Googleએ સ્ક્રીન શેરિંગને લઇ આપ્યું નવુ ફીચર, જાણો શું છે આ નવા ફીચરમાં

|

Jan 27, 2021 | 1:22 PM

Google પર વીડિયો કોલિંગ દરમિયાન જ્યારે આપણે સ્ક્રીન શેર કરીએ છીએ ત્યારે સ્ક્રીન પર દેખાનારા અને પોપ-અપ નોટિફિકેશન સંતાડી શકાશે

Googleએ સ્ક્રીન શેરિંગને લઇ આપ્યું નવુ ફીચર, જાણો શું છે આ નવા ફીચરમાં

Follow us on

Google પર વીડિયો કોલિંગ દરમિયાન જ્યારે આપણે સ્ક્રીન શેર કરીએ છીએ ત્યારે સ્ક્રીન પર દેખાનારા અને પોપ-અપ નોટિફિકેશન બધાને દેખાતા હોય છે. એવામાં ગૂગલએ પોતોના યૂઝર્સ માટે એક ખાસ ફીચર રજૂ કર્યુ છે જેમાં યૂઝર્સ Google Chrome બ્રાઉઝર પર સ્ક્રીન શેરિંગ દરમિયાન નોટિફિકેશનને સંતાડી શકાશે. સંતાડ્યા બાદ પોપ-અપ નોટિફિકેશન સ્ક્રીન શેયરિંગ દરમિયાન દેખાશે નહી

 

સ્ક્રીન શેયરિંગ દરમિયાન નહી દેખાય પોપ-અપ નોટિફિકેશન google એ પોતાના બ્લોગના માધ્યમથી આ ફીચર વિશે જાણકારી શેયર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે વીડિયો કોલિંગ દરમિયાન Google Chromeમાં દેખાનારી નોટિફિકેશન સ્ક્રીન શેરિંગ દરમિયાન દેખાશે નહી. યૂઝર્સ પોતાની સુવિધાનુસાર સ્ક્રીન શેરિંગમાં દેખાનારા નોટિફિકેશન બંધ કરી શકાશે. એક વાર સ્ક્રીન શેરિંગ પૂર્ણ થયા બાદ બધા નોટિફિકેશન આપના ડેસ્કટૉપ પર દેખાવા લાગશે. કંપનીનું કહેવુ છે કે નવા ફીચર પોપ-અપ નોટિફિકેશનને સંપૂર્ણ રીચે બંધ નહી કરે પરંતુ પર્સનલ મેસેજને હાઇડ કરીને ક્રોમ એ જાણકારી જરુર આપશે કે કોઇ નવું નોટિફિકેશન આવ્યુ છે. આનો અર્થ છે કે સ્ક્રીન શેરિંગ દરમિયાન કોઇ પણ પર્સનલ નોટિફિકેશન નહી જોઇ શકાય.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

 

google એ પોતાના બ્લોગ પર ફીચરની જાણકારી  વીડિયોના માધ્યમથી ખૂબ જ સારી રીતે જણાવી છે. વીડિયોમાં જણાવવામાં આવ્યુ છે કે જ્યારે યૂઝર્સ પોતોના વીડિયો કોલિંગ દરમિયાન પોતાની સ્ક્રીન શેયર કરશે ત્યારે  યૂઝર્સ સામે એક નોટિફિકેશન શો થશે જેમાં જણાવવામાં આવ્યું છે કે નોટિફિકેશનને હાઇડ કરવામાં આવી છે. મેસેજમાં લખ્યું છે કે તમે તમારી સ્ક્રીન શેયર કરો છો એટલે આપના કંટેન્ટને હાઇડ કરવામાં આવ્યું છે.  યૂઝર્સ ઇચ્છે તો નોટિફિકેશન જોવા માટે શો-ઑલના વિકલ્પ પર ક્લિક કરી શકે છે.

Published On - 12:57 pm, Wed, 27 January 21

Next Article