વારંવાર કાર ચાર્જ કરવાની સમસ્યાથી મળશે મુક્તિ, બનશે બેટરી સ્ટેશન

|

Dec 30, 2020 | 4:57 PM

બેટરીને ચાર્જ કરવામાં બહુ વાર લાગતી હોવાથી લોકો ઇલેક્ટ્રીકલ વાહનો ખરીદવામાં વધુ ઇન્ટરેસ્ટ નથી લેતા, કોઇ પણ ઇલેક્ટ્રીકલ વાહનોને ચાર્જ કરવામાં લગભગ 3 થી 4 કલાકનો સમય લાગી જતો હોય છે અને લોંગ રૂટ પર થોડી થોડી વારે બેટરી ચાર્જ કરવી પડતી હોય છે તેમજ ભારતમાં આને લઇને કોઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ન હોવાથી ભારતીય લોકો […]

વારંવાર કાર ચાર્જ કરવાની સમસ્યાથી મળશે મુક્તિ, બનશે બેટરી સ્ટેશન

Follow us on

બેટરીને ચાર્જ કરવામાં બહુ વાર લાગતી હોવાથી લોકો ઇલેક્ટ્રીકલ વાહનો ખરીદવામાં વધુ ઇન્ટરેસ્ટ નથી લેતા, કોઇ પણ ઇલેક્ટ્રીકલ વાહનોને ચાર્જ કરવામાં લગભગ 3 થી 4 કલાકનો સમય લાગી જતો હોય છે અને લોંગ રૂટ પર થોડી થોડી વારે બેટરી ચાર્જ કરવી પડતી હોય છે તેમજ ભારતમાં આને લઇને કોઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ન હોવાથી ભારતીય લોકો ઇલેક્ટ્રીકલ વાહનો નથી ખરીદી રહ્યા પરંતુ હવે આ સમસ્યાનુ નિરાકરણ લઇને હિંદુસ્તાન પેટ્રોલિયમ આવી રહ્યુ છે, હિંદુસ્તાન પેટ્રોલિયમ પોતાના કેટલાક પેટ્રોલ પંપ પર બેટરી સ્વેપિંગ સ્ટેશન બનાવશે જેના લીધે બેટરીને ચાર્જ કરવાની સમસ્યા નહી રહે

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

હિંદુસ્તાન પેટ્રોલિયમે ભારતમાં તેના પેટ્રોલ પંપ પર આ સેવા શરૂ કરવા માટે વોલ્ટ અપ બેટરી સ્વેપિંગ સોલ્યુશન્સ સાથે હાથ મિલાવ્યો છે. આ કંપનીની મદદથી પેટ્રોલ પંપ પર બેટરી અદલાબદલ કરવાની સુવિધા શરૂ કરવામાં આવશે, જે ઇલેક્ટ્રિક કારની માંગ વધારવામાં મદદ કરશે અને ઇલેક્ટ્રિક કાર ચલાવવી પણ સરળ બનશે, આ ભાગીદારી હેઠળ જયપુરમાં હિંદુસ્તાન પેટ્રોલિયમના બે પંપ પર બેટરી સ્વેપિંગની સુવિધા શરૂ થશે અને આવતા 6 મહિનામાં દેશના 50 શહેરોમાં આ સુવિધા શરૂ કરવામાં આવશે

Published On - 3:56 pm, Wed, 30 December 20

Next Article