આગામી 12 જૂને યોજાશે PSIની પરીક્ષા, પેપર-1 ગુજરાતી અને પેપર-2 અંગ્રેજી ભાષાની પરીક્ષા લેવાશે

PSIની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આગામી 12 જૂને PSIની પરીક્ષા યોજાનાર છે. 12 જૂન રવિવારે પેપર-1 ગુજરાતી અને પેપર-2 અંગ્રેજી ભાષાની પરીક્ષા લેવામાં આવશે.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

May 12, 2022 | 11:40 PM

PSIની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આગામી 12 જૂને PSIની પરીક્ષા (PSI exam) યોજાનાર છે. 12 જૂન રવિવારે પેપર-1 ગુજરાતી અને પેપર-2 અંગ્રેજી ભાષાની (English language) પરીક્ષા લેવામાં આવશે. જયારે 19 જૂને પેપર-3 સામાન્ય જ્ઞાન અને પેપર-4 કાયદાકીય બાબતનું હશે. PSI ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે પરીક્ષા વિશે માહિતી આપી હતી.

ગુજરાત બોર્ડનું ધો-12 સાયન્સનું પરિણામ જાહેર

ગુજરાત બોર્ડનું 12મા સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. અમરેલીના લાઠીનું સૌથી વધુ 96.12 ટકા પરિણામ. જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 40.16 ટકા પરિણામ  જાહેર થયું છે. જેમાં અમરેલીના લાઠીનું સૌથી વધુ 96.12 ટકા પરિણામ. જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 40.16 ટકા પરિણામ  જાહેર થયું છે. જિલ્લા પ્રમાણે જોઇએ તો સૌથી વધુ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા પરિણામ જાહેર થયું છે જ્યારે સૌથી ઓછુ દાહોદ જિલ્લાનું 40.19 ટકા પરિણામ જાહેર થયું છે. ધોરણ 12મા સાયન્સમાં 196 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. તો 3303 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. આ સાથે 64 શાળાઓમાં 100 ટકા પરિણામ આવ્યું છે. સારા પરિણામથી વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી છે.

માર્ચ-2022માં યોજાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ તેમજ ગુજકેટ એપ્રિલ-2022ની પરીક્ષાનું પરિણામ આજે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે ગાંધીનગર ખાતેથી જાહેર કરવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે, આ વર્ષે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું કુલ 72.02 ટકા પરિણામ જાહેર થયું છે. આ પૈકી વિદ્યાર્થિનીઓનું 72.05 ટકા જયારે વિદ્યાર્થીઓનું 72 ટકા પરિણામ આવ્યું છે. આ પ્રસંગે ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષામાં ઉતિર્ણ થનાર રાજ્યના તમામ વિદ્યાર્થીઓને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવું છું.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati