ઓનલાઇન ફ્રોડથી બચવા માટે અપનાવો આ ખાસ ટ્રીક, નહીં થાય કોઇ છેતરપિંડી

ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે લોકોને બેંક અને સરકાર તરફથી સતત સૂચનાઓ આપવામાં આવે છે, પરંતુ છેતરપિંડી કરનારાઓ નવી નવી રીતોથી લોકોને છેતરે છે અને લોકો પણ સરળતાથી છેતરપિંડીનો શિકાર બની જાય છે.

ઓનલાઇન ફ્રોડથી બચવા માટે અપનાવો આ ખાસ ટ્રીક, નહીં થાય કોઇ છેતરપિંડી
Online Fraud
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 7:27 PM

આજના યુગમાં મોટાભાગનું કામ ડિજિટલી થઈ રહ્યું છે, પછી તે પેમેન્ટ હોય કે મની ટ્રાન્સફર, (Online Money Transfer) સામાન્ય રીતે આપણે દરેક કામ ઓનલાઈન કરી લઈએ છીએ, પરંતુ જેટલી સરળતાથી ઓનલાઈન કામ થાય છે, એટલી જ સરળતાથી લોકો છેતરપિંડીનો (Online Fraud) શિકાર બની રહ્યા છે. લોકોના છેતરપિંડીનો ભોગ બનવાના કિસ્સાઓ દરરોજ સામે આવે છે. કેટલાક લોકોને સમયસર તેમના પૈસા પાછા મળી જાય છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમની મહેનતની કમાણીથી તેમણે હાથ ધોવો પડે છે.

ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે લોકોને બેંક અને સરકાર તરફથી સતત સૂચનાઓ આપવામાં આવે છે, પરંતુ છેતરપિંડી કરનારાઓ નવી નવી રીતોથી લોકોને છેતરે છે અને લોકો પણ સરળતાથી છેતરપિંડીનો શિકાર બની જાય છે. પરંતુ કેટલીક રીતો છે, જેને અનુસરીને તમે ઓનલાઈન છેતરપિંડીથી બચી શકો છો.

વેરિફાઇ બેજ ચેક કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સૌથી અગત્યનું અને મહત્વનું એ છે કે, કોઈપણ એપ ડાઉનલોડ કરતા પહેલા, હંમેશા તેનો વેરિફાઈડ બેજ ચેક કરો અને ત્યાર પછી જ એપ ડાઉનલોડ કરો. ઘણીવાર આપણે કોઈપણ એપને તપાસ્યા વગર ડાઉનલોડ કરીએ છીએ, જેથી એપ ખોલતાની સાથે જ તમારા ફોનની તમામ અંગત માહિતી તેમના સુધી પહોંચી જાય છે, જેના કારણે ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે. ખાસ કરીને બેંક સંબંધિત કોઈપણ એપ ડાઉનલોડ કરતી વખતે તેની માહિતી લીધા પછી જ તેને ડાઉનલોડ કરો.

પબ્લિક વાઇફાઇના ઉપયોગથી ટ્રાંઝેક્શન ન કરો

દેશના મોટાભાગના સ્થળોએ લોકોને ફ્રી વાઈફાઈની સુવિધા આપવામાં આવી રહી છે. મેટ્રો, રેલ્વે સ્ટેશન, પાર્ક સહિત એવી ઘણી જગ્યાએ ફ્રી વાઈફાઈની સુવિધા હોય છે. ઘણીવાર લોકો ડેટા બચાવવા માટે પબ્લિક વાઇફાઇ દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે છે. આ ફ્રી વાઈફાઈમાં કેટલીક છેતરપિંડી પણ થઈ શકે છે.

ઓટીપી કોઇની સાથે શેર ન કરો

ભલે તે ડિજીટલ પેમેન્ટ હોય કે બેંક સંબંધિત કોઈપણ પેમેન્ટ કરતી વખતે, OTP નંબર તમારા ફોન પર ચોક્કસપણે આવે છે. તે પછી જ તમારો વ્યવહાર પૂર્ણ થશે. તેથી ધ્યાનમાં રાખો કે, તમારો OTP નંબર કોઈની સાથે શેર કરશો નહીં. ઉપરાંત, મોટાભાગના લોકો તેમના OTP નંબર ફોન અને મેસેજ દ્વારા પણ શેર કરે છે. ભૂલથી પણ આવા OTP શેર ન કરો, તેનાથી તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.

અજાણી લિંક પર ક્લિક ન કરો

આજકાલ, સાયબર અપરાધીઓ તમને મેસેજ દ્વારા કેટલીક નકલી લિંક્સ મોકલે છે અથવા તો મફત ભેટ આપવાનું નાટક કરીને તમને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તો ધ્યાનમાં રાખો કે, મેસેજ પરની કોઈપણ લિંક પર ક્લિક ન કરો અને જો તમને બેંકના નામે આવો કોઈ સંદેશ મળે, તો તેની ફરિયાદ ચોક્કસ કરો.

આ પણ વાંચો –

Omicron In Maharashtra: નાગપુરમાં પણ ઓમિક્રોનની દસ્તક, 40 વર્ષનો વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યો

આ પણ વાંચો –

Virat Kohli: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજે કર્યુ આશ્વર્યજનક નિવેદન, કેપ્ટનશિપ છીનવાઇ જવાને વિરાટ કોહલી માટે વરદાન રુપ બતાવ્યુ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">