AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિશ્વની અગ્રગણ્ય IT કંપની IBM અમદાવાદમાં અત્યાધુનિક સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રોડકટ એન્જીનીયરીંગ-ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપશે

આવી સોફટવેર લેબ બેંગાલુરૂ, પુણે , હૈદરાબાદ અને ચેન્નાઇમાં અત્યારે કાર્યરત છે હવે, અમદાવાદમાં પણ તે સ્થાપવાનું આયોજન આઇ.બી.એમ દ્વારા કરવામાં આવ્યું છે.

વિશ્વની અગ્રગણ્ય IT કંપની IBM અમદાવાદમાં અત્યાધુનિક સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રોડકટ એન્જીનીયરીંગ-ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપશે
IBM to set up state of the art product engineering-design and development center in Ahmedabad
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 2:40 PM
Share

GANDHINAGAR : આઇ.ટી. ક્ષેત્રે વિશ્વની અગ્રગણ્ય આઇ.બી.એમ અમદાવાદમાં અત્યાધુનિક સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રોડકટ એન્જીનીયરીંગ-ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપશે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે આઇ.બી.એમ-ઇન્ડીયાના મેનેજિંગ ડિરેકટરની ફળદાયી મૂલાકાત-બેઠક સંપન્ન થયા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. આ લેબ અમદાવાદમાં સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રોડકટ એન્જીનીયરીંગ, ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર તરીકે અદ્યતન સુવિધાઓ સાથે શરૂ કરવામાં આવશે.

CM રૂપાણી – સંદીપ પટેલ વચ્ચે બેઠક બાદ થઇ જાહેરાત મુખ્યપ્રધાન શ્વિજય રૂપાણી સાથે આઇ.બી.એમ-ઇન્ડીયાના મેનેજિંગ ડિરેકટર શ્રી સંદિપપટેલ અને આઇ.બી.એમ. સોફટવેર લેબના વાઇસ પ્રેસિડેન્ટ ગૌરવ શર્માની ગાંધીનગરમાં યોજાયેલી ફળદાયી મૂલાકાત બેઠક દરમ્યાન તેમણે આ જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ IBM ના આ સેન્ટરની જાહેરાતને આવકારતાં જણાવ્યું કે, ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મુખ્યપ્રધાન હતા ત્યારથી જ પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે FDI અને IT સેકટર સહિતના ટેકનોલોજી સેકટરના ઇન્વેસ્ટમેન્ટ માટે એક હેલ્ધી અને ફ્રેન્ડલી વાતાવરણ બન્યું છે . એટલું જ નહિ, ગુજરાતમાં સેકટરલ યુનિવર્સિટીઝની શરૂઆત તથા આઇક્રિયેટ, સ્ટાર્ટઅપ ઇનોવેશનનો વ્યાપ પણ વધ્યો છે અને યુવાઓને અદ્યતન જ્ઞાન-સંશોધન અવસર મળી રહ્યા છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ IBM ના એમ.ડી.ને એમ પણ જણાવ્યું કે, આ બધાના પરિણામે ગુજરાતમાં સ્કીલ્ડ મેનપાવર અને વિપૂલ ટેલેન્ટપૂલ ઉપલબ્ધ છે તેનો લાભ આઇ.બી.એમ. ને મળશે. તેમણે કહ્યું કે, ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડિઝીટલ ઇન્ડીયાના સંકલ્પને સાકાર કરવામાં જે લીડ લીધી છે તેમાં આઇ.બી.એમ.નું આ નવું કાર્યરત થનારૂં સેન્ટર રાજ્યમાં આઇ.ટી, આઇ.ટી.ઇ.એસ સેકટરની સમગ્ર ઇકો સિસ્ટમની કાયાપલટ કરવામાં મહત્વપૂર્ણ બનશે.

IBM નું આ સેન્ટર રાજ્યના યુવાઓ માટે નવા રોજગાર અવસર ઊભા કરશે અને ડિઝીટલ ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વ કક્ષાના કૌશલ્યવર્ધન ક્ષમતાનો પણ રાજ્યમાં વિકાસ થશે તેવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.

ગુજરાતને બેવડો લાભ મળશે : સંદીપ પટેલ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથેની આ બેઠકમાં IBM ઇન્ડીયાના એમ.ડી સંદિપ પટેલે જણાવ્યું હતું કે આઇ.બી.એમ. સોફટવેર લેબ વૈશ્વિક કક્ષાના ઇનોવેશન સેન્ટર તરીકે નેકસ્ટ જનરેશન સોફટવેર પોર્ટફોલિયો અને કલાઉડ સર્વિસ પૂરી પાડે છે. આવી સોફટવેર લેબ બેંગાલુરૂ, પૂના, હૈદરાબાદ અને ચેન્નાઇમાં અત્યારે કાર્યરત છે હવે, અમદાવાદમાં પણ તે સ્થાપવાનું આયોજન આઇ.બી.એમ દ્વારા કરવામાં આવ્યું છે.

પ્રોડકટ એન્જીનીયરીંગ અને સોફટવેર મેન્યૂફેકચરીંગ સેકટરની વર્લ્ડ બેસ્ટ પ્રેકટીસીસ ગુજરાતમાં લાવવાની નેમ આઇ.બી.એમ ઇન્ડીયાના એમ.ડી એ દર્શાવી હતી. વર્લ્ડ કલાસ ટ્રેઇન્ડ મેનપાવર અને સ્કીલ ડેવલપમેન્ટ તથા રોજગાર અવસરમાં વધારો એમ બેવડો લાભ આના પરિણામે ગુજરાતને મળતો થશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

ગુજરાત ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસના નવતર અભિગમ સાથે વિકાસના નવા કિર્તિમાન પ્રસ્થાપિત કરી રહ્યું છે તે સંજોગોમાં આઇ.બી.એમ ગુજરાતના ડિઝીટલ મિશનમાં યોગદાન આપવા ઉત્સુકતા છે એમ પણ સંદિપ પટેલે ઉમેર્યુ હતું.

બેંગાલુરૂ, પુણે , હૈદરાબાદ અને ચેન્નાઇ બાદ અમદાવાદમાં સેન્ટરની સ્થાપના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથેની આ બેઠકમાં આઇ.બી.એમ ઇન્ડીયાના એમ.ડી સંદિપ પટેલે જણાવ્યું હતું કે આઇ.બી.એમ. સોફટવેર લેબ વૈશ્વિક કક્ષાના ઇનોવેશન સેન્ટર તરીકે નેકસ્ટ જનરેશન સોફટવેર પોર્ટફોલિયો અને કલાઉડ સર્વિસ પૂરી પાડે છે. આવી સોફટવેર લેબ બેંગાલુરૂ, પુણે, હૈદરાબાદ અને ચેન્નાઇમાં અત્યારે કાર્યરત છે હવે, અમદાવાદમાં પણ તે સ્થાપવાનું આયોજન આઇ.બી.એમ દ્વારા કરવામાં આવ્યું છે.

પ્રોડકટ એન્જીનીયરીંગ અને સોફટવેર મેન્યૂફેકચરીંગ સેકટરની વર્લ્ડ બેસ્ટ પ્રેકટીસીસ ગુજરાતમાં લાવવાની નેમ આઇ.બી.એમઇન્ડીયાના એમ.ડી એ દર્શાવી હતી. વર્લ્ડ કલાસ ટ્રેઇન્ડ મેનપાવર અને સ્કીલ ડેવલપમેન્ટ તથા રોજગાર અવસરમાં વધારો એમ બેવડો લાભ આના પરિણામે ગુજરાતને મળતો થશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. આઇ.બી.એમ ઇન્ડીયાના મેનેજિંગ ડિરેકટરશ્રીએ ગુજરાતમાં ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રમાં CSR એકટીવીટીમાં પણ આઇ.બી.એમ.ના યોગદાનની તત્પરતા વ્યકત કરી હતી

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">