Facebookએ ક્રિપ્ટોકરન્સી પ્લાન રજૂ કર્યો, Uber સહિત 28 કંપનીઓ હશે પાર્ટનર

તાજેતરમાં જ ફેસબુકે તેમના Calibra ક્રિપ્ટોકરન્સી પ્લાનને વૈશ્વિકી જાહેર કર્યો છે. પ્લાન મુજબ કંપની નવી ડિજિટલ કરન્સી બનાવશે, જેને બિટકોઈનની જેમ જ વૈશ્વિકી ઉપયોગમાં લેવામાં આવશે. ફેસબુકના આ પગલાથી ઈ-કોમર્સ સર્વિસમાં વધારાની સાથે જ જાહેરાતો દ્વારા કમાણીની તકો વધશે.   Web Stories View more અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે […]

Facebookએ ક્રિપ્ટોકરન્સી પ્લાન રજૂ કર્યો, Uber સહિત 28 કંપનીઓ હશે પાર્ટનર
Follow Us:
| Updated on: Jun 19, 2019 | 3:52 AM

તાજેતરમાં જ ફેસબુકે તેમના Calibra ક્રિપ્ટોકરન્સી પ્લાનને વૈશ્વિકી જાહેર કર્યો છે. પ્લાન મુજબ કંપની નવી ડિજિટલ કરન્સી બનાવશે, જેને બિટકોઈનની જેમ જ વૈશ્વિકી ઉપયોગમાં લેવામાં આવશે. ફેસબુકના આ પગલાથી ઈ-કોમર્સ સર્વિસમાં વધારાની સાથે જ જાહેરાતો દ્વારા કમાણીની તકો વધશે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

તેના માટે ફેસબુકે 28 કંપનીઓની સાથે પાર્ટનરશિપ કરી છે. જેમાં પેપાલ, ઉબર,સ્પોટિફાઈ, વીઝા અને માસ્ટરકાર્ડ સામેલ છે. તે સિવાય કંપની ‘ડિજિટલ વોલેટ કાલિબરા’ પ્લાન પર પણ કામ કરી રહી છે. તેના દ્વારા દુનિયાભરમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે સરળ થઈ જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ફેસબુક આ પ્લાનની પ્રાઈવસીને લઈને કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહી છે. કારણ કે ફેસબુકને લઈને પહેલાથી જ ડેટા પ્રાઈવસીનો વિવાદ ચાલી રહ્યો હતો અને હવે કરન્સી બનાવવા જઈ રહી છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે બેન્ક, નેશનલ કરન્સી અને યુઝર્સની પ્રાઈવસી સહિત તમામ વસ્તુઓ પર જોખમ આવી શકે છે. આ મામલે ફેસબુકે કહ્યું કે યુઝર્સની બેન્ક ડિટેલ અને પેમેન્ટથી જોડાયેલી તમામ જાણકારીઓ સુરક્ષિત રાખશે.

કંપની મુજબ ‘ડિજિટલ વોલેટ કાલિબરા’ બ્લોકચેન ટેક્નોલોજી પર કામ કરશે. જેથી લોકો સરળ રીતે પૈસાની લેવડ-દેવડ કરી શકે. આ પ્લાનને લઈને કંપનીના અધિકારી ડેવિડ માર્કેસે જણાવ્યું કે કાલિબરા દ્વારા દુનિયાના અરબો લોકો સુધી ઓપન ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમને પહોંચાડી શકાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

2020 સુધી સામાન્ય લોકો માટે તેને જાહેર કરી દેવામાં આવશે સાથે જ ફેસબુકના બધા જ પ્લેટફોર્મ જેવા કે મેસેન્જર, વોટસએપ અને ઈન્સ્ટાગ્રામથી તેનો ઉપયોગ કરી શકાશે. કંપની મુજબ યુઝર્સના ડેટા સુરક્ષિત રહેશે અનં કંપની ડેટા સિક્યોરિટી માટે વેરિફિકેશન પ્રોસેસની સાથે લાઈવ સપોર્ટ સિસ્ટમ પણ રાખશે. પ્લાન મુજબ એક ખાસ ડિજિટલ વોલેટ એપ બનાવવામાં આવશે. જેમાં ટ્રાન્ઝેકશન ટ્રેક કરવામાં આવી શકે, એપ્લિકેશનથી પૈસા મોકલવા પર કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ક્રિપ્ટોકરન્સી એક પ્રકારનું ડિજિટલ ચલણ છે. જેને ડિજિટલ વોલેટમાં રાખીને ટ્રાન્ઝેકશન કરી શકાય છે. ક્રિપ્ટોકરન્સીનો કોન્સેપ્ટ 2009માં સૌથી પહેલા દુનિયામાં સામે આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતમાં ક્રિપ્ટોકરન્સીને અધિકૃત રીતે ઉપયોગમાં કરવાની પરવાનગી નથી અને તેને રેગ્યુલેટ કરવા માટે પણ કોઈ નિયમ બનાવવામાં આવ્યો નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">