Agnipath Scheme Protest: સરકારની કડક કાર્યવાહી, 35 WhatsApp Group કર્યા બેન, હંગામાના માસ્ટર માઈન્ડની ધરપકડ

|

Jun 20, 2022 | 9:11 AM

અગ્નિપથ યોજના(Agnipath Scheme) સામે હંગામો ફેલાવવા માટે લગભગ 35 WhatsApp ગ્રુપ જવાબદાર છે. આ વોટ્સએપ ગ્રૂપનો ઉપયોગ સમગ્ર દેશમાં અગ્નિપથ યોજના વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવવા માટે કરવામાં આવ્યો હતો.

Agnipath Scheme Protest: સરકારની કડક કાર્યવાહી, 35 WhatsApp Group કર્યા બેન, હંગામાના માસ્ટર માઈન્ડની ધરપકડ
WhatsApp
Image Credit source: File Photo

Follow us on

દેશભરમાં અગ્નિપથ યોજના(Agnipath Scheme)સામે ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં અગ્નિપથ યોજનાના વિરોધ(Agnipath Scheme Protest)માં ઘણી ટ્રેનોને આગ ચાંપી દેવામાં આવી છે. આ સાથે રેલ્વે (Indian Railway)સંપત્તિને મોટા પાયે નુકસાન થયું હતું. અગ્નિપથ યોજના સામે હંગામો ફેલાવવા માટે લગભગ 35 WhatsApp ગ્રુપ જવાબદાર છે. આ વોટ્સએપ ગ્રૂપનો ઉપયોગ સમગ્ર દેશમાં અગ્નિપથ યોજના વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવવા માટે કરવામાં આવ્યો હતો, ત્યારબાદ દેશભરમાં ટ્રેનોમાં આગચંપી કરવાની ઘટનાઓ સામે આવી છે.

આ કેસમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, હંગામાને વેગ આપવાના મામલે કડક કાર્યવાહી કરતા કેન્દ્ર સરકારે આ મામલે જવાબદાર 35 વોટ્સએપ ગ્રુપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે આ હંગામાના 10 માસ્ટરમાઇન્ડની પણ ધરપકડ કરવામાં આવી છે.

સરકારનો અફવા રોકવાનો પ્રયાસ

કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ યોજનામાં અગ્નિવીરોની ભરતી અંગે ફેલાતા ફેક ન્યૂઝને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં, ત્રણેય સેવાઓ દ્વારા આ મામલે સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે, જેથી કરીને અગ્નિપથ વિરુદ્ધ ફેલાવવામાં આવતા ફેક ન્યૂઝને રોકી શકાય.

સેનાએ આ મામલે સ્પષ્ટતા કરી છે

અગ્નિપથ યોજના વિરુદ્ધ ફેલાવવામાં આવી રહેલા સમાચાર પર, સેનાએ સ્પષ્ટતા કરી કે સેનાની રેજિમેન્ટલ સિસ્ટમમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યા નથી. આ વ્યવસ્થા પહેલાની જેમ જ ચાલુ રાખવામાં આવશે. સેનાએ કહ્યું કે અગ્નિપથ યોજના વર્તમાન અને ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓ સાથે ચર્ચા કર્યા પછી લાગુ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત અગ્નિપથ યોજનાને લઈને દેશમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે ત્રણેય સેનાઓ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં સેનાએ કહ્યું કે યુવાનોમાં જોશ અને જુસ્સા સાથે જાગૃત રહેવું જરૂરી છે. લશ્કરી બાબતોના વિભાગના અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અરુણ પુરીએ જણાવ્યું હતું કે, દર વર્ષે લગભગ 17,600 લોકો ત્રણેય સેવાઓમાંથી અકાળ નિવૃત્તિ લઈ રહ્યા છે. નિવૃત્તિ પછી તેઓ શું કરશે તે વિશે ક્યારેય કોઈએ તેમને પૂછવાનો પ્રયાસ કર્યો નથી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં યોજના સંબંધિત લગભગ તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે. જ્યારે વાયુસેનાએ યોજના પરની તેની નોંધમાં અગ્નિપથને સશસ્ત્ર દળો માટે નવી માનવ સંસાધન વ્યવસ્થાપન યોજના ગણાવી છે.

Next Article