ચાલાક ચીનની દરેક હરકત પર ભારતની હવે ચાંપતી નજર, લદ્દાખમાં ચાર ઇઝરાયેલી હેરોન ડ્રોન તૈનાત રખાશે

|

Nov 30, 2021 | 6:31 PM

સૂત્રોએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર દ્વારા સંરક્ષણ દળોને આપવામાં આવેલી કટોકટીની નાણાકીય શક્તિના ભાગરૂપે, આ ​​ડ્રોન ઇઝરાયેલ પાસેથી ખરીદવામાં આવ્યા છે.

ચાલાક ચીનની દરેક હરકત પર ભારતની હવે ચાંપતી નજર, લદ્દાખમાં ચાર ઇઝરાયેલી હેરોન ડ્રોન તૈનાત રખાશે
Heron Drone

Follow us on

ભારત-ચીનની સરહદ એટલે LACનો વિવાદ વારંવાર સામે આવતો રહે છે. વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે LAC પર વારંવાર ચીન(China) તરફથી હરકતો જોવા મળે છે. અનેક વાર ચેતવણી આપવા છતા પણ ચીન તેની ચાલાકી છોડતુ નથી. જો કે ભારતે હવે ચીનની હરકતો પર ચાંપતી નજર રાખવા વ્યવસ્થા કરી લીધી છે. લદ્દાખ(Ladakh)માં ચાર ઇઝરાયેલી(Israeli) હેરોન ડ્રોન તૈનાત રાખવામાં આવશે. જેથી હવે ભારત લદ્દાખ સેક્ટરમાં ચીનની દરેક ગતિવિધિ પર નજર રાખશે.

 

ઇઝરાયેલ પાસેથી મળ્યા ડ્રોન
ઈઝરાયેલે ભારતીય સેનાને એવા ડ્રોન આપ્યા છે, જેની મદદથી ચીની સેનાની દરેક નાપાક હરકતો પૂર્ણ થાય તે પહેલા તેને કચડી નાખવામાં આવશે. એટલું જ નહીં, આ ડ્રોનની મદદથી ભારતીય સેનાને તમામ ચીની માણસોની કરતૂતોની જાણકારી મળતી રહેશે.

અદ્યતન ટેકનોલોજી યુક્ત હેરોન ડ્રોન
ભારતીય સેનાએ તેની ક્ષમતા વધારવા માટે ઈઝરાયેલ પાસેથી 4 હેરોન ડ્રોન લીધા છે. ભારતને ઈઝરાયેલ પાસેથી મળેલા આ ચાર હેરોન ડ્રોન અતિ આધુનિક એટલે કે અદ્યતન ટેકનોલોજીના છે. વાસ્તવમાં, ઈઝરાયેલે લદ્દાખ ક્ષેત્રમાં ચીનની ગતિવિધિઓ પર નજર રાખવા માટે આપાતકાલીન ખરીદી હેઠળ ભારતને આ અદ્યતન ટેક્નોલોજી હેરોન ડ્રોન આપ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ભારતે LAC પર તૈનાતી વધારી

LAC પર વારંવાર ચીની સૈન્યની હરકતો દેખાતા ભારતે એપ્રિલ 2020 પછી ત્યાં સૈનિકોની તૈનાતી વધારી દીધી છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે લદ્દાખમાં LAC સાથે દેખરેખ માટે ચાર ડ્રોન તૈનાત કરવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર દ્વારા સંરક્ષણ દળોને આપવામાં આવેલી કટોકટીની નાણાકીય શક્તિના ભાગરૂપે, આ ​​ડ્રોન ઇઝરાયેલ પાસેથી ખરીદવામાં આવ્યા છે.

મિશન મોડમાં ભારત

ભારતીય સેના ટૂંક સમયમાં અમેરિકા પાસેથી પ્રિડેટર ડ્રોન હસ્તગત કરશે, જેથી સેના વિના પણ પરિસ્થિતિ પર નજર રાખી શકાય. એટલું જ નહીં તે હુમલાની ક્ષમતાને વધુ વેગ આપશે. ચીનને જવાબ આપવા માટે ભારત દરેક મોરચે મિશન મોડમાં કામ કરી રહ્યું છે કારણ કે ભારતીય સૈનિકો દ્વારા માર ખાધા બાદ પણ ચાલબાજ ચીન તેની હરકતો છોડી રહ્યું નથી.

ચાલાક ચીન હવે નવા નવા ષડયંત્ર રચી રહ્યુ છે. ચીન હવે પૂર્વી લદ્દાખમાં LAC પર મિસાઇલ અને રોકેટ રેજિમેન્ટની તૈનાતીમાં વ્યસ્ત છે. LAC પર મિસાઈલ અને રોકેટ રેજિમેન્ટની તૈનાતીની સાથે સાથે ચીન સરહદની નજીક હાઈવે અને રસ્તાઓના નિર્માણ પર ઝડપથી કામ કરી રહ્યું છે. કાશગર, ગર ગુંસા અને હોટન બેઝને અપગ્રેડ કર્યા બાદ હવે ચીને એર સ્ટ્રીપ બનાવવાનું કામ પણ શરૂ કરી દીધું છે. ભારતે ચીનની હરકતો સામે સખત વાંધો ઉઠાવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ચીન સતત એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે ભારત મિસાઈલ વિરોધી સંરક્ષણ પ્રણાલી ક્યાં તૈનાત કરી રહ્યું છે. ચીન એ પણ જાણવા માંગે છે કે ભારતના ફાઈટર જેટ્સ અને અન્ય હથિયારોનું લોકેશન શું છે. ચીની હેકર્સ સંરક્ષણ ક્ષેત્રની સાથે-સાથે દેશના અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રો જેમ કે પાવર અને બેંકોને નિશાન બનાવી રહ્યા છે. તેઓ કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને પોલીસ વિભાગના કોમ્પ્યુટર હેક કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો : UP Election 2022: યુપી ચૂંટણી માટે 2 ડિસેમ્બરે સહારનપુરમાં બૂથ પ્રમુખની શાળા, અમિત શાહ આપશે વિજય મંત્ર

આ પણ વાંચો : કેન્દ્રએ ઓમિક્રોન અંગે રાજ્યોને કડક સૂચના આપી, વિદેશથી આવતા પ્રવાસીઓ પર નજર રાખે, ટ્રેક-ટ્રેસ અને ટ્રીટમેન્ટ પર આપે ધ્યાન

Published On - 6:31 pm, Tue, 30 November 21

Next Article