મહિલાઓ સાથે ભેદભાવ કરવુ Google ને ભારે પડયુ, ચૂકવવી પડશે ભારે ભરખમ રકમ, દંડની રકમના આંકડા માટે કદાચ ગૂગલ કરવુ પડી શકે !

|

Jun 14, 2022 | 5:08 PM

થોડા સમય પહેલા ગૂગલ (Google) પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે પોતાના મહિલા સ્ટાફને પુરુષ સ્ટાફ કરતા ઓછો પગાર આપે છે. આ મામલે કોર્ટમાં આ આરોપો સાચા સાબિત થયા છે અને દંડ સ્વરુપે એક ભારે ભરખમ રકમ ચુકવવવાનો આદેશ કર્યો છે.

મહિલાઓ સાથે ભેદભાવ કરવુ Google ને ભારે પડયુ, ચૂકવવી પડશે ભારે ભરખમ રકમ, દંડની રકમના આંકડા માટે કદાચ ગૂગલ કરવુ પડી શકે !
Google
Image Credit source: pro builder

Follow us on

ગૂગલ (Google) વિશે આજે કોણ નથી જાણતુ. આજે દુનિયામાં કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ , કોઈ પણ માણસને કઈ પણ જાણવુ હોય તો તે ગૂગલની મદદ લેતા હોય છે. બાળકો થી લઈને વૃદ્ધ સુધી તમામ લોકો પોતાના સવાલોના જવાબ મેળવવા ગૂગલનો સાહારો લેતા હોય છે. આ જ ગૂગલ હાલ વિવાદોમાં છે. ગૂગલ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે પોતાના મહિલા સ્ટાફને પુરુષ સ્ટાફ કરતા ઓછો પગાર આપે છે. ગૂગલ પર જાતીય ભેદભાવનો (Gender Discrinimation) આરોપ લાગ્યો હતો. સર્ચ દિગ્ગજ ગૂગલ પર 15500 મહિલા કર્મચારીઓ સાથે જાતીય ભેદભાવ કરવાનો આરોપ હતો, જે સાચો સાબિત થતાં કંપનીને $118 એટલે કે લગભગ 1 હજાર કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે ગૂગલ કંપનીને એક સ્વતંત્ર લેબલ અર્થશાસ્ત્રીની નિમણૂક કરવા કહ્યું છે, જે ગૂગલ કંપનીની હાયરિંગ પ્રોસેસનો અભ્યાસ કરશે અને ઇક્વિટી ચૂકવશે.

તમને જણાવી દઈએ કે ગૂગલ સામે જાતીય ભેદભાવનો આ પહેલો કેસ નથી. ગૂગલ કંપનીએ ગયા વર્ષે ઓછા પગારવાળી મહિલા એન્જિનિયરની ફરિયાદ પર $2.5 મિલિયન એટલે કે આશરે રૂ. 2 કરોડ આપીને સમાધાન કરવું પડ્યું હતું. કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફેર એમ્પ્લોયમેન્ટ એન્ડ હાઉસિંગ (DFEH) પણ ગૂગલ કંપની દ્વારા મહિલા કર્મચારીઓ સામે થતી ઉત્પીડન અને ભેદભાવની તપાસ કરી રહી છે.

શું છે સમગ્ર મામલો ?

બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2017માં 3 મહિલાઓએ ગૂગલ વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમને પુરૂષો કરતાં ઓછો પગાર આપવામાં આવી રહ્યો છે, જે કેલિફોર્નિયાના સમાન પગાર કાયદાનું ઉલ્લંઘન છે. પુરુષ સ્ટાફના પગાર અને મહિલા સ્ટાફના પગાર વચ્ચેનો તફાવત $17,000 એટલે કે રૂ. 13.3 લાખ સુધીનો હતો. તેમને પુરુષો કરતા નીચા રાખવાનો પ્રયાસ કરવામાં આવતો હતો, જેના કારણે તેમને પુરૂષો સ્ટાફ કરતા ઓછો પગાર અને બોનસ મળે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ મહિનામાં થશે સમાધાન

ગૂગલ પર મહિલા ભેદભાવના કેસની સુનાવણી કરી રહેલા જજે કહ્યું કે ગૂગલ અને ફરીયાદી મહિલા કર્મચારી વચ્ચેના સમાધાનને જજ 21 જૂને મંજૂરી આપશે. 5 વર્ષ સુધી ચાલેલા આ ટ્રાયલ બાદ બંને પક્ષો આ સમાધાન માટે તૈયાર થયા છે. ગૂગલે પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે કંપની તેના કર્મચારીઓને પગાર ચૂકવવા, ભરતી કરવા અને સ્તર વધારવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આવા જ કેસ માત્ર ગૂગલ જ નહીં, પરંતુ માઈક્રોસોફ્ટ, ટ્વિટર જેવી ટેક જાયન્ટ્સ સામે પણ દાખલ કરવામાં આવ્યા છે. ગૂગલને મહિલા સ્ટાફ સાથે પગાર બાબતે ભેદભાવ કરવુ ખરેખર ભારે પડયુ, તેને હવે સમાધાન રુપે ભારેભરખમ રકમ ચૂકવવી પડશે.

Next Article