Google ની આ ખાસ સર્વિસ 24 ફેબ્રુઆરીએ બંધ થઇ જશે, જાણો શું છે કારણ

|

Feb 21, 2021 | 9:35 AM

છેલ્લા 8 વર્ષથી ચાલતી ગૂગલની વિશેષ સેવા આ મહિનામાં બંધ થવાની છે. 24 ફેબ્રુઆરીએ Google Play Music એપ્લિકેશન બંધ થઈ જશે. ત્યારબાદ ગૂગલ આ એપને કોઈ સપોર્ટ નહીં આપે.

Google ની આ ખાસ સર્વિસ 24 ફેબ્રુઆરીએ બંધ થઇ જશે, જાણો શું છે કારણ
Google

Follow us on

છેલ્લા 8 વર્ષથી ચાલતી ગૂગલની વિશેષ સેવા આ મહિનામાં બંધ થવાની છે. 24 ફેબ્રુઆરીએ Google Play Music એપ્લિકેશન બંધ થઈ જશે. ત્યારબાદ ગૂગલ આ એપને કોઈ સપોર્ટ નહીં આપે. આવી સ્થિતિમાં, જો તમે ગૂગલ પ્લે મ્યુઝિક એપ્લિકેશનનો ઉપયોગ કરો છો, તો તમારી પાસે ફક્ત 3 દિવસ બાકી છે. માહિતી અનુસાર ગૂગલ તેની પ્લે મ્યુઝિક એપ્લિકેશનને યુટ્યુબ મ્યુઝિક એપથી રિપ્લેસ કરવા જઈ રહ્યું છે. કંપનીએ ગયા વર્ષે આ જાહેરાત કરી હતી. જો તમે હજી પણ તમારા મનપસંદ ગીતોને ગૂગલ પ્લે મ્યુઝિક એપ્લિકેશન પર સેવ કરી રાખ્યા છે, તો પછી તેને બીજી એપ્લિકેશનમાં ટ્રાન્સફર કરવાનો સમય આવી ગયો છે.

ગૂગલ તેના વપરાશકર્તાઓને તેની Google Play Music એપ્લિકેશનનો ડેટા યુટ્યુબ મ્યુઝિક એપ્લિકેશનમાં ટ્રાન્સફર કરવા માટે પણ ઈમેઈલ કરીને કહી રહ્યું છે. એપ્લિકેશન ડેટામાં યુઝર્સની મ્યુઝીક લાઇબ્રેરી અને ખરીદેલા ગીતો શામેલ છે. એકવાર ડેટા ડિલીટ થઇ ગયા પછી તેને ફરી રીકવર નહીં કરી શકાય.

આ રીતે કરો ડેટા ટ્રાન્સફર
જો તમે તમારા ગૂગલ પ્લે મ્યુઝિકનો ડેટા ટ્રાન્સફર કરવા માંગતા હો, તો તમે મોબાઇલ એપ્લિકેશન અથવા music।google।com પર જઈને મદદ લઇ શકો છો. મોબાઇલ એપ્લિકેશનના ડેટા ટ્રાન્સફર માટે તમને YouTube Music અથવા અન્ય વિકલ્પ મળશે. જો તમે ઇચ્છો છો તો તમે તમારી આખી મ્યુઝિક લાઇબ્રેરીને ડાઉનલોડ કરી શકો છો અથવા ડિલીટ કરી શકો છો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બંધ થવાનું કારણ શું છે
ગૂગલ પ્લે મ્યુઝિક બંધ થવાનું કારણ મ્યુઝિક સેગમેન્ટમાં વધી રહેલી સ્પર્ધા છે. હાલમાં, બજારમાં Spotify,એમેઝોન પ્રાઇમ મ્યુઝિક, wynk એપ જેવી ઘણી મ્યુઝિક એપ્લિકેશન છે.

Next Article