AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુસાન વોજસ્કીના રાજીનામા વચ્ચે ભારતીય મૂળના નીલ મોહન બનશે YouTubeના નવા CEO

YouTube New CEO : છેલ્લા ઘણા વર્ષોથી ઓનલાઈન વીડિયો પ્લેટફોર્મ યૂટયૂબ સાથે જોડાયેલા હતા. તેમના રાજીનામાં બાદ હવે ભારતીય મૂળના અમેરિકી નાગરિક નીલ મોહન યૂટયૂબના આગામી CEO હશે.

સુસાન વોજસ્કીના રાજીનામા વચ્ચે ભારતીય મૂળના નીલ મોહન બનશે YouTubeના નવા CEO
YouTube New CEO Neil MohanImage Credit source: File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2023 | 6:40 AM
Share

યૂટયૂબને સંબંધિત એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. યૂટયૂબના CEO સુસાન વોજસ્કીએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા અને એક બ્લોગ પર આ માહિતી આપી છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ઓનલાઈન વીડિયો પ્લેટફોર્મ યૂટયૂબ સાથે જોડાયેલા હતા. તેમના રાજીનામાં બાદ હવે ભારતીય મૂળના અમેરિકી નાગરિક નીલ મોહન યૂટયૂબના આગામી CEO હશે.

વર્ષોથી ભારતીય અને ભારતીય મૂળના લોકોએ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી દુનિયામાં ભારતની એક અલગ છાપ છોડી છે. ભારતની પ્રગતિમાં ભારતમાં રહેતા ભારતીયોની સાથે વિદેશની ધરતી પર રહેતા ભારતીયો અને ભારતીય મૂળના લોકો મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. દુનિયાના મોટા મોટા દેશની સરકારોમાં ભારતીય મૂળના લોકો પદ મેળવી રહ્યાં છે. દેશના પ્રમુખથી લઈને મોટી ટેક કંપનીના સીઈઓના પદ પર ભારતીય મૂળના લોકો આવી રહ્યાં છે.

 આ પણ વાંચો : પાકિસ્તાનમાં જનતા પર મોંઘવારીનો બોજ વધશે, IMF લૉન માટે જરૂરી શરતો પૂર્ણ કરવા ‘મિની બજેટ’ રજુ કરાયું

તે ગૂગલ માટે પણ કામ કરી ચૂકી છે. ગૂગલમાં તે સીનિયર એડ પ્રોડક્ટ વાઈસ પ્રેસિડેન્ટ હતી. તેમણે 25 વર્ષ ગૂગલ સાથે અને 9 વર્ષ યૂટયૂબ માટે કામ કર્યું છે.તે વર્ષ 2014માં યૂટયૂબની સીઈઓ બની હતી. આ તે પહેલા ઈનટેલ અને બેન એન્ડ કંપની પણ કામ કરી ચૂકી છે. લાંબા સમયથી ગૂગલ અને આલ્ફાબેટમાં સલાહકારની ભૂમિકા નિભાવવા બદલ સીએઓ સુંદર પિચાઈએ તેમની પ્રશંસા પણ કરી હતી.

ભારતીય મૂળના CEO

હાલમાં નીલ મોહન યૂટયૂબના ચીફ પ્રોડક્ટ ઓફિસરના પદ પર કામ કરી રહ્યાં છે. વોજસ્કીએ જણાવ્યું કે, તે પોતાના પરિવાર, સ્વાસ્થ્ય અને વ્યક્તિગત પ્રોજેક્ટ પર ફોક્સ કરશે.

g clip-path="url(#clip0_868_265)">