Technology News: ગૂગલ પે એ ભારતીય યુઝર્સને આપી ભેટ, એપમાં આવ્યું Hinglish ફીચર, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

|

Jun 08, 2022 | 8:15 PM

Google Pay: હિન્દી, અંગ્રેજી, હિંગ્લિશ ઉપરાંત, 6 સ્થાનિક ભાષાઓ જેમ કે બંગાળી, ગુજરાતી, કન્નડ, મરાઠી, તમિલ, તેલુગુ ભાષાઓનો Google Payમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હાઇબ્રિડ ભાષાને સમર્થન આપનારી આ Googleની પ્રથમ એપ્લિકેશન છે

Technology News: ગૂગલ પે એ ભારતીય યુઝર્સને આપી ભેટ, એપમાં આવ્યું Hinglish ફીચર, જાણો કેવી રીતે કરશો ઉપયોગ
Google Pay
Image Credit source: File Photo

Follow us on

Google Pay: Google એ તેની ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન GPay માં નવી ભાષા સપોર્ટ એડ કરી છે. UPI-આધારિત GPayમાં હવે Hinglish ઉમેરવામાં આવ્યું છે. આ અંગે, કંપનીએ ગયા વર્ષે હિન્દી (Hindi) અને અંગ્રેજી (English) મિશ્રીત ભાષાના ઉમેરવાની જાહેરાત કરી હતી. જે હવે આને યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવી છે. નવા ફીચર દ્વારા તમે Google Pay પર અંગ્રેજીમાં હિન્દી વાંચી શકશો. યુઝર્સ સરળતાથી એપને નવી ભાષામાં સ્વિચ કરી શકે છે.

આ નવી ભાષાના સમર્થનથી એવા વપરાશકર્તાઓને ફાયદો થશે જેઓ હિન્દી વાંચી શકતા નથી. આ સાથે તે યુઝર્સને પણ ફાયદો થશે, જેમનું અંગ્રેજી નબળું છે. તેનાથી યુઝર્સને પેમેન્ટ કરવાનું સરળ બનશે.

હિંગ્લિશ એ હિન્દી અને અંગ્રેજી ભાષાનું મિશ્રણ છે. ગૂગલની પેમેન્ટ્સ એપ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) પર આધારિત છે. આ સાથે, તે હવે નવ ભાષાઓને સપોર્ટ કરશે. ગૂગલની આ પહેલી એપ છે જે હાઇબ્રિડ ભાષાને સપોર્ટ કરશે. Google Pay વપરાશકર્તાઓ કે જેમણે Android અને iOS પર તેનું નવીનતમ સંસ્કરણ અપડેટ કર્યું છે. વપરાશકર્તાઓ તેમની ભાષા હિંગ્લિશ પર સેટ કરી શકે છે. આમાં હિન્દી, અંગ્રેજી, અંગ્રેજી (યુએસ), હિંગ્લિશ ઉપરાંત ભારતની 6 સ્થાનિક ભાષાઓ ઉમેરવામાં આવી છે. તેમાં બંગાળી, ગુજરાતી, કન્નડ, મરાઠી, તમિલ, તેલુગુ ભાષાઓનો સમાવેશ થાય છે. ગૂગલની આ પહેલી એપ છે જે હાઇબ્રિડ ભાષાને સપોર્ટ કરશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
  1. હિંગ્લિશમાં કેવી રીતે સ્વિચ કરવું તે જાણો
  2. સૌથી પહેલા ગૂગલ પે એપ ખોલવી પડશે.
  3. ટોચ પર તમારા પ્રોફાઇલ પિક્ચર પર ટેપ કરો.
  4. પછી સેટિંગ્સમાં જાઓ
  5. સેટિંગ્સ મેનૂમાં, પર્સનલ માહિતી પર ટેપ કરો
  6. તે પછી ભાષા પર જાઓ
  7. અહીંથી તમે તમારી પસંદગીની ભાષા પસંદ કરી શકો છો

તમને જણાવી દઈએ કે Google Pay એક ખૂબ જ લોકપ્રિય પેમેન્ટ એપ છે. તેની સાથે સ્પર્ધા કરવા માટે, WhatsApp તેના વપરાશકર્તાઓને પેમેન્ટ સેવાનો ઉપયોગ કરવા માટે કેશબેક ઓફર કરી રહ્યું છે.

Next Article