જો તમે નાના વેપારી છો તો Facebook તમારા માટે લાવ્યું છે આ મોટી ભેટ, જૂન સુધી લેવામાં નહીં આવે આ ફી

|

Feb 28, 2021 | 3:28 PM

ફેસબુક દ્વારા જૂન 2021 સુધીમાં 'ચેકઆઉટ ઓન શોપ્સ' ની સુવિધા સાથે નાના વ્યવસાયોના વ્યવહાર માટે ફી માફ કરવાની જાહેરાત કરવામાં આવી.

જો તમે નાના વેપારી છો તો Facebook તમારા માટે લાવ્યું છે આ મોટી ભેટ, જૂન સુધી લેવામાં નહીં આવે આ ફી
Facebook

Follow us on

કોરોના મહામારી બાદ નાના વેપારીઓના પીઠ પર ઘણો બહાર પડ્યો છે. વેપારીઓના બિઝનેસ પર મોટી અસર પડી છે. આ નુકસાનમાંથી ઉભારવા માટે હવે ફેસબુક નાના વેપારીઓના વહારે આવ્યું છે. નુકસાનમાંથી ફાયદા તરફ લઈ જવા ફેસબુકે મોટી જાહેરાત કરી છે. ફેસબુક 2021 સુધીમાં ‘ચેકઆઉટ ઓન શોપ્સ’ (Checkout on Shops) સુવિધા શરૂ કરશે. આ ફિચર સાથે લેણદેણ કરનાર નાના ઉદ્યોગો પાસેથી ફી લેવામાં નહીં આવે. નાના ઉદ્યોગો માટેની ફી માફ કરવાની જાહેરાત કરી છે. ફેસબુક પહેલેથી જ જણાવી ચૂક્યું છે કે ઓછામાં ઓછું ઓગસ્ટ સુધી નાના ઉદ્યોગો દ્વારા ઓનલાઈન કાર્યક્રમો માટે શુલ્ક લેવામાં આવશે નહીં.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, આ મુશ્કેલ સમય છે કારણ કે નાના ઉદ્યોગપતિઓ તેમના જીવનના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. 47 ટકા નાના ઉદ્યોગપતિઓનું કહેવું છે કે આગામી છ મહિના સુધી તેમના માટે ટકી રહેવું મુશ્કેલ છે. કેટલાક કહે છે કે જો પરિસ્થિતિ યથાવત રહેશે તો તે કહેવું મુશ્કેલ રહેશે કે તે કેટલો સમય ઉદ્યોગો ટકી શકે.

આ ઉદ્યોગોમાં ઘણા એવા છે જેના માટે ડિજિટલ માર્કેટિંગ એ જીવનરેખા છે. 17 દેશોના બે તૃતીયાંશ નાના ઉદ્યોગપતિઓએ જણાવ્યું છે કે તેઓ માર્કેટિંગ માટે ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ વધારશે અને 61 ટકા લોકો કહે છે કે મહામારી બાદ ડિજિટલનો ઉપયોગ વધવાની સંભાવના છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

ફેસબુકે કહ્યું કે અમે ‘Good Ideas Deserve To Be Found’ રજૂ કરી રહ્યા છીએ. જે સમજાવશે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જાહેરાતો કેવી રીતે લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો મહત્વપૂર્ણ માર્ગ છે અને આ જાહેરાતો થી બિઝનેસ વધારવામાં કેવી રીતે મદદ થઈ છે. આનાથી નાના ઉદ્યોગોની આજીવિકા સુધરે છે.

ફેસબુકએ ‘એડ મેનેજર’ (Ads Manager) ને વધુ સરળ બનાવવાની પણ જાહેરાત કરી છે, જેથી નાના ઉદ્યોગપતિઓ જાહેરાતની દિશામાં સરળતાથી આગળ વધી શકે અને જાહેરાતના ક્ષેત્રમાં વ્યક્તિગત રીતે તેમનું માર્કેટિંગ મૂલ્ય વધારી શકે.

Published On - 3:25 pm, Sun, 28 February 21

Next Article