અંતરીક્ષમાં હશે ભારતીય સ્ટાર્ટઅપ ઉપગ્રહોનો દબદબો, ISRO એ પ્રથમ વખત કર્યું ખાનગી સેટેલાઇટનું પરીક્ષણ

અંતરીક્ષમાં હશે ભારતીય સ્ટાર્ટઅપ ઉપગ્રહોનો દબદબો, ISRO એ પ્રથમ વખત કર્યું ખાનગી સેટેલાઇટનું પરીક્ષણ
પ્રતિકાત્મક તસ્વીર

બે ઉપગ્રહો SpaceKidz India અને Pixxelનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ અંતરીક્ષ એજન્સી માટે પહેલી વાર છે. અત્યાર સુધી તેણે ઉપગ્રહો અને રોકેટોના વિભિન્ન ભાગોના નિર્માણમાં જ મદદ કરી છે.

Gautam Prajapati

| Edited By: Bipin Prajapati

Feb 12, 2021 | 11:20 AM

ભારતીય સ્ટાર્ટઅપ દ્વારા બે ઉપગ્રહો SpaceKidz India અને Pixxelનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનના યુઆર રાવ સેટેલાઈટ કેન્દ્રમાં કરવામાં આવ્યું. આ અંતરીક્ષ એજન્સી માટે પહેલી વાર છે. અત્યાર સુધી તેણે ઉપગ્રહો અને રોકેટોના વિભિન્ન ભાગોના નિર્માણમાં જ મદદ કરી છે.

ગયા વર્ષે જૂનમાં ભારતે તેના સ્પેસ સેક્ટરને ખાનગી ખેલાડીઓ માટે ખોલ્યા. બાદમાં આ શક્ય બન્યું છે. એક સ્વતંત્ર ભારતીય રાષ્ટ્રીય અંતરીક્ષ પ્રમોશન અને ઓથોરાઇઝેશન સેન્ટર (IN-SPACe)ની સ્થાપના ફક્ત ખાનગી ક્ષેત્રની અવકાશ પ્રવૃત્તિઓની દેખરેખ માટે જ કરવામાં આવી નહોતી, પરંતુ ISROની સુવિધાઓ સંભાળવા અને વહેંચવાની કલ્પના પણ કરવામાં આવી હતી.

આ ઘોષણાના માત્ર આઠ મહિના પછી, ISRO કોમર્શિયલ ઉપગ્રહોને આ મહિનાના અંતમાં સુનિશ્ચિત થયેલ PSLV માં લોન્ચ કરશે. આ પહેલું મિશન હશે જ્યાં ભારતીય ઉદ્યોગ દ્વારા ઉપગ્રહોને વ્યાપારિક રૂપે ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવશે.

ઈસરો દ્વારા સ્પેસક્રાઇડ્સ ઈન્ડિયાના વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા સેટેલાઇટને જાન્યુઆરી 2019 માં પીએસએલવીના ત્રીજા તબક્કાના પ્રયોગ તરીકે લોન્ચ કરવામાં આવ્યો હતો.

પીએસએલવી સી -55 મિશન ન્યૂ સ્પેસ ઇન્ડિયા દ્વારા અમેરિકાના સેટેલાઈટ એમોનીયા 1ને સીમિત કોમર્શિયલ વ્યવસ્થા માટે લઈ જવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ ઇસરોની એક કોમર્શિયલ શાખા છે. ઉપરાંત પ્રક્ષેપણ યાં 20 ઉપગ્રહને સાથે લઇ જશે. આમાં ઇસરોનો નેનોસ્ટેલાઇટ પણ શામેલ છે.

બીજું સ્ટાર્ટઅપ Skyroot એક લોન્ચિંગ વાહન વિકસાવવા તરફ કામ કરી રહ્યું છે, જે વર્ષના અંત સુધીમાં લોન્ચ થવાની સંભાવના છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati