‘ગૂગલ-પે’ એપની ભારતમાં મંજૂરીને લઈને સવાલો ઉઠ્યા, દિલ્હી કોર્ટે RBI પાસે માગ્યો જવાબ

|

Apr 10, 2019 | 11:23 AM

હાલમાં ગૂગલની એક એપ જેના દ્વારા નાણાંકીય લેવડ-દેવડ અને વિવિધ બીલ ભરી શકાય છે તેના પર દિલ્હી હાઈકોર્ટે સવાલો ઉભા કર્યા છે. કોર્ટે RBIને પૂછ્યું કે ભારતમાં મંજૂરી વિના ગૂગલ-પે એપ કેવી રીતે ચાલી રહી છે? હાઈકોર્ટમાં દાખલ થયેલી અરજીમાં એ દાવો કરવામાં આવ્યો હતો કે. ગૂગલ પેમેન્ટ એપ્લિકેશન કોઈ પણ મંજૂરી વિના કામ કરી […]

ગૂગલ-પે એપની ભારતમાં મંજૂરીને લઈને સવાલો ઉઠ્યા, દિલ્હી કોર્ટે RBI પાસે માગ્યો જવાબ

Follow us on

હાલમાં ગૂગલની એક એપ જેના દ્વારા નાણાંકીય લેવડ-દેવડ અને વિવિધ બીલ ભરી શકાય છે તેના પર દિલ્હી હાઈકોર્ટે સવાલો ઉભા કર્યા છે. કોર્ટે RBIને પૂછ્યું કે ભારતમાં મંજૂરી વિના ગૂગલ-પે એપ કેવી રીતે ચાલી રહી છે?

હાઈકોર્ટમાં દાખલ થયેલી અરજીમાં એ દાવો કરવામાં આવ્યો હતો કે. ગૂગલ પેમેન્ટ એપ્લિકેશન કોઈ પણ મંજૂરી વિના કામ કરી રહી છે. ગૂગલ પે એપ્લિકેશનનો હાલના સમયમાં બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. ભારતમાં તે વિવિધ બેંકોના UPI સર્વરથી કામ કરી રહી છે એટલે કે બધી જ બેંકોના ગ્રાહકો તેને વાપરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ આ જાહેર હિતની અરજી પર સનાવણી કરતા આરબીઆઈને આ સવાલ કર્યો હતો. અરજીમાં ઉલ્લેખ કરવામા આવ્યો હતો કે, ગૂગલ પેમેન્ટ એપ્લિકેશન નિયમોનુ ઉલ્લંઘન કરી રહી છે અને ગેરકાયદે રીતે ભારતમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. અરજીમા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ એપ્લિકેશનને બેંક દ્વારા કોઈ કાયદેસર પ્રમાણપત્ર પણ નથી મળ્યું.

TV9 Gujarati

 

કોર્ટે આ અંગે આરબીઆઈ અને ગૂગલ ઈન્ડિયા ને આ સંદર્ભે નોટિસ જાહેર કરી અને અભિજીત મિશ્રા પાસે જવાબ માંગ્યો છે. જણાવી દઈએ કે , આરબીઆઈએ 20 માર્ચે એક લિસ્ટ બહાર પાડ્યું હતું, જેમાં ‘ચુકવણી સિસ્ટમ ઓપરેટરો’માં ગૂગલ-પે નું નામ ન હતું. જે લિસ્ટ બહાર આવ્યા બાદ આ મુદ્દો ગરમાયો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article