cyber Fraud : સાઇબર ફ્રોડથી બચવા આટલી વાતોનું રાખો ધ્યાન, જાણો કઇ રીતે રહેશો સુરક્ષિત

|

Jul 27, 2021 | 3:24 PM

સાઇબર ક્રિમિનલ્સ લોકો પાસેથી પૈસા કઢાવવા માટે નવા નવા પૈંતરા અપનાવે છે. ક્યારે ક્યારે તે તમને કોઇ ઓફર માટેની લાલચ આપે છે અથવા તો તમારા કોમ્પ્યુટરને હેક કરવાના પ્રયાસ કરે છે.

cyber Fraud : સાઇબર ફ્રોડથી બચવા આટલી વાતોનું રાખો ધ્યાન, જાણો કઇ રીતે રહેશો સુરક્ષિત
some tips to help you avoid cyber fraud

Follow us on

સાઇબર ક્રાઇમની (Cyber Crime) એક અલગ જ દુનિયા છે. જેમાં બુલિંગ, ઇમેલ સ્પેમ, ફિશિંગ અને ઓનલાઇન ઠગીથી લઇને આઇડેન્ટીટીની ચોરી, વેબ પર ઇલ્લીગલ અને આપત્તિજનક કન્ટેન્ટ પોસ્ટ કરવા અને ચાઇલ્ડ પોર્નોગ્રાફી અપલોડ કરવા જેવી વસ્તુઓ સામેલ છે.

સાઇબર ક્રિમિનલ્સ (Cyber Criminals) લોકો પાસેથી પૈસા કઢાવવા માટે નવા નવા પૈંતરા અપનાવે છે. ક્યારે ક્યારે તે તમને કોઇ ઓફર માટેની લાલચ આપે છે અથવા તો તમારા કોમ્પ્યુટરને હેક કરવાના પ્રયાસ કરે છે. ક્યારેક તે તમને મૈલેશિયસ લિંક પર ક્લિક કરવા માટે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. જેથી તમે સાઇબર ક્રિમિનલ્સના શિકાર ન બની જાઓ.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

UPI 

યૂનાઇટેડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) ના ઉપયોગથી પૈસાને સરળતાથી મોકલી અથવા તો પ્રાપ્ત કરી શકાય છે. સાઇબર ઠગ લોકોને પૈસા આપવાની લાલચ આપીને રિક્વેસ્ટ મની લિંક મોકલી દે છે. યૂઝર જોવો જ એ લિંક પર ક્લિક કરે છે કે તેના એકાઉન્ટમાંથી પૈસા કપાઇ જાય છે. આનાથી બચવા તમાર પર જ્યારે કોઇ અનનોન ડેબિટ રિક્વેસ્ટ આવે તો તરત જ તેને બ્લોક કરી દો. અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલી પેમેન્ટ લિંક પર ક્લિક કરવાથી બચો.

 

QR કોડ મોકલીને ઠગાઇ

આવા ફ્રોડ લોકો ક્યૂઆર કોડ એટલે કે ક્વિક રિસ્પોન્સ કોડ દ્વારા લોકોને લૂંટવાનું કામ કરે છે. આ માટે મોબાઇલ પર એક ક્યૂઆર કોડ મોકલવામાં આવે છે. જ્યારે વ્યક્તિ આ ક્યૂઆર કોડ પર ક્લિક કરે છે તો ઠગ તેમના મોબાઇલ ફોનના કોડને સ્કેન કરીને તેના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા કાઢી શકે છે.

 

વોટ્સએપ કોલના ઉપયોગથી ઠગાઇ

જો વોટ્સએપ પર કોઇ અજાણ વ્યક્તિ તમને ફોન કરે છે તો સમજી લો કે આ કોલર તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. કેટલાક લોકોએ જણાવ્યુ કે, તેમના પર નવા નંબર પરથી વીડિયો કોલ આવે છે અને જ્યારે પણ યૂઝર આ કોલ રિસીવ કરે છે તો સ્ક્રિન પર એક ન્યૂડ છોકરીનો વીડિયો દેખાય છે અને પછી કોલ કટ થઇ જાય છે. ફોન કટ થયા બાદ ક્રિમિનલ્સ આ વીડિયો કોલના સ્ક્રિન શોટ તમને મોકલીને બ્લેક મેઇલ કરે છે.

 

બેન્કિંગ સંબંધિત ઠગાઇ

આ સ્ટ્રેટજીમાં ઠગ લોકો યૂઝર્સને કોલ કરે છે અને તેમની બેન્કિંગ ડિટેઇલ્સ મેળવવાના પ્રયત્નો કરે છે. મોટેભાગે આવા કોલ કરનાર યૂઝરને પોતે બેન્કના કસ્ટમર કેરમાંથી બોલતા હોવાનું કહીને ડીટેઇલ મેળવી લે છે.

 

સાઇબર ક્રાઇમથી બચવા માટે આ વાતનું રાખો ધ્યાન

સોશિયલ મીડિયા પર જો કોઇ અજાણ એડ્રેસ પરથી ઇમેલ, એસએમએસ આવે તો મેસેજમાં આવેલા એટેચમેન્ટ પર ક્લિક ન કરો.

અલગ અલગ સાઇટ્સ પર તમારા પાસવર્ડને સેવ ન કરો સાથે જ પાસવર્ડને નિયમીત રૂપથી બદલતા રહો. પાસવર્ડ હંમેશા એવા રાખો જેને ક્રેક કરવુ મુશ્કેલ હોય.

તમારા પર કોઇનો કોલ આવે અને તમારી બેન્ક ડિટેલ્સ માંગે તો ક્યારે પણ શેયર કરવી નહીં.

Next Article