AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો Google પર સર્ચ કરશો આ શબ્દો તો ધ્રૂજવા લાગશે સ્ક્રીન, જાણો કયા છે આ શબ્દો

ગૂગલ પર કેટલાક એવા શબ્દો છે, જેને સર્ચ કર્યા પછી તમારી સ્ક્રીન હલવા લાગે છે. તમને આ જોઈને આશ્ચર્ય લાગશે, પરંતુ ખરેખર આવું થાય છે. ત્યારે આ લેખમાં જાણીએ કે એવા કયા વિચિત્ર શબ્દો છે, જે સર્ચ કરવાથી તમને વિચિત્ર વસ્તુઓ જોવા મળી શકે છે.

જો Google પર સર્ચ કરશો આ શબ્દો તો ધ્રૂજવા લાગશે સ્ક્રીન, જાણો કયા છે આ શબ્દો
Google Search
Follow Us:
| Updated on: Aug 07, 2024 | 6:57 PM

લોકોના જીવનને સરળ બનાવવા માટે Googleને એક શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. Google વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન પણ છે. કોઈપણ પ્રશ્નનનો જવાબ Google પર સર્ચ કરીને મેળવી શકો છો. પરંતુ શું તમે જાણો છો કે ગૂગલ પર કેટલાક એવા શબ્દો છે, જેને સર્ચ કર્યા પછી તમારી સ્ક્રીન હલવા લાગે છે. તમને આ જોઈને આશ્ચર્ય લાગશે, પરંતુ ખરેખર આવું થાય છે. ત્યારે આ લેખમાં જાણીએ કે એવા કયા વિચિત્ર શબ્દો છે, જે સર્ચ કરવાથી તમને વિચિત્ર વસ્તુઓ જોવા મળી શકે છે.

Chixuclub

આ એક એવો શબ્દ છે જેને તમે ગૂગલ પર સર્ચ કરશો તો તમને કંઈક આશ્ચર્યજનક થતું જોવા મળશે. મોટાભાગના લોકો સ્માર્ટફોન અથવા લેપટોપ પર ગૂગલ સર્ચ એન્જિનનો ઉપયોગ કરે છે. ત્યારે જો તમે તમારા ઉપકરણ પર આ શબ્દને સર્ચ કરશો, તો તમારી સ્ક્રીનની ઉપરથી એક મોટો પથ્થર નીચે પડતો દેખાશે. થોડા સમય પછી તમારી સ્ક્રીન ધ્રુજવા લાગશે. તમને એવું લાગશે કે જાણે આકાશમાંથી પથ્થર પડી રહ્યો હોય. આ પછી તમારી સ્ક્રીન ઓટોમેટિક રીતે ફરવા લાગશે.

Drop Bear

Drop Bear પણ એક એવો શબ્દ છે જેને તમે તમારા મોબાઈલ કે લેપટોપમાં સર્ચ કરશો તો તમારા ઉપકરણની સ્ક્રીન ઝડપથી ધ્રુજવા લાગશે. Drop Bear સર્ચ કર્યા પછી તમને તમારી સ્ક્રીન પર રીંછનું આઇકન દેખાવા લાગશે. તમારે આ આઇકોન પર ટેપ કરવાનું રહેશે ત્યારબાદ તમારી સ્ક્રીન પર એક પેજ ખુલશે. આમાં તમે રીંછને નીચે પડતા જોશો. રીંછ નીચે પડ્યા પછી તમારા ઉપકરણની સ્ક્રીન ઝડપથી ધ્રુજવા લાગશે.

પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓની તપાસ કોણ કરે છે?
ખાંડથી પણ વધુ ખતરનાક ધીમું ઝેર રોજ ખાઈ રહ્યા છે લોકો, નામ જાણીને ચોંકી જશો
Hidden Gold : તમારા ઘરની કઈ ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં હોય છે સોનું ? જાણો
AC Tips : સારી ઊંઘ માટે રાત્રે AC કેટલા પર રાખવું જોઈએ?
ચાખ્યા વગર કેવી રીતે ખબર પડે કે કાકડી કડવી છે કે નહીં ?
160 દિવસના પ્લાનમાં ફ્રી કોલિંગ અને દરરોજ 2GB ડેટા ! BSNL યુઝર્સની મોજ

Dart Mission

જો તમે Google પર ડાર્ટ મિશન સર્ચ કરશો, તો તમારી સ્ક્રીન ધ્રુજારીને બદલે ત્રાંસી થઈ જશે. જો તમે Google પર આ શબ્દ સર્ચ કરશો, તો સૌથી પહેલા તમને તમારા ઉપકરણની સ્ક્રીન પર એક સેટેલાઇટ ડાબેથી જમણે ફરતો દેખાશે. થોડા સમય પછી સેટેલાઇટ આપોઆપ અદૃશ્ય થઈ જશે અને તમારા ઉપકરણની સ્ક્રીન આપોઆપ ત્રાંસી થઈ જશે અને તમને બધું વાંકાચૂંકું દેખાવા લાગશે.

Last Of Us

આ છેલ્લો શબ્દ છે જેને જો તમે ગૂગલ પર સર્ચ કરશો તો તમને તમારા ડિવાઇસની સ્ક્રીન પર ફૂગ દેખાવા લાગશે. તમે Google માં Last of us સર્ચ કરતાની સાથે જ સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે. આ પેજમાં સૌથી નીચે તમને એક મશરૂમ જોવા મળશે. તમારે આ મશરૂમ પર ટેપ કરવું પડશે. જેમ તમે મશરૂમ પર ટેપ કરશો કે તરત જ તમને તમારા ઉપકરણની સ્ક્રીન પર ફૂગ દેખાવા લાગશે. તમે મશરૂમ પર જેટલી વાર ટેપ કરશો, તેટલી વધુ ફૂગ વધશે.

g clip-path="url(#clip0_868_265)">