Good News: આઈફોનના યુઝર્સ માટે આવ્યા સારા સમાચાર, આ દિવસે ભારતમાં આવશે iOS 15 અપડેટ, જાણો સમગ્ર માહિતી

|

Sep 21, 2021 | 3:49 PM

 iOS-15માં અન્હાસડ સિક્યોરિટી પણ મળશે. જેમાં તમારો ફોન ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો તમને મદદ કરશે. આ અપડેટ સાથે તમને 100 નવા ઇમોજી પણ મળશે.

Good News: આઈફોનના યુઝર્સ માટે આવ્યા સારા સમાચાર, આ દિવસે ભારતમાં આવશે iOS 15 અપડેટ, જાણો સમગ્ર માહિતી
iOS 15 update

Follow us on

એપલ (Apple) તેના ગ્રાહકોની સુરક્ષા માટે સતત પગલા ભરી રહી છે. હાલમાં જ એપલે પુષ્ટિ કરી છે કે તે 20 સપ્ટેમ્બરથી યુઝર્સ માટે તેની ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે iOS 15 ઉપલબ્ધ કરાવશે.

 

આઈફોન યુઝર્સને જાણ કરવામાં આવી છે કે તેઓએ તેમના ફોનને iOS 14.8 પર અપડેટ કરવો જોઈએ, કારણ કે કંપનીએ અગાઉ આઈફોનમાં વાયરસના હુમલા અંગે આ મહત્વપૂર્ણ અપડેટ આપી હતી. iOS -15ની સાથે એપલ કંપનીના ટેબલેટ માટે અહીં આઈપેડ ઓએસ 15 સોફ્ટવેર અપડેટ પણ આપવા જઈ રહી છે, જે કંપનીના ફ્લેગશિપ ટેબ્લેટ માટે હશે. આઈપેડમાં આ અપડેટથી તમારી હોમ સ્ક્રીન સંપૂર્ણપણે બદલાઈ જશે. તે જ સમયે, તમને મલ્ટીટાસ્કીંગ કરવાનું પણ સરળ લાગશે અને તે વધુ યુઝર ફ્રેન્ડલી થઈ જશે.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

તમને જણાવી દઈએ કે iOS-15 20 સપ્ટેમ્બરે રિલીઝ થશે. તે ભારતમાં રાતે 10:30થી ડાઉનલોડ માટે ઉપલબ્ધ થશે. એપલે અહીં ડિવાઈસ યાદી બહાર પાડી છે, જેમાંથી આ અપડેટ મળશે. આવી સ્થિતિમાં આવો જાણીએ કે શું તમારો આઈફોન પણ આ યાદીમાં શામેલ છે?

 

આ ડિવાઈસમાં અપડેટ મળશે

લિસ્ટમાં સામેલ ડિવાઇસમાં iPhone 13, iPhone 13 Mini, iPhone 13 Pro, iPhone Pro Max, iPhone 12, iPhone 12 Mini, iPhone 12 Pro, iPhone 12 Pro Max, iPhone 11, iPhone 11 Pro, iPhone 11 Pro Max, iPhone XS, iPhone XS Max, iPhone XR, iPhone X, iPhone 8, iPhone 8 Plus, iPhone 7, iPhone 7 Plus, iPhone 6S, iPhone 6S Plus, iPhone SE, iPad Touch.

આવો જાણીએ ફીચર વિશે

iOS – 15 અપડેટ સાથે તમે હવે તમારી નોટ્સ ટેગ પણ ઉમેરી શકો છો. તે જ સમયે તમે તેને કેટેગરી અનુસાર ઠીક કરી શકો છો. ટેગ બ્રાઉઝરની મદદથી તમે એક જ જગ્યાએ ઘણા ટેગ જોઈ શકો છો. સ્માર્ટ ફોલ્ડર ફીચર ઓટોમેટિક એક જ જગ્યાએ ઘણી ટેગ રાખી શકશો. જે તદ્દન સરળ હશે. iOS – 15 સાથે જ્યારે પણ તમે મ્યૂટ બટન ટેપ કરશો, ત્યારે એલર્ટ સંભળાય છે. આ યુઝર્સને ટ્રેકિંગ પિક્સેલ્સને અવરોધિત કરવાની મંજૂરી આપશે.

 

iOS 15 ઘણા ઈમોજી કોમ્બોઝ આવી રહ્યા છે. નવા એપલ મેપ્સની મદદથી યુઝર્સ ડિપાર્ચર અને અરાઈવલ સંબંધિત દિશાઓ પણ મળશે. iOS 15 સાથે તમને અમર્યાદિત iCloud સ્ટોરેજ પણ મળશે, પરંતુ તમારે પહેલા અપડેટ કરવાની જરૂર પડશે. તમને iOS 15માં લાઈવ ટેક્સ્ટ પણ મળશે. તમે ફોટામાંથી ડાયરેક્ટ ટેક્સ્ટ પણ પેસ્ટ કરી શકશો.

 

આ પણ વાંચો : Dwarka : જામખંભાળિયાના ગામડાઓમાં ભારે વરસાદ બાદ શેરીઓમાં પાણી ભરાયા, જુઓ દ્રશ્યો

 

આ પણ વાંચો :Army Recruitment : Assam Rifles આપી રહ્યું છે દેશસેવા માટેની તક , 1230 નોકરી માટે મંગવાઈ રહી છે અરજી, જાણો વિગતવાર

Published On - 7:33 pm, Sun, 19 September 21

Next Article