક્ષમાં મોકલ્યા હતા. 104 ઉપગ્રહોમાંથી 96 ઉપગ્રહ અમેરિકાના પણ હતા. આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કર્યા હતા. આ પહેલા એકસાથે આટલા સેટેલાઈટ ક્યારે પણ છોડવામાં આવ્યા ના હતા. પહેલા 2014માં રુસે એક સાથે 37 સેટેલાઈટ અંતરિક્ષમાં મોકલ્યા હતા. તેમાં ભારતના 3 સેટેલાઈટ હતા. તે સિવાય અમેરિકા, યુએઈ અને કઝાકિસ્તાન જેવા દેશોના સેટેલાઈટ પણ હતા.

રાજસ્થાનમાં 15 હજાર ટન પરમાણુ માટેનું ખનિજ

ભારત સરકાર રાજસ્થાનના સીકર જીલ્લામાં એક સંશોધન ખનન કેન્દ્ર સ્થાપવાનો વિચાર કરી રહી છે. આ ક્ષેત્રમાં 15 હજારથી વધુ યૂરેનિયમ અયસ્ક ભંડાર મળી આવ્યુ છે. ડિરેક્ટોરેટ ઓફ એટોમિક મિનરલ્સ એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ (AMD) ને સીકરના રોહિલમાં 8,813 ટન યુરેનિયમનો ભંડાર મળ્યો છે. આ ઉપરાંત રોહિલ પશ્ચિમમાં 1,086 ટન, જહાજમાં 3,570 ટન અને ગેરાટી કી ધાનીમાંથી 1,002 ટન યુરેનિયમ મળી આવ્યું છે. ઉદયપુર જિલ્લાના ઉમરા ખાતે 1,160 ટન યુરેનિયમ મળી આવ્યું છે. આમ રાજસ્થાનમાં કુલ યુરેનિયમ ઓર 15,631 ટન છે.

Next Article