ભારત સરકાર બનાવશે Voice Assistant App, મંગાવ્યા પ્રસ્તાવ

|

Jan 04, 2021 | 6:55 PM

હવે ભારત સરકાર પણ એમેઝોનના Alexa અને Google Assistantની જેમ જ ભારતીય Voice Assistant App લઈને આવી રહી છે, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના ઈ-ગવર્નન્સ વિભાગ ઉમંગ મંચ ઉપર ઉપલબ્ધ કરાવવા યોગ્ય એપ્લિકેશનના નિર્માણ માટે પ્રસ્તાવો મંગાવ્યા છે.

ભારત સરકાર બનાવશે Voice Assistant App, મંગાવ્યા પ્રસ્તાવ

Follow us on

હવે ભારત સરકાર પણ એમેઝોનના Alexa અને Google Assistantની જેમ જ ભારતીય Voice Assistant App લઈને આવી રહી છે, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના ઈ-ગવર્નન્સ વિભાગ ઉમંગ મંચ ઉપર ઉપલબ્ધ કરાવવા યોગ્ય એપ્લિકેશનના નિર્માણ માટે પ્રસ્તાવો મંગાવ્યા છે. દેશના તમામ નાગરિકો સુધી સરકારની ઈ-ગવર્નન્સ સેવાઓ પહોંચાડવા માટે આ યોજના બનાવવામાં આવી રહી છે. કુત્રિમ બુદ્ધિમત્તા (Artificial Intelligence) પર આધારિત આ સંવાદી મંચ પર કેટલીક ભાષાઓમાં જનતા સાથે વાત ચીત કરવા, ભાવનાઓ અને ઈરાદાઓનું વિશ્લેષણ કરવા તેમજ યૂઝર્સના અનુભવોનો ડેટા ભેગા કરી તેના વિશ્લેષણ કરવા માટે આ Voice Assistant Appનો ઉપયોગ કરવામાં આવશે.

 

આ વોઈસ આસિસ્ટન્ટ ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ હશે, જેથી ભારતના સ્થાનિક ભાષાના યૂઝર્સ તેની સાથે કનેક્ટ થઈ શકશે . આ પ્લેટફોર્મને લઈ વપરાશકર્તાઓની વાતોને સમજવાની, તેમને યોગ્ય જવાબો અથવા પ્રતિસાદ આપવાની અને ડેટા વિશ્લેષણ સાથે વ્યક્તિગત અનુભવ આપવાની અપેક્ષા છે. આ નવી યોજનાને ભારત સરકાર દ્વારા નાગરિકોને અપાયેલી અસંખ્ય સુવિધાઓ માટેની ઉમંગ પ્લેટફોર્મનો ભાગ બનાવવામાં આવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

પ્રાપ્ત માહિતી અનુસાર, ‘પ્લેટફોર્મમાં સામાન્ય કાર્યોને લઈ મદદ માટે એક વિકલ્પ પ્રદાન હશે. માત્ર સરકારની સેવાઓ જ નહીં પણ ઉમંગ પ્લેટફોર્મ પર મળતી સેવાઓ જેવી કે રજિસ્ટ્રેશન, લૉગિન, રીસેટ પાસવર્ડ, ઈવેન્ટ્સ જેવી માહિતી પણ તેને આપવાની રહેશે. સરકાર ઈચ્છે છે કે ચેટબોટ ભાષણને ટેક્સ્ટમાં અને ટેક્સ્ટને ભાષણમાં ફેરવવાનું પણ કામ કરશે.

 

આ પણ વાંચો: બેન્કિંગ ક્ષેત્રે નોકરીની તકો, 1થી 9 લાખ સુધીનો મળશે પગાર

Next Article