મળી ગયો WHATSAPP નો વિકલ્પ, આવી રહી છે સ્વદેશી Sandes App, ટ્રાયલ શરૂ કરાયું

|

Feb 13, 2021 | 7:47 AM

વોટ્સએપ (WhatsApp) ની દાદાગીરી હવે ચાલશે નહીં. પ્રાઇવેસી પોલીસીના કારણે વિવાદોનો સામનો કરી રહેલા વ્હોટ્સએપને હવે સમસ્યાનો હલ મળી ગયો છે. સંપૂર્ણ સ્વદેશી એપ્લિકેશન Sandes App જે ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે તેને વોટ્સએપનું દેશી વર્ઝન પણ કહેવામાં આવી રહ્યું છે.

મળી ગયો WHATSAPP નો વિકલ્પ, આવી રહી છે સ્વદેશી Sandes App, ટ્રાયલ શરૂ કરાયું
Sandes App

Follow us on

વોટ્સએપ (WhatsApp) ની દાદાગીરી હવે ચાલશે નહીં. પ્રાઇવેસી પોલીસીના કારણે વિવાદોનો સામનો કરી રહેલા વ્હોટ્સએપને હવે સમસ્યાનો હલ મળી ગયો છે. સંપૂર્ણ સ્વદેશી એપ્લિકેશન Sandes App જે ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે તેને વોટ્સએપનું દેશી વર્ઝન પણ કહેવામાં આવી રહ્યું છે. સારી વાત એ છે કે આ એપનો ઉપયોગ પણ શરૂ કરવામાં આવ્યો છે. હાલ માત્ર સરકારી અધિકારીઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે સામાન્ય લોકોને ઉપયોગની પરવાનગી નથી.

સરકારી અધિકારીઓએ વોટ્સએપનું દેશી વર્ઝન Sandes Appનો ઉપયોગ શરૂ કરી દીધો છે. ગયા વર્ષે ભારત સરકારે જાહેરાત કરી હતી કે તે વોટ્સએપ જેવા ચેટ ફીચર પર કામ કરી રહી છે. ચેટ સુવિધા Sandes App માં હવે સંપૂર્ણ તૈયાર થઈ ગઈ છે. મંત્રાલયના કેટલાક અધિકારીઓએ આ એપનો ઉપયોગ શરૂ કર્યો છે. સરકારી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સિસ્ટમ એક ખૂબ જ સરળ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે. ગયા વર્ષે જ્યારે સરકારે તેની ઘોષણા કરી હતી ત્યારે લોકોએ વિચાર્યું હતું કે તેનું નામ GIMS હશે, પરંતુ છેવટે હવે તેનું મૂળ નામ મળ્યું છે.

એક ન્યુઝ રિપોર્ટ અનુસાર, જ્યારે તમે gims.gov.in પર જાઓ છો, ત્યારે તમને આ એપ વિશે માહિતી મળશે. અહીં તમને એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે login કેવી રીતે કરી શકો છો. તમે તેને કોઈપણ વિકલ્પ પર ટેપ કરીને વાંચી શકો છો. હાલમાં ઓથેન્ટિકેશન ફક્ત સરકારી અધિકારીઓ માટે જ છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024

સામાન્ય લોકો માટે બાદમાં રોલઆઉટ કરવામાં આવશે
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હાલમાં વોટ્સએપનું દેશી વર્ઝન ફક્ત સરકારી અધિકારીઓ માટે જ છે. આ સ્થિતિમાં જ્યારે તે સામાન્ય લોકો માટે રોલ કરવામાં આવશે એ સ્પષ્ટ નથી. એપ હાલમાં જાણીતી નથી પરંતુ તે ટૂંક સમયમાં પોપ્યુલર થઈ શકે છે.

Sandes એપ્લિકેશન iOS અને Android બંને પ્લેટફોર્મ પર કામ કરે છે. તે વોઇસ અને ડેટાને સપોર્ટ કરે છે. આ એક આધુનિક ચેટિંગ એપ્લિકેશન છે. આ એપ્લિકેશનનું બેકએન્ડ આઇટી મંત્રાલય હેઠળ આવતા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા સંચાલિત છે. Sandesએપનું ટાઇમિંગ ખૂબ સરસ હોઈ શકે છે કારણ કે એક રીતે જ્યાં વ્હોટ્સએપ પહેલાથી તેની ગોપનીયતા નીતિથી મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે તો પછી લોકો અન્ય એપ્લિકેશનો પણ શોધી રહ્યા છે.

Next Article