આતુરતાનો અંત! FAU-Gની રિલીઝ Date સત્તાવાર રીતે થઈ જાહેર

|

Jan 03, 2021 | 6:11 PM

PUBG ગેમ પર પ્રતિબંધ લાગ્યા બાદ ‘મેડ ઈન ઈન્ડિયા’ ગેમ FAU-Gની રાહ લોકો ખૂબ આતૂરતાથી જોઈ રહ્યા હતા, લગભગ 4 મહિના પહેલા જ્યારે આ ગેમની જાહેરાત કરવામાં આવી હતી.

આતુરતાનો અંત! FAU-Gની રિલીઝ Date સત્તાવાર રીતે થઈ જાહેર

Follow us on

PUBG ગેમ પર પ્રતિબંધ લાગ્યા બાદ ‘મેડ ઈન ઈન્ડિયા’ ગેમ FAU-Gની રાહ લોકો ખૂબ આતૂરતાથી જોઈ રહ્યા હતા, લગભગ 4 મહિના પહેલા જ્યારે આ ગેમની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારથી લોકોમાં તેને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, ત્યારે હવે આ ગેમની રિલીઝ ડેટ પરથી પડદો ઉઠી ગયો છે, 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિને FAU-G રિલીઝ થવા જઈ રહી છે.

 

ભારતમાં સપ્ટેમ્બર 2020માં જ્યારે PUBG બેન કરવામાં આવી તે જ મહિનામાં ભારતીય કંપની nCore Gamesએ FAU-Gની જાહેરાત કરી એટલે આ ગેમ ભારતમાં PUBGના વિકલ્પ તરીકે જોવાઈ રહી છે, મોબાઈલ પર બેટલ રોયલ ગેમ રમવા વાળાઓ માટે FAU-G નવી એક્શન ગેમ લઈને આવી રહી છે, કેટલાક મહિનાઓથી આ ગેમ પર કામ ચાલી રહ્યુ હતુ.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

કેટલાક લોકોને એ સવાલ હશે કે FAU-G નામનો મતલબ શું થાય છે તમને જણાવી દઇએ કે આ ગેમનું આખુ નામ છે Fearless and United Guards. nCore Gamesએ ટ્વિટ કરીને રિલીઝની સાથે અન્ય કેટલીક માહિતીઓ પણ જાહેર કરી છે, આ ગેમનો પહેલો એપિસોડ ગલવાન ઘાટી પર આધારિત હશે, આ માધ્યમથી લોકોના મનોરંજનની સાથે વીર સૈનિકોના બલિદાનને પણ યાદ કરી શકાશે.

https://twitter.com/nCore_games/status/1345622556334702593

સાથે જ ભારત સરકાર દ્વારા બેન થયા બાદ PUBG Mobile India નવા રૂપ સાથે 2021માં ફરી ભારતીય માર્કેટમાં આવવા જઈ રહી છે, પરંતુ તેની રિલીઝ ડેટને લઈને હજી કઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, ત્યારે જોવાનું રહેશે કે કઈ ગેમને લોકો વધુ પસંદ કરશે.

Next Article