કેટલી માઇલેજ આપે છે ભારતીય રેલનું ડીઝલ એન્જિન? કેમ હંમેશા ચાલુ રાખવું પડે છે એન્જિન?

ભારતીય રેલને જોઇને હમેશા પ્રશ્ન થતો હોય છે કે કેમ ટ્રેન બંધ નથી કરતા અને આ એન્જિન એક લિટર ડીઝલમાં કેટલા કિલોમીટર ચાલતી હશે? ચાલો તમને જણાવીએ આજે.

કેટલી માઇલેજ આપે છે ભારતીય રેલનું ડીઝલ એન્જિન? કેમ હંમેશા ચાલુ રાખવું પડે છે એન્જિન?
પ્રતિકાત્મક તસ્વીર

તેમાં કોઈ શંકા નથી કે ભારતીય રેલ્વે એ દેશની જીવનરેખા છે. ભારતીય રેલ્વે પર દરરોજ કરોડો લોકો મુસાફરી કરે છે. ભારતીય રેલ્વેમાં સમાવિષ્ટ હાલની ટ્રેનો ઇલેક્ટ્રિક, ડીઝલ અને સ્ટીમ એન્જિન પર ચાલે છે. તમને જણાવી દઈએ કે હવે સ્ટીમ એન્જીન ટ્રેનો ફક્ત વિશેષ પ્રસંગોએ જ ચલાવવામાં આવે છે. ડીઝલ એન્જિનને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે. આ પ્રશ્નોમાં સૌથી વધુ પૂછાતો પ્રશ્ન છે કે ડીઝલ એન્જિન માઇલેજ કેટલી હશે. મોટાભાગના લોકો આ પ્રશ્નના જવાબ મેળવવા માટે ઉત્સુક છે કે ભારતીય રેલ્વેમાં શામેલ ડીઝલ એન્જિન કેટલું માઇલેજ આપે છે?

ડીઝલ એન્જિન્સ એક્સપ્રેસ ટ્રેનો સાથે વધુ માઇલેજ આપે છે

ડીઝલ એન્જિન માઇલેજ ઘણી વસ્તુઓ પર આધારિત છે. જો આપણે ડીઝલ એન્જિનથી ચાલતી 12 કોચની પેસેન્જર ટ્રેનની વાત કરીએ, તો તે 6 લિટરમાં એક કિલોમીટરનું માઇલેજ આપે છે. બીજી તરફ 24 કોચની ડીઝલ એન્જિન એક્સપ્રેસ ટ્રેન પણ પ્રતિ કિલોમીટર 6 લિટરનું માઇલેજ આપે છે. આ સિવાય જો કોઈ એક્સપ્રેસ ટ્રેન 12 કોચ સાથે પ્રવાસ કરે છે તો તેની માઇલેજ પ્રતિ કિલોમીટર 4.50 લિટર થઈ જાય છે.

પેસેન્જર ટ્રેન અને એક્સપ્રેસ ટ્રેન વચ્ચે માઇલેજ તફાવત આવે છે કારણ કે પેસેન્જર ટ્રેન બધા સ્ટેશનો પર અટકીને જાય છે. આવી સ્થિતિમાં પેસેન્જર ટ્રેનમાં એક્સપ્રેસ ટ્રેન કરતાં વધુ બ્રેક અને એક્સિલરેટરનો ઉપયોગ કરવો પડે છે. બ્રેક અને એક્સિલરેટરના વધુ પડતા ઉપયોગને લીધે તેની માઇલેજ ઓછી થાય છે. જ્યારે એક્સપ્રેસ ટ્રેનમાં સ્ટોપ ઓછા હોય છે અને તેમને બ્રેક અને એક્સિલરેટરનો ઉપયોગ પણ ઓછો કરવો પડે છે.

માલગાડી સાથે માઇલેજ વધુ ઘટે છે

પેસેન્જર ટ્રેનોની તુલનામાં માલગાડી ટ્રેનની માઇલેજ વધુ ઘટે છે. આનું મુખ્ય કારણ માલગાડીનું ભારણ છે. તેમાં મુસાફરીની ટ્રેનો કરતા અનેકગણું વજન હોય છે, જે એન્જિન પર ખૂબ દબાણ લાવે છે અને ડીઝલ વધારે લે છે. દેશના પર્વતીય વિસ્તારોમાં માલગાડી ટ્રેન ખેંચવા માટે બે અને વધુ એન્જિનની મદદ લેવામાં આવે છે.

ડીઝલ એન્જિન બંધ કેમ નથી કરતા

સામાન્ય રીતે જોવા મળે છે કે ડીઝલ એન્જિનોને એક જ જગ્યાએ કલાકો સુધી ઉભા રહેવું પડે છે. તેમ છતાં તેઓ એન્જિન બંધ કરતા નથી. મોટાભાગના લોકોને લાગે છે કે ડીઝલ એન્જિન શરૂ કરવા માટે ખૂબ ડીઝલનો ખર્ચ કરવો પડે છે, તેથી તેને બંધ કરવાને બદલે ચાલુ રાખવામાં આવે છે. પરંતુ તે એવું નથી.

ડીઝલ એન્જિન ચાલુ રાખવાની પાછળ બે સૌથી મોટા કારણો છે. પ્રથમ કારણ એ છે કે ડીઝલ એન્જિન બંધ કર્યા પછી, બ્રેક પાઇપનું દબાણ નોંધપાત્ર રીતે ઘટે છે, જે સમાન ક્ષમતામાં પાછા આવવા માટે ખૂબ લાંબો સમય લે છે. આ સિવાય બીજું કારણ એ છે કે ડીઝલ એન્જિન શરૂ કરવામાં સામાન્ય રીતે 20-25 મિનિટ લાગે છે. તેથી, ડીઝલ એન્જિનને બંધ કરવાને બદલે ચાલુ રાખવું તે યોગ્ય માનવામાં આવે છે.

આ પણ વાંચો: Corona ના રિપોર્ટમાં આવતી CT Value શું છે? કેટલી Value એ કેસ ગંભીર માનવામાં આવે છે?

આ પણ વાંચો: જો આ રીતે વાવો છો ઘરમાં મની પ્લાન્ટ તો થઇ જશો પાયમાલ, જાણો વાસ્તુશાસ્ત્ર

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati