તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યારે અને કયા કામમાં થયો? જાણો 5 જ મિનીટમાં

|

Jan 18, 2021 | 2:06 PM

આજના યુગમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. તમામ સરકારી યોજનાઓના લાભથી માંડીને બાળકના સ્કૂલ એડમીશન સુધી આની જરૂર પડે છે.

તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યારે અને કયા કામમાં થયો? જાણો 5 જ મિનીટમાં
Aadhar Card

Follow us on

આજના યુગમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. તમામ સરકારી યોજનાઓના લાભથી માંડીને બાળકના સ્કૂલ એડમીશન સુધી આધાર કાર્ડની જરૂર પડે છે. આ સિવાય ઘણી બધી જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડે છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા આપવામાં આવેલ આધાર કાર્ડમાં યુઝરની ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક માહિતી હોય છે.

આ જ કારણસર લોકો હંમેશા આધાર કાર્ડ બનાવવા અને અપડેટ કરવા સમયે ચિંતામાં રહે છે. આધારમાં 12 અંકોનો યુનિક નંબર આપવામાં આવે છે. આધાર કાર્ડનો દુરુપયોગ ન થાય તે માટે અવાર નવાર ઘણા ફેરફારો થતા રહ્યા છે.

મનમાં અનેક પ્રશ્નો
ઘણી વાર આધાર કાર્ડના દુરુપયોગની ઘટનાઓ સામે આવતી રહી છે. જેના કારણે લોકોના મનમાં હમેશા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, કે તેમના આધારકાર્ડનો કોઈ દુરુપયોગ તો નથી કરી રહ્યું. ચાલો તમને એક રીત જણાવી દઈએ જેના થકી આપ પોતાના આધાર કાર્ડના વપરાશ વિષે પૂરી માહિતી મેળવી શકશો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

શું છે પ્રક્રિયા
આધાર કાર્ડની ઓફિસિયલ વેબ સાઈટમાં Aadhaar Authentication History નામનો વિકલ્પ છે. જેની મદદથી આપ પોતાના આધાર કાર્ડનો છેલ્લા 6 મહિનાનો રેકોર્ડ ચેક કરી શકો છો અને આ કરવા માટે નીચેના સ્ટેપ્સ પ્રમાણે જાઓ.

સ્ટેપ્સ
1. સૌથી પહેલા UIDAI ની વેબસાઈટ https://uidai.gov.in પર જાઓ.
2. વેબસાઈટમાં માય આધાર સેકશનમાં જાઓ.
૩. માય આધારમાં ગયા બાદ Aadhaar Authentication History પર ક્લિક કરો.
4. તમારો આધાર નંબર લખો અને Captcha એન્ટર કરો.
5. ત્યાર બાદ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલ OTP એન્ટર કરો. OTP લખ્યા બાદ આગળનો ઓપ્શન આવશે.
6. અને ત્યાર બાદ Data Range ઓપ્શનમાં જાઓ. તમે 6 મહિના સુધીનો ડેટા જોઈ શકશો.

 

આ પણ વાંચો : થાકેલી આંખોને ઇગ્નોર ન કરશો, આ સરળ રીતે આંખોને આપો તરત આરામ

Published On - 2:04 pm, Mon, 18 January 21

Next Article