ગૂગલ મેપ્સમાં આવ્યું છે વોટ્સએપ જેવું આ ફીચર, મુસાફરી દરમિયાન કરો ઉપયોગ
GOOGLE MAPS : કંપનીએ વોટ્સએપની જેમ ગૂગલ મેપ્સમાં એક નવું ફીચર ઉમેર્યું છે. તેની મદદથી તમે મુસાફરી દરમિયાન તમારા મિત્રો અથવા પરિવારના સંપર્કમાં રહી શકો છો.

કંપનીએ WhatsAppની જેમ Google Mapsમાં રિયલ ટાઈમ લોકેશન શેર કરવાનું ફીચર ઉમેર્યું છે. હવે તમારે મિત્રો કે પરિવાર સાથે મુસાફરી કરતી વખતે અન્ય એપ્સ સાથે લાઈવ લોકેશન શેર કરવાની જરૂર નથી. આ કામ તમે Google Maps દ્વારા કોઈપણ સમય સુધી સરળતાથી કરી શકો છો. આમાં તમને લોકેશન શેર કરતી વખતે સમય સેટ કરવાનો વિકલ્પ પણ મળે છે. સમય મર્યાદા પૂરી થયા પછી સ્થાન શેરિંગ આપમેળે પુરૂ થાય છે.
અહીં જાણો કે તમારા નજીકના મિત્રો કે પરિવારના સભ્યો સાથે લાઈવ લોકેશન આ રીતે કરો શેર
- તમારું લાઇવ લોકેશન શેર કરવા માટે, તમારા ફોન પર Google Maps ખોલો અને સ્ક્રીનની ઉપર જમણી બાજુએ દેખાતા પ્રોફાઇલ આઇકન પર ટૅપ કરો.
- હવે, ‘લોકેશન શેરિંગ’ પર ટેપ કરો અને દેખાતી સ્ક્રીન પર ‘શેર લોકેશન’ બટન દબાવો.
- આમ કરવાથી એક નવી વિન્ડો ખુલશે, જ્યાં તમે પસંદ કરી શકો છો કે તમે તમારું સ્થાન અમુક સમયગાળા માટે શેર કરવા માંગો છો કે જ્યાં સુધી તમે તેને બંધ ન કરો નહી ત્યાં સુધી બતાવશે. અહીં તમે અન્ય લોકો સાથે લિંક શેર પણ કરી શકશો.
- જો તમે તમારું લાઇવ લોકેશન શેર કરવાનું બંધ કરવા માંગતા હો, તો મેપ ઓપન કરો, ‘લિંક દ્વારા શેરિંગ વિકલ્પ’ પર ટેપ કરો અને દેખાતા ‘સ્ટોપ’ બટનને દબાવો.
વોટ્સએપ અથવા ટેલિગ્રામથી વિપરીત, જ્યાં યુઝર્સ એપમાં જ તેમનું લોકેશન શેર કરી શકે છે, ગૂગલ મેપ્સ તમને તમારું લોકેશન અન્ય એપ્સને પણ મોકલવા દે છે. વધુમાં ‘લોકેશન હિસ્ટ્રી’ બંધ હોય ત્યારે પણ લાઈવ લોકેશન-શેરિંગ ફીચર કામ કરે છે.
13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઉપલબ્ધ નહીં હોય
કંપની વોટ્સએપમાં પણ આવી જ સુવિધા આપે છે જ્યાં તમે તમારું લાઇવ લોકેશન શેર કરી શકો છો. જો કે, અહીં તમને ફક્ત 8 કલાકનો વિકલ્પ મળે છે. આ પછી શેરિંગ આપમેળે બંધ થઈ જાય છે. પરંતુ ગૂગલ મેપ્સમાં આવું નથી. અહીં તમે ઈચ્છો ત્યાં સુધી લોકો સાથે જોડાયેલા રહી શકો છો.
ગૂગલ મેપ્સ મોટાભાગના એન્ડ્રોઇડ ડિવાઈસ પર પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલું આવે છે અને ઘણા iOS યુઝર્સ માટે પણ સિલેક્શનનો વિકલ્પ છે.
ગૂગલનું કહેવું છે કે આ ફીચર ભારતમાં 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઉપલબ્ધ નહીં હોય. વધુમાં તે Google Workspace ડોમેન એકાઉન્ટ સાથે કામ કરશે નહીં અને Google Maps Go પર ઉપલબ્ધ નથી.
