Spring Equinox: Googleએ કંઈક આ રીતે કર્યા વસંતના વધામણા, જુઓ કેવું બનાવ્યું વસંત સ્પેશ્યલ ડૂડલ

|

Mar 20, 2021 | 12:53 PM

Spring Equinox: વસંત ઋતુનું આગમન થઇ ગયું છે. આવી સ્થિતિમાં ગૂગલે વસંતને આવકારવા માટે સ્પેશ્યલ ડૂડલ બનાવ્યું છે. જે લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે.

Spring Equinox: Googleએ કંઈક આ રીતે કર્યા વસંતના વધામણા, જુઓ કેવું બનાવ્યું વસંત સ્પેશ્યલ ડૂડલ
Google Doodle

Follow us on

Spring Equinox : સર્ચ એન્જિન ગૂગલે આ વર્ષે વસંતના આગમનની ઉજવણી માટે એક અદભૂત ડૂડલ બનાવ્યું છે. જી હા ગૂગલે ખાસ રીતનું ક્રિએટીવ બનાવીને વસંતને આવકારી છે. એટલે કે વસંતના વધામણા કર્યા છે. જે લોકોને ખુબ પસંદ પડી રહ્યું છે. આ વસંત ઋતુની ઉજવણીમાં ગૂગલે આ ડૂડલમાં પ્રકૃતિના ખુબ સુંદર વાદળી, લીલો, લાલ, નારંગી, પીળો અને ગુલાબી રંગનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત ડૂડલમાં એનિમેટેડ એક પ્રાણી બતાવવામાં આવ્યું છે. જે Hedgehog જેવું એટલે જે જંગલી ઉંદર જેવું લાગે છે. ડૂડલમાં તેની પીઠ પર રંગબેરંગી ફૂલો અને પાંદડાઓ બતાવવામાં આવ્યા છે. આ સાથે જ આ ડૂડલમાં રંગબેરંગી ફૂલો અને મધમાખી પણ ગૂંજન કરતી જોવા મળી રહી છે. 20 માર્ચથી શરૂ થયેલી આ વસંત ઋતુ 21 જૂન સુધી રહેશે. જેને ગૂગલે અનોખી રીતે આવકાર્યું છે.

તમને જણાવી દઇએ કે શનિવારના આજની તારીખે દિવસ અને રાતનો સમય સમય સરખો રહેશે. તેથી આ દિવસને સ્પ્રિંગ ઇક્વિનોક્સ (Spring Equinox) પણ કહેવામાં આવે છે. આજે દિવસ અને રાતનો સમય વિશ્વમાં દરેક જગ્યાએ લગભગ 12-12 કલાકનો સમાન સમય રહેશે છે. આજના દિવસ સાથે, ઉનાળાની ઋતુનું આગમન શિયાળાની ઋતુનો અંત થશે એવું માનવામાં આવે છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Google Doodle

 

દિવસ અને રાત સમાન સમયના

વસંત ઋતુ એ શિયાળા પછીનો અને ઉનાળાની ઋતુના પહેલાની એક મોસમ છે. આ સીઝનમાં ઉત્તરી ગોળાર્ધમાં રંગીન છોડ અને ફૂલો ખીલે છે. આજે વિશ્વમાં લગભગ દરેક જગ્યાએ દિવસનો સમય અને રાત્રિનો સમય સમાન રહે છે. એટલે કે 12 કલાકનો સમય રહે છે. જોકે ભારતમાં વસંત ઋતુની શરૂઆત વસંત પંચમીના દિવસથી થાય છે, પરંતુ સમગ્ર વિશ્વમાં તેની શરૂઆત આજથી માનવામાં આવે છે.

ડૂડલ બનાવવાનું કામ 1998 માં શરૂ થયું હતું

ગૂગલે વર્ષ 1998 માં તેના ડૂડલ્સ બનાવવાનું શરૂ કર્યું હતું. ગૂગલે પહેલું ડૂડલ બર્નિંગ મેન ફેસ્ટિવલના સન્માનમાં બનાવ્યું હતું. ગૂગલ વિશ્વભરમાં 100 થી વધુ ભાષાઓમાં કામ કરી રહ્યું છે. અને અનેક તહેવારોને આવી અનોખી રીતે ઉજવે છે. ભારતના પણ કેટલાક તહેવારો, મોટી હસ્તીઓના જન્મદિન અને ખાસ દિવસો પર ગૂગલ આવા ક્રિએટીવ ડૂડલ બનાવીને તેમને ખાસ ટ્રીબ્યુટ આપતું રહે છે. આ વખતે તેને વસંતના વધામણા કર્યા છે.

Next Article