આ 5 સ્ટેપ ફોલો કરો અને તમારો મોબાઈલ ફોન બની જશે સુરક્ષિત, કોઈપણ નહીં કરી શકે હેક

|

May 13, 2019 | 1:02 PM

મોબાઈલ ફોનની સુરક્ષાને લઈને આજે વિવિધ સવાલો ઉભા થઈ રહ્યાં છે. ખોટી રીતે મોબાઈલ ફોનના ઉપયોગથી લોકોની સાથે છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે. મોબાઈલ ફોન આજકાલ બધાની જરુરિયાત બની ગયો છે. ફોન વિના કોઈપણને ચાલે પણ નથી એટલે કે મોબાઈલ ફોન આપણા જીવનનો એક હિસ્સો બની ગયો છે. TV9 Gujarati Web Stories View more મુકેશ […]

આ 5 સ્ટેપ ફોલો કરો અને તમારો મોબાઈલ ફોન બની જશે સુરક્ષિત, કોઈપણ નહીં કરી શકે હેક

Follow us on

મોબાઈલ ફોનની સુરક્ષાને લઈને આજે વિવિધ સવાલો ઉભા થઈ રહ્યાં છે. ખોટી રીતે મોબાઈલ ફોનના ઉપયોગથી લોકોની સાથે છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે.

મોબાઈલ ફોન આજકાલ બધાની જરુરિયાત બની ગયો છે. ફોન વિના કોઈપણને ચાલે પણ નથી એટલે કે મોબાઈલ ફોન આપણા જીવનનો એક હિસ્સો બની ગયો છે.

TV9 Gujarati

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

જો તમે તમારા મોબાઈલ ફોનને સુરક્ષિત રાખવા માગતા હોય તો તમારે નીચેના સ્ટેપને ફોલો કરવાના છે. આ સામાન્ય સેંટિગથી તમારા ફોનની સુરક્ષા વધી જશે અને તમે કોઈપણ છેતરપિંડીનો ભોગ નહીં બનો.

1. હોમ સ્ક્રીન પર પાસવર્ડ સેટ
હોમ સ્ક્રીન પર પાસવર્ડ સેટ કરવાથી ફોનની સુરક્ષા વધી જાય છે. જો ફોન ખોવાઈ જાય તો પણ તેને સરળતાથી ખોલી શકાતો નથી. અજાણ્યા લોકો આ પાસવર્ડના લીધે ફોનને સીધી રીતે ખોલી શકતા નથી.

2. નેટ સર્ફિંગ સુરક્ષિત કરો
જ્યારે તમે ઈન્ટરનેટનો ઉપયોગ કરો છો કે અન્ય વેબસાઈટ પર જાઓ છો ત્યારે પોપ અપ સાથે એક નવી વેબસાઈટ ખૂલી જાય છે. વિવિધ જાહેરાતો સાથે તમને એક કલીક કરવાનું કહેવામાં આવે છે તો આવું થાય ત્યારે વેબસાઈટને તરત જ બંધ કરી દો અને કોઈપણ સાઈટ પર ક્લિક કરીને એપ ડાઉનલોડ કરવાનું ટાળો.

 

આ પણ વાંચો: અમિત શાહ પશ્ચિમ બંગાળમાં દેખાડશે પોતાનું સિંઘમરુપ, આપી ખુલ્લી ચેલેન્જ કે ‘બંગાળ આવીશ, જય શ્રીરામ બોલીશ, દીદીમાં હિમ્મત હોય તો ધરપકડ કરી લે’

3.વાઈ-ફાઈ નેટર્વક ક્નેક્શન કરો ત્યારે ધ્યાન રાખો


જો તમે બીજાના વાઈફાઈનો ઉપયોગ કરવાના શોખીન હોવ તો તમારે ચેતી જવાની જરુર છે. કારણ કે ક્યારેક આવા વાઈફાઈમાં કનેક્ટ થયા બાદ હેકર્સ તમારો સરળતાથી ચોરી લે છે.

4. ફોનનું બેકઅપ લેવાની ટેવ પાડો
ફોનમાં તમારી અગત્યની વસ્તુઓ અને ડોક્યુમેન્ટ પણ સચવાયેલાં હોય છે. આથી સમયાંતરે અન્ય જગ્યાએ તેનું બેકએપ લેવાની ટેવ રાખો જેના લીધે કોઈપણ ટેકનીકલ પ્રોબ્લેમ થાય અને ડેટાને નુકસાન થાય તો તેમાં નુકસાન ઘટાડી શકાય છે.

5.તમારા મોબાઈલ ફોનનો IMEI નંબર લખીને રાખો
કોઈપણ ફોનની ઓળખ તેના IMEI નંબરના આધારે થાય છે. જો મોબાઈલ ફોન ખોવાઈ જાય તો તેના પોલીસ સરળતાથી આ નંબરના આધારે ટ્રેસ કરીને શોધ શકે છે. આમ આ નંબર મોબાઈલ ફોનના બીલ તેમજ તેની પાછળ પણ હોય છે જો તમે એને નોંધી રાખો તો તમારા ફોનની સુરક્ષા તમે પહેલાં જ વધારી રહ્યાં છો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:02 pm, Mon, 13 May 19

Next Article