Whastappના આ 3 નવા ફીચર્સથી Chating બનશે વધુ મજેદાર, ખાસ યૂઝર્સ જ લઈ શકશે આ નવા ફીચર્સનો લાભ

|

Jan 08, 2019 | 4:58 AM

Whatsapp પોતાના યૂઝર્સનો ચેટિંગનો અનુભવ સારો બનાવવા સતત પ્રયાસ કરતું રહે છે. અને તે જ દિશામાં કંપની કેટલાક ખાસ યૂઝર્સ માટે 3 નવા ફીચર્સ લાવી છે. વર્ષ 2018ની જેમ 2019માં પણ Whatsapp પોતાના યૂઝર્સ માટે ઘણાં નવા ફીચર્સ લાવશે અને તેની શરૂઆત થઈ પણ ગઈ છે. હાલમાં જ Whatsappએ પોતાના કેટલાક યૂઝર્સ માટે 3 નવા ફીચર્સ જાહેર […]

Whastappના આ 3 નવા ફીચર્સથી Chating બનશે વધુ મજેદાર, ખાસ યૂઝર્સ જ લઈ શકશે આ નવા ફીચર્સનો લાભ

Follow us on

Whatsapp પોતાના યૂઝર્સનો ચેટિંગનો અનુભવ સારો બનાવવા સતત પ્રયાસ કરતું રહે છે. અને તે જ દિશામાં કંપની કેટલાક ખાસ યૂઝર્સ માટે 3 નવા ફીચર્સ લાવી છે.

વર્ષ 2018ની જેમ 2019માં પણ Whatsapp પોતાના યૂઝર્સ માટે ઘણાં નવા ફીચર્સ લાવશે અને તેની શરૂઆત થઈ પણ ગઈ છે. હાલમાં જ Whatsappએ પોતાના કેટલાક યૂઝર્સ માટે 3 નવા ફીચર્સ જાહેર કર્યા છે.

Whatsappની લેટેસ્ટ અપડેટમાં યૂઝર્સ ગ્રુપ ચેટમાં પ્રાઈવેટ રિપ્લાય, ફોટો કે વીડિયો એડિટ કરકતા વખતે સ્માઈલ ટચથી લઈ સ્ટિકર્સ એડ કરવા તેમજ સ્ટેટસ ટેબમાં 3D ટચ દ્વારા કોન્ટેક્ટ્સના સ્ટેટસ પ્રીવ્યૂ કરવા જેવા ફીચર્સ આપી રહ્યું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Whatsappએ આ નવા ફીચર્સ હાલ માત્ર iphone યૂઝર્ય સામે રૉલ-આઉટ કર્યા છે. એપલ સ્ટોર પર Whatsappનું લેટેસ્ટ વર્ઝન 2.19.10 ઉપલબ્ધ છે અને યૂઝર્સ પોતાનું Whatsapp અપડેટ કર્યા બાદ આ નવા ફીચર્સનો ઉપયોગ કરી શકે છે.

ફોટો અને વીડિયોમાં સ્ટિકર્સ એડ કરવા

અપડેટ કરતા જ Whatsapp પોતાના ios યૂઝર્સને કોઈ કોન્ટેક્ટને ફોટો કે વીડિયો મોકલતા પહેલા સ્ટીકર્સ એડ કરવાનું ફીચર આપી રહ્યું છે. આ સ્ટિકર ટેબ ઈમોજી ટેબની બાજુમાં આપવામાં આવ્યું છે. અને યૂઝર્સ તેના પર ટેપ કરી પોતાના વીડિયો અને ફોટોમાં સ્ટિકર્સ એડ કરી શકે છે. જોકે આ ફીચર હજી એન્ડ્રોઈડ યૂઝર્સ માટે નથી પરંતુ ખૂબ જલ્દી તેમના માટે પણ આ ફીચર ઉપલબ્ધ થઈ જશે.

સ્ટેટસ પ્રીવ્યૂ માટે 3D ટચ

આ ફીચર માર્કેટમાં જોવા મળતા તમામ આઈફોન્સ પર નથી આપવામાં આવતું. જોકે આ ફીચર 2015માં જ લોન્ચ કરી દેવાયું હતું પરંતુ અમુક કારણોસર તમામ યૂઝર્સ સુધી નહોતું પહોંચી શક્યું. આ ફીચરને વાપરવા માટે યૂઝર્સે કોન્ટેક્ટ દ્વારા અપલોડ કરાયેલી સ્ટોરીને પ્રેસ કરી રાખવાનું રહે છે. તેમ કરવાથી જ જે તે કોન્ટેક્ટે અપલોડ કરેલી સ્ટોરી પ્લે થઈ જશે.

આ પણ વાંચો: હવે પોલીસની નથી જરૂર, માત્ર 5 મિનિટમાં 6 સ્ટેપ્સ ફૉલો કરી શોધી નાખો તમારો ખોવાઈ કે ચોરી થઈ ગયેલો સ્માર્ટફોન

પ્રાઈવેટ રિપ્લાય ફીચર

અપડેટ બાદ Whatsapp આઈઓએસ યૂઝર્સને ગ્રુપ ચેટ દરમિયાન પ્રાઈવેટ રિપ્લાય ફીચર આપી રહ્યું છે. તેનાથી યૂઝર્સ ગ્રુપના કોઈ પણ કોન્ટેક્ટને ગ્રુપ ચેટમાં જ પર્સનલ મેસેજ મોકલી શકશે. તેના માટે આઈફોન યૂઝર્સે તે મેસેજ પર થોડો સમય પ્રેસ કરવાનું રહેશે કે જેમને તેઓ પ્રાઈવેટમાં મેસેજ કરવા માગે છે. ત્યારબાદ તેમાંથી પ્રાઈવેટ રિપ્લાયનો વિકલ્પ પસંદ કરો. જોકે આ ફીચર એન્ડ્રોઈડ યૂઝર્સ માટે પહેલેથી જ ઉપલબ્ધ કરાવાયું હતું.

[yop_poll id=520]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:58 am, Tue, 8 January 19

Next Article