Instagram એ નવુ ફિચર કર્યુ રોલ આઉટ, ગંદી કોમેન્ટ્સને કરી શકાશે કન્ટ્રોલ

|

Jul 22, 2021 | 2:31 PM

નવી સુવિધા તમને સંવેદનશીલ મેસેજ પર નિયંત્રણ લગાવવા માટે પરમિશન આપે છે. તમે સંવેદનશીલ વસ્તુઓના નિયંત્રણને એડજસ્ટ પણ કરી શકો છો.

Instagram એ નવુ ફિચર કર્યુ રોલ આઉટ, ગંદી કોમેન્ટ્સને કરી શકાશે કન્ટ્રોલ
Dirty comments on Instagram can now be controlled

Follow us on

ફેસબુકે ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ (Instagram Users) માટે એક નવુ ફિચર રોલ આઉટ કર્યુ છે. આ નવા ફિચરમાં આપવામાં આવેલા સેટિંગ્સમાં બદલાવ કરીને યૂઝર પોતાના એક્સપ્લોર ટેબમાં આવનાર સેન્સેટિવ અને ગંદા કોમેન્ટ્સને (Sensitive Comments) રોકી શકે છે. યૂઝર્સ પાસે કોમેન્ટનો વિકલ્પ હટાવવાનો ઓપ્શન પણ હશે. ઇન્સ્ટાગ્રામનું આ સેન્સેટિવ કોમેન્ટ્સ કન્ટ્રોલ ફિચર (Sensitive Comments Control Feature) યૂઝર્સને કોઇ પણ ઇન્ટરેક્શન દરમિયાન કોમેન્ટ્સને બંધ કરવાનો વિકલ્પ આપશે.

ઇન્સ્ટાગ્રામ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે કે, આ નવી સુવિધા તમને સંવેદનશીલ મેસેજ પર નિયંત્રણ લગાવવા માટે પરમિશન આપે છે. તમે સંવેદનશીલ વસ્તુઓના નિયંત્રણને એડજસ્ટ પણ કરી શકો છો.

તમારા સેંસિટિવ કોન્ટેન્ટ કન્ટ્રોલને જોવા માટે, પોતાની પ્રોફાઇલ પર જાઓ, ઉપર ડાબી બાજુએ ખૂણામાં આપેલા મેનૂ પર ટેપ કરો, હવે એકાઉન્ટ ટેપ કરીને સેન્સેટિવ કોમેન્ટ કન્ટ્રોલ પર ટેપ કરો. યૂઝર્સ નક્કી કરી શકે છે કે સેટિંગ્સને તેની ડિફોલ્ટ સ્થિતીમાં રાખવુ છે કે નહી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ફેસબુકે (Facebook) કહ્યુ કે, તમે કોઇ પણ સમયે તમારા સેટિંગ્સ બદલી શકો છો. તેનો 8 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે અનુમતી વિકલ્પ ઉપલબ્ધ નહીં હોય. સોશિયલ નેટવર્કે કહ્યુ કે, ઇંસ્ટાગ્રામ પર કેવા પ્રકારની સામગ્રી હોઈ શકે છે તે દર્શાવતી સમુદાય માર્ગદર્શિકા હશે. આ માર્ગદર્શિકાનો ઉદ્દેશ્ય લોકોને સુરક્ષિત રાખવાનો હશે.

 

આ પણ વાંચો – Raj Kundra Case : રાજ કુન્દ્રા પોનોગ્રાફી કેસમાં ક્રાઈમ બ્રાંચની કડક કાર્યવાહી, અનેક બેંક એકાઉન્ટને લેવાયા ટાંચમાં

આ પણ વાંચો – AHMEDABAD :કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યાના કેસમાં કોર્ટે આરોપી મનીષ બાલાઈને આજીવન કેદની સજા ફટકારી

Next Article