ગૂગલ મેપ હવે જણાવશે કોરોના સંક્રમિત વિસ્તાર અને કેસોની સંખ્યા, કોવીડ લેયર ફીચર યુઝર કોરોના અંગે અપડેટ અને એલર્ટ આપશે

|

Sep 25, 2020 | 6:56 PM

ગૂગલે તેની નેવિગેશન એપ્લિકેશન Google Map માં કોરોના સંબંધિત જબરદસ્ત અપગ્રેડેશન કર્યું છે. કોરોના સમ્બન્ધિત આ અપડેટ યુઝરને કોરોના સંક્રમણથી બચાવવા મદદરૂપ થવાની આશા સેવાઈ રહી છે. આ ફીચર કોરોના સંક્રમિત વિસ્તાર અને દર્દીઓની સંખ્યા સહિતની માહિતી આપશે. આસપાસના વિસ્તારમાં જોખમ હોવાની માહિતી હશે તો યુઝર સચેત રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે. ‘COVID Layer’ […]

ગૂગલ મેપ હવે જણાવશે કોરોના સંક્રમિત વિસ્તાર અને કેસોની સંખ્યા, કોવીડ લેયર ફીચર યુઝર  કોરોના અંગે અપડેટ અને એલર્ટ આપશે

Follow us on

ગૂગલે તેની નેવિગેશન એપ્લિકેશન Google Map માં કોરોના સંબંધિત જબરદસ્ત અપગ્રેડેશન કર્યું છે. કોરોના સમ્બન્ધિત આ અપડેટ યુઝરને કોરોના સંક્રમણથી બચાવવા મદદરૂપ થવાની આશા સેવાઈ રહી છે. આ ફીચર કોરોના સંક્રમિત વિસ્તાર અને દર્દીઓની સંખ્યા સહિતની માહિતી આપશે. આસપાસના વિસ્તારમાં જોખમ હોવાની માહિતી હશે તો યુઝર સચેત રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે.

‘COVID Layer’ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે. આ ફીચર ખુબ અગત્યનું માનવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમિત વ્યક્તિઓની જાણકારી સાથે આ ફીચર કોરોના વાયરસ સાથે જોડાયેલ તમામ અપડેટ પણ પુરા પાડશે. ગૂગલે તેના ઓફિશિયલ ટ્વીટ મારફતે આ અત્યન્ત ઉપયોગી ફીચરની માહિતી લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

COVID Layer ફીચર એક્ટિવેટ કેવીરીતે કરશો
ગુગલ મેપમાં જમણી બાજુ ટોપ પર લેયર બટન આપવામાં આવ્યું છે. લેયર ક્લિક કરતાં કોવિડ 19 ઈન્ફોનું ઓપ્શન આપવામાં આવ્યું છે. ક્લિક કરતાં મેપ કોરોનાની સ્થિતિ અનુસાર બદલાશે. ફીચર વિસ્તારમાં પ્રતિ 1 લાખ લોકો પર સાત દિવસનાં નવા મામલાઓની સરેરાશ દેખાડશે. ફોક્સ એરિયામાં કેસો વધી રહ્યા છે કે નહીં તે એલર્ટ પણ મળશે. કલર કોડના કારણે યુઝરને માહિતી સમજવામાં ઘણો લાભ થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article