AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Facebook યૂઝર્સને આપી રહ્યું દર મહિને રૂ.1,424, જાણે કેમ અને કેવી રીતે મળી શકે છે તમને પણ આ રકમ

કેમ્બ્રિજ એનાલિટિકા બાદ ફેસબુક સતત પ્રાઈવેસીને લઈને ખબરોમાં છે. અને એક વખત ફરી કંપનીનું નામ પ્રાઈવેસીથી જોડાયેલા એક વિવાદમાં આવ્યું છે. કેટલાક રિપોર્ટસમાં દાવો કરાયો છે કે કંપની 2016થી એક રિસર્ચ પ્રોજેક્ટ માાટે કેટલાક યૂઝર્સને તેમને ડેટા એક્સેસ કરવાના પૈસા આપી રહી હતી. ટેલીક્રંચે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે પૈસાના બદલે ફેસબુકે યૂઝર્સને ‘ફેસબુક રિસર્ચ’ […]

Facebook યૂઝર્સને આપી રહ્યું દર મહિને રૂ.1,424, જાણે કેમ અને કેવી રીતે મળી શકે છે તમને પણ આ રકમ
| Updated on: Jan 31, 2019 | 7:35 AM
Share

કેમ્બ્રિજ એનાલિટિકા બાદ ફેસબુક સતત પ્રાઈવેસીને લઈને ખબરોમાં છે. અને એક વખત ફરી કંપનીનું નામ પ્રાઈવેસીથી જોડાયેલા એક વિવાદમાં આવ્યું છે. કેટલાક રિપોર્ટસમાં દાવો કરાયો છે કે કંપની 2016થી એક રિસર્ચ પ્રોજેક્ટ માાટે કેટલાક યૂઝર્સને તેમને ડેટા એક્સેસ કરવાના પૈસા આપી રહી હતી.

ટેલીક્રંચે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે પૈસાના બદલે ફેસબુકે યૂઝર્સને ‘ફેસબુક રિસર્ચ’ VPN ઈન્સ્ટૉલ કરવાનું કહ્યું જે કંપનીને ફોન તેમજ વેબ એક્ટિવિટીની એક્સેસ આપે છે. રિપોર્ટ પ્રમાણે કંપની તેના માટે દર મહિને 20 ડૉલર આપે છે અને રેફરલ ફીસ પણ આપે છે. કંપની જે યૂઝર્સને પૈસા આપે છે તેમની ઉંમક 13થી 25 વર્ષ વચ્ચેની છે.

ટેકક્રંચે ફેસબુકને કહ્યું કે કંપની યૂસેજ હેબિટ પર ડેટા ભેગો કરવાનો એક રિસર્ચ પ્રોગ્રામ ચલાવી રહી છે અને તેને બંધ કરવાની કોઈ યોજના નથી. ગાર્જિયન મોબાઈલ ફાયરવૉલ સિક્યોરિટી સ્પેશિયાલિસ્ટ વિલ સ્ટ્રાફૈચે ટેકક્રંચને કહ્યું કે પૈસાના બદલે ફેસબુક વેબ સર્ચ, લોકેશન ઈન્ફોર્મેશન, સોશિયલ મીડિયા એપ્સના મેસેજ અને બાકીનો ડેટા ચેક કરવાની એક્સેસ લઈ લે છે.

ફેસબુક દ્વારા પૈસા ચૂકવાય ત્યારબાદ યૂઝર્સે એપ ઈન્સ્ટોલ કરીને VPNને રન કરવા દેવાનું હોય છે. રિપોર્ટ્સ તો એવા પણ છે કે યૂઝર્સે પોતાના એમેઝોન ઓર્ડર પેજનો સ્ક્રિનશોટ લેવાનું પણ કહેવાય છે. સાથે જ આ રીપોર્ટમાં કહેવાયું છે કે આ એપ ફેસબુકના ‘Onavo Protect’ એપ જેવી છે જેને પ્રાઈવેસી નિયમોના ઉલ્લંઘનના કારણે એપલે બૅન કરી દીધી હતી. ત્યારબાદ આ એપને ઓગસ્ટ મહિનામાં હટાવી લેવાઈ હતી.

ટેકક્રંચને ફેસબુકે કહ્યું કે કંપની યૂઝર્સની સ્માર્ટફોન હેબિટ અને વપરાશ સમજવા માટે એક રિસર્ચ પ્રોગ્રામ પર કામ કરી રહ્યું છે. ફેસબુકના એક પ્રવક્તાએ કહ્યું,

“અન્ય કંપનીઓની જેમ અમે પણ રિસર્ચમાં સામેલ થવા લોકોને ઈન્વાઈટ કરીએ છીએ જેમાં અમને એ વસ્તુઓ અને માહિતી જાણવામાં મદદ મળે છે જેનાથી અમે વધુ સારું કામ કરી શકીએ.”

આ રિસર્ચ ફેસબુકને તે સમજવામાં મદદ કરવાના ઉદ્દેશ્યથી છે કે લોકો મોબાઈલનો કેવી રીતે ઉપયોગ કરે છે. ફેસબુકે એમ કહ્યું કે આ જાણકારી અન્ય કોઈની સાથે શેર નથી કરાતી અને લોકો ઈચ્છે ત્યારે આ રિસર્ચમાંથી બહાર નીકળી શકે છે.

[yop_poll id=930]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">