હવેથી તમે જાતે જ WhatsApp પર ચેક કરી શકો છો કે તમે કેટલા લોકોને Block કર્યા છે??

|

May 10, 2022 | 11:42 AM

વોટ્સએપ (WhatsApp) એપના સેટિંગમાં જઈને હવેથી યુઝર્સ પોતે જ ચેક કરી શકે છે, કે તેમણે અત્યાર સુધીમાં કેટલા લોકોને બ્લોક કર્યા છે. તેની સંપૂર્ણ યાદી આસાનીથી જોઈ શકાય છે.

હવેથી તમે જાતે જ WhatsApp પર ચેક કરી શકો છો કે તમે કેટલા લોકોને Block કર્યા છે??
WhatsApp (File Photo)

Follow us on

દુનિયામાં જ નહિ, ભારતમાં (India) પણ આજે લાખો લોકો વોટ્સએપનો (WhatsApp) ઉપયોગ કરે છે. આજે આ પ્લેટફોર્મ પર સરળતાથી ઈન્ટરફેસમાં પણ ઘણી સુવિધાઓ આપવામાં આવી છે. આ ફીચર્સની મદદથી વોટ્સએપ યુઝર્સનું કામ તો સરળ બની ગયું છે, પરંતુ કેટલીકવાર આપણે એવા લોકોને પણ બ્લોક (Block On WhatsApp) કરી દઈએ છીએ, જેઓ આપણને હેરાન કરે છે. જેનો ઓપ્શન પણ તેની અંદર આપવામાં આવ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે, તમે અત્યાર સુધી વોટ્સએપ પર કેટલા લોકોને બ્લોક કર્યા છે ??

તો ચાલો, આજે જાણીએ વોટ્સએપ પરના આ દમદાર ફીચર વિશે…

વોટ્સએપના સેટિંગ્સમાં ઘણા બધા ઓપ્શન આપવામાં આવ્યા છે, જેની અંદર ઘણા ખાસ ફીચર્સ છુપાયેલા છે. વોટ્સએપ યુઝર્સ આ ફીચર્સને સરળતાથી ઓન અને ઓફ કરી શકે છે. આ વિકલ્પોમાંથી એક એવો શાનદાર ઓપ્શન છે, કે જેની મદદથી તમે જાતે જ જોઈ શકો છો કે તમે અત્યાર સુધીમાં કેટલા લોકોને વોટ્સએપ પર બ્લોક કર્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વોટ્સએપ બ્લોક નંબર લિસ્ટ જુઓ

  1. તમારા ફોન પર જઈને આ લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ખોલો. આ પછી, ઉપર જમણી બાજુએ આપેલા 3 ડોટ્સવાળા વિકલ્પ પર ક્લિક કરો.
  2. આ પછી, સેટિંગ્સના વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ તમારે એકાઉન્ટમાં જવું પડશે. એકાઉન્ટ પછી તમારે પ્રાઈવસી ઓપ્શન પર જઈને તેના પર ક્લિક કરવાનું રહેશે.
  3. ત્યારપછી નીચે જાઓ અને ત્યાં Block Contacts ટેબ પર ક્લિક કરો. ત્યારબાદ તમારા દ્વારા બ્લોક કરવામાં આવેલા તમામ નામ અને numbers દેખાશે.

WhatsApp પર કેવી રીતે કોઈને અનબ્લોક કરવું

  1. આ બ્લોક લિસ્ટમાં હાજર કોઈપણ વોટ્સએપ યુઝરને અનબ્લોક કરવું ખૂબ જ સરળ છે. ઉપરોક્ત પ્રક્રિયામાં જઈને, Block Contact પર જાઓ.
  2. ત્યાં Block Contacts ટેબ પર ક્લિક કરો, ત્યારબાદ તમને તેને અનબ્લોક કરવાનો વિકલ્પ સ્ક્રીન પર મળશે.
  3. તેના પર ક્લીક કર્યા બાદ આ યુઝર્સ ફરીથી તમારા વોટ્સએપ પર અનબ્લોક થઇ જાય છે.

Whatsappમાં ઘણી વિશિષ્ટ સુવિધાઓ સામેલ છે

વોટ્સએપના સેટિંગ્સમાં આ એકમાત્ર વિકલ્પ નથી, પરંતુ અન્ય ઘણા વિકલ્પો છે, જેની મદદથી વપરાશકર્તાઓ ખૂબ જ સરળતાથી જાણી શકે છે કે કેટલા લોકો તેનું સ્ટેટસ જોઈ શકે છે.

આ ઉપરાંત, તેઓ એ પણ જોઈ શકે છે કે, તેમના કોન્ટેક્ટ્સમાંથી કેટલા લોકો તેમનું પ્રોફાઇલ પિક્ચર જોઈ શકે છે. એટલું જ નહીં, જો તમે ઇચ્છો તો, વોટ્સએપ યુઝર્સ તેને કસ્ટમાઇઝ પણ કરી શકે છે, અને તેને કેટલાક પસંદ કરેલા લોકોથી છુપાવી શકે છે. તમે આ સેટિંગ્સ કોઈપણ સમયે બદલી પણ શકો છો.

 

Next Article