CCI રિપોર્ટ લીક સામે ગૂગલ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યું, જાણો શું છે સમગ્ર મામલો

|

Sep 23, 2021 | 6:49 PM

Googleએ ગુરુવારે દિલ્હી હાઇકોર્ટ સમક્ષ કરેલી અરજીમાં આરોપ લગાવ્યો હતો કે, એન્ડ્રોઈડ સ્માર્ટફોન કરારો અંગે કંપનીની ચાલી રહેલી તપાસના સંદર્ભમાં ભારતીય સ્પર્ધા આયોગ (CCI)ના ડિરેક્ટર જનરલ દ્વારા તૈયાર કરવામાં આવેલ ગુપ્ત વચગાળાના ફેક્ટ ફાઈન્ડિંગ રિપોર્ટ મીડિયામાં લીક થયો છે.

CCI રિપોર્ટ લીક સામે ગૂગલ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યું, જાણો શું છે સમગ્ર મામલો
symbolic picture

Follow us on

Googleએ ગુરુવારે દિલ્હી હાઇકોર્ટ (Delhi High Court) સમક્ષ કરેલી અરજીમાં આરોપ લગાવ્યો હતો કે, એન્ડ્રોઈડ સ્માર્ટફોન કરારો અંગે કંપનીની ચાલી રહેલી તપાસના સંદર્ભમાં ભારતીય સ્પર્ધા આયોગ (CCI)ના ડિરેક્ટર જનરલ દ્વારા તૈયાર કરવામાં આવેલ ગુપ્ત વચગાળાના ફેક્ટ ફાઈન્ડિંગ રિપોર્ટ મીડિયામાં લીક થયો છે.

Googleનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો અને આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાની વિનંતી કરી હતી. 27 સપ્ટેમ્બરના રોજ સુનાવણી માટે કોર્ટ રજિસ્ટ્રી દ્વારા સૂચિબદ્ધ અરજીને તેના ઉલ્લેખ બાદ શુક્રવારે સુનાવણી માટે સૂચિબદ્ધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

Googleએ કહ્યું છે કે, રિપોર્ટ લીક થવો વિશ્વાસનો ભંગ છે. જે તેની સંરક્ષણ ક્ષમતા ઘટાડે છે અને તેને અને તેના ભાગીદારોને નુકસાન પહોંચાડે છે. ગૂગલના પ્રવક્તાએ કહ્યું કે, કંપની “સીસીઆઈની કસ્ટડીમાં” મીડિયા સમક્ષ રિપોર્ટ લીક થયાના કારણે ખૂબ જ નારાજ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “કોઈપણ સરકારી તપાસ માટે ગુપ્ત માહિતીનું રક્ષણ કરવું મૂળભૂત છે અને અમે નિવારણ મેળવવા અને વધુ ગેરકાનૂની જાહેરાતો અટકાવવાના અમારા કાનૂની અધિકારને અનુસરી રહ્યા છીએ. અમે સમગ્ર તપાસ પ્રક્રિયામાં સંપૂર્ણ સહકાર આપ્યો છે અને ગોપનીયતા જાળવી રાખી છે અને અમે તે સંસ્થાઓ પાસેથી સમાન સ્તરની ગુપ્તતાની અપેક્ષા રાખીએ છીએ.”

ગૂગલે એમ પણ કહ્યું કે, ડીજીના પરિણામો સીસીઆઈના અંતિમ નિર્ણયને પ્રતિબિંબિત કરતા નથી અને તપાસ અહેવાલ રજૂ કરવોએ વચગાળાની પ્રક્રિયાગત પગલું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “ગૂગલને હજુ સુધી ડીજીના પરિણામોની સમીક્ષા કરવાની તક મળી નથી.”

જાણો સમગ્ર મામલો

સર્ચ એન્જિન ગૂગલે શનિવારે જણાવ્યું હતું કે ‘એન્ડ્રોઇડ’ સિસ્ટમે વધુ સ્પર્ધા અને નવીનતાને પ્રોત્સાહન આપ્યું છે. મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ પર તેની પ્રબળ સ્થિતિના દુરુપયોગના અહેવાલો વચ્ચે ગૂગલનું નિવેદન આવ્યું છે. અહેવાલો અનુસાર, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI)ની તપાસ શાખાના ડીજીએ તેની તપાસમાં જાણવા મળ્યું છે કે, ગૂગલ વાસ્તવમાં એન્ડ્રોઇડ સંબંધિત આવી પ્રવૃત્તિઓમાં સામેલ છે, જે ધોરણો વિરુદ્ધ છે.

2019ની શરૂઆતમાં સીસીઆઈએ પ્રારંભિક તપાસમાં ધોરણોનું કથિત ઉલ્લંઘન મળ્યા બાદ આ મામલે ગૂગલ સામે વિગતવાર તપાસના આદેશ આપ્યા હતા.

FASTag Online Recharge : જાણો ફાસ્ટેગને ઓનલાઇન રિચાર્જ કરવાની સરળ રીત

જો તમે દેશના કોઈ પણ ભાગમાં ઈન્ટરસિટી મુસાફરી કરી રહ્યા હોવ તો FASTag ફરજિયાત છે. તમને વિવિધ પ્લેટફોર્મ દ્વારા FASTag ઓનલાઇન રિચાર્જ કરવાનો વિકલ્પ મળે છે. અને PhonePe તેમાંથી એક છે. ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મે દેશમાં લાખો વપરાશકર્તાઓ માટે FASTag રિચાર્જની પ્રક્રિયા કરવાનો દાવો કર્યો છે.

એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, સિટી યુનિયન બેંક, ફેડરલ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, આઈડીબીઆઈ બેંક, ઈન્ડસલેન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, પંજાબ નેશનલ બેંક, આરબીએલ અને સ્ટેટ બેંક સહિત તમામ ફાસ્ટટેગ ઈશ્યૂ કરતી બેંકો માટે ફોનપે રિચાર્જ.

આ પણ વાંચો: મક્કમ માતાએ દીકરાને જેલમાં મોકલવા અને પાઠ ભણાવવા સુનાવણી દરમિયાન જામીન અરજી પાછી ખેંચી, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો: CDAC Recruitment 2021: પ્રોજેક્ટ એન્જિનિયર સહિતની જગ્યાઓ માટે બહાર પડી ભરતી, જાણો તમામ વિગતો

Next Article