સોશિયલ મીડિયા પર બેફામ પોસ્ટ કરનાર ચેતજો ! સરકારે Facebook, Instagram અને X ને આપી ચેતવણી, જાણો શું હતું કારણ

|

Dec 26, 2023 | 11:29 PM

સરકાર સોશિયલ મીડિયા પર ઝડપથી વધી રહેલા ડીપફેક વીડિયોમાં સત્ય અને અસત્ય વચ્ચેના અંતરને લઈને ચિંતિત છે. હવે કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે એક એડવાઈઝરી જાહેર કરીને ડીપફેક્સ પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું છે.

સોશિયલ મીડિયા પર બેફામ પોસ્ટ કરનાર ચેતજો ! સરકારે Facebook, Instagram અને X ને આપી ચેતવણી, જાણો શું હતું કારણ

Follow us on

સરકાર સોશિયલ મીડિયા પર ઝડપથી વધી રહેલા ડીપફેક વીડિયો વચ્ચે સત્ય શું છે અને ફેક શું છે તેની વચ્ચેના અંતરને લઈને ચિંતિત છે. હવે કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે એક એડવાઈઝરી જારી કરીને ડીપફેક્સ પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું છે.

સરકારે મંગળવારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને X જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને એડવાઈઝરી જાહેર કરીને કહ્યું કે તેઓએ હાલના IT નિયમો હેઠળ ડીપફેક વીડિયો સામે પગલાં લેવા જોઈએ. આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો પ્લેટફોર્મ સમયસર આવા ફેક વીડિયોને રોકવા અને દૂર નહીં કરે તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 05-12-2024
Carrot Juice : વિટામીન A થી છે ભરપૂર, ગાજરનું જ્યૂસ તમારી વધારશે સ્ટેમિના
Vastu Tips : બાથરુમનો દરવાજો ખુલ્લો રાખવો જોઈએ કે નહીં ?
આજનું રાશિફળ તારીખ : 04-12-2024
લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા

શું છે ડીપફેક વીડિયો ?

ડીપફેક વીડિયોમાં ખાસ ટેક્નોલોજીની મદદથી વીડિયોમાં દેખાતા વ્યક્તિનો ચહેરો બીજાના ચહેરા સાથે બદલવામાં આવે છે. આ રીતે કોઈ સેલિબ્રિટી અથવા લોકપ્રિય ચહેરાને કંઈક એવું કરતા બતાવી શકાય છે જે તેણે ક્યારેય કર્યું નથી. ડીપફેક ટેક્નોલોજી તમને કોઈ હુમલો કે ચોરી કરતી વીડિયોમાં પણ બતાવી શકે છે. ડીપફેકના કારણે કોઈપણ ઘટનાના પુરાવા તરીકે ગણવામાં આવતા વીડિયોની વિશ્વસનીયતા પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

સરકારે એડવાઈઝરીમાં શું કહ્યું?

સરકારે પ્લેટફોર્મને જણાવ્યું છે કે વર્તમાન IT નિયમોના કયા ભાગમાં આવી સામગ્રીને રોકવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. IT નિયમોનો નિયમ 3(1)(b) કોઈપણના અધિકારોનું ઉલ્લંઘન કરતી કોઈપણ સામગ્રીને રોકવા માટે સૂચનાઓ આપવાનો છે. ખાનગી, અશ્લીલ કે ગેરકાયદેસર કન્ટેન્ટને રોકવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત, આવી સામગ્રીને પણ બંધ કરવી જોઈએ જે વપરાશકર્તાઓને ગેરમાર્ગે દોરે છે અને વ્યક્તિની ઓળખનો ઉપયોગ કરીને ખોટાને હકીકત તરીકે રજૂ કરે છે.

Published On - 11:25 pm, Tue, 26 December 23

Next Article