સૂર્યથી પણ હજાર ગણો ચમકતો, સૌથી ગરમ તારાઓમાંથી એકની ભારતીય ખગોળ વૈજ્ઞાનિકોએ કરી શોધ

|

Apr 07, 2021 | 6:21 PM

ભારતીય ખગોળશાસ્ત્રીઓએ એક દુર્લભ સુપરનોવા વિસ્ફોટ (Supernova Explosion) પર નજર રાખી હતી અને એક 'વુલ્ફ-રાયટ' સ્ટાર ( Wolf-Rayet Stars ) અથવા ડબ્લ્યુઆર સ્ટાર શોધી કાઢ્યો હતો,

સૂર્યથી પણ હજાર ગણો ચમકતો, સૌથી ગરમ તારાઓમાંથી એકની ભારતીય ખગોળ વૈજ્ઞાનિકોએ કરી શોધ

Follow us on

ભારતીય ખગોળશાસ્ત્રીઓએ એક દુર્લભ સુપરનોવા વિસ્ફોટ (Supernova Explosion) પર નજર રાખી હતી અને એક ‘વુલ્ફ-રાયટ’ સ્ટાર (Wolf-Rayet Stars) અથવા ડબ્લ્યુઆર સ્ટાર શોધી કાઢ્યો હતો, જે એક સૌથી ગરમ તારો હતો. વિજ્ઞાન અને તકનીકી વિભાગે એક નિવેદનમાં આ માહિતી આપી હતી.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

નિવેદનમાં જણાવ્યા અનુસાર દુર્લભ વુલ્ફ-રેએટ તારાઓ સૂર્ય કરતા એક હજાર ગણા વધુ તેજસ્વી હોય છે, જેના કારણે ખગોળશાસ્ત્રીઓ લાંબા સમયથી શંકાસ્પદ હતા. આ કદમાં ખૂબ મોટા તારા છે. આવા સુપરનોવા વિસ્ફોટોનું નિરીક્ષણ કરવું વૈજ્ઞાનિકોને આ તારાઓની તપાસ કરવામાં મદદ કરશે, જે હજી સુધી તેમના માટે એક કોયડો બનીને જ રહ્યું હતું.

 

બ્રહ્માંડમાં થતા સુપરનોવા વિસ્ફોટોથી વિશાળ માત્રામાં ઉર્જા નીકળી જાય છે. આ વિસ્ફોટોની લાંબાગાળાની દેખરેખ વિસ્ફોટ થનારા તારાની પ્રકૃતિ અને વિસ્ફોટના તત્વોને સમજવામાં મદદ કરે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વૈજ્ઞાનિકો અને તકનીકી વિભાગ, નૈનીતાલ સ્થિત એક સ્વાયત સંસ્થા, આર્યભટ્ટ ઓબ્ઝર્વેશનલ સાયન્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (એરિયસ)ના એસ્ટ્રોફિઝિસિસ્ટ્સની એક ટીમ, આંતરરાષ્ટ્રીય સહયોગીઓ સાથે, 2015માં મળેલી એનએસજી 7371 આકાશ ગંગામાં આ જ પ્રકારના સુપર નોવા એસએન 2015 ડીજેની ઓપટીકલ નિગરાની કરી હતી.

 

નિવેદન અનુસાર તેણે આ તારાના સમૂહની ગણતરી કરી. તેમનો અભ્યાસ તાજેતરમાં ‘ધ એસ્ટ્રોફિઝિકલ જર્નલ’માં પ્રકાશિત થયો છે. વૈજ્ઞાનિકોએ પણ શોધી કાઢ્યું કે વાસ્તવિક તારો બે તારાઓનું મિશ્રણ હતું – જેમાંથી એક વિશાળ ડબ્લ્યુઆર સ્ટાર હતો અને બીજા તારાનું દ્રવ્યમાન સૂર્ય કરતાં ઓછું હતું.

 

 

આ પણ વાંચો : જેતપુરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છત્તીસગઢમાં નક્સલી હુમલામાં શહીદ થયેલ દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી. 

Next Article