કોવિડ -19 રસી માનવોને ચિમ્પાન્ઝીમાં ફેરવી દેવાનો દાવો કરતા 300થી વધુ એકાઉન્ટ્સ પર ફેસબુકે મૂક્યો પ્રતિબંધ

|

Aug 13, 2021 | 7:04 PM

આ કેમ્પેઈનનો ઉદ્દેશ ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ટિકટોક પર પહેલાથી હાજર ઓડિયન્સ સાથે ઈન્ફ્લુએન્સરને જોડવાનો છે અને પોસ્ટ્સનું મૂળ જાહેર કર્યા વગર ખાસ હેશટેગનો ઉપયોગ કરવોનો છે.

કોવિડ -19 રસી માનવોને ચિમ્પાન્ઝીમાં ફેરવી દેવાનો દાવો કરતા 300થી વધુ એકાઉન્ટ્સ પર ફેસબુકે મૂક્યો પ્રતિબંધ
સાંકેતિક તસવીર

Follow us on

ફેસબુકે  ખોટી માહિતી આપતા 300 થી વધુ એકાઉન્ટસ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે એસ્ટ્રાઝેનેકા(AstraZeneca) અને ફાઇઝરથી કોવિડ -19 રસીઓ માનવીને ચિમ્પાન્ઝી(chimpanzees)માં ફેરવી દેશે. આ એકાઉન્ટસ કથિત રૂપે રશિયન ડિસઇન્ફોર્મેશન નેટવર્ક્સ સાથે જોડાયેલા હતા અને મુખ્યત્વે ભારત, લેટિન અમેરિકા અને યુએસના યુઝર્સને ટાર્ગેટ કરતા હતા.

અહેવાલો મુજબ ડિસઇન્ફોર્મેશન નેટવર્કએ શરૂઆતમાં નવેમ્બર અને ડિસેમ્બર 2020 માં મેમ્સ અને કોમેન્ટસ પોસ્ટ કરી હતી, એવો દાવો કર્યો હતો કે એસ્ટ્રાઝેનેકા(AstraZeneca) કોવિડ -19 રસી લોકોને ચિમ્પાન્ઝી(chimpanzees)માં ફેરવશે જે પછી તે ઇનએક્ટીવ થઈ હતી.પાંચ મહિનાના અંતરાલ પછી, મે 2021 માં, તે ફરી સામે આવી અને કથિત રીતે હેક અને લીક થયેલા એસ્ટ્રાઝેનેકા દસ્તાવેજ પોસ્ટ કરીને ફાઇઝર રસીની સલામતી પર પ્રશ્ન ઉઠાવ્યો.

વૈશ્વિક IO થ્રેટ ઇન્ટેલિજન્સ લીડ અને Facebook પર IO થ્રેટ ઇન્ટેલિજન્સ ટીમ રિપોર્ટમાં બેન નિમ્મોએ કહ્યું કે “અમે વિદેશી હસ્તક્ષેપ સામે અમારી નીતિનું ઉલ્લંઘન કરવા બદલ 65 ફેસબુક એકાઉન્ટ્સ અને 243 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સને દૂર કર્યા છે, જે વિદેશી સંસ્થા વતી અયોગ્ય વર્તનનું સંકલન કરે છે.આ નેટવર્ક એક ડઝનથી વધુ પ્લેટફોર્મ અને ફોરમસ્ પર કાર્યરત હતું. પરંતુ પ્રેક્ષકો બનાવવામાં નિષ્ફળ રહ્યું. અમારી તપાસમાં આ કેમ્પેઈન અને ફઝે(Fazze) વચ્ચે સંબંધ સામે આવ્યો છે.ફઝે(Fazze) હવે અમારા પ્લેટફોર્મ પર પ્રતિબંધિત છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

“એસ્ટ્રાઝેનેકાએ ચિમ્પાન્ઝીના જનીનો પર આધારિત રસી બનાવી હતી અને જેના પરીક્ષણો આડઅસરો દર્શાવે છે, તેથી આ રસી પર પ્રતિબંધ મૂકવો જોઈએ, અન્યથા આપણે બધા ચિમ્પાન્ઝી બનીશું,” એક સમાચાર સંસથાએ અફવા ફેલાવતા નેટવર્કની એક પોસ્ટ ટાંકી હતી.ફેસબુકએ જણાવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ દ્વારા “ક્રૂડ અને સ્પામ” એક્ટીવીટી હાથ ધરવામાં આવી હતી જે #AstraZenecakills અને #AstraZenecalies, #stopAstraZeneca જેવા ધણા હેશટેગનો ઉપયોગ કરીને ચાલી રહી હતી.14 ડિસેમ્બર અને 21 ડિસેમ્બરની વચ્ચે, લિંક્સ સાથે ઓપરેશનના ઓફ-પ્લેટફોર્મ લેખો માટે ઓપરેશનના હેશટેગ્સ ધરાવતી લગભગ 10,000 પોસ્ટ્સ બનાવવામાં આવી હતી,

ફેસબુકે નોંધ્યું છે કે આ અભિયાનમાં Reddit, Medium, Change.org અને Medapply.co.uk સહિત અનેક ફોરમ પર ભ્રામક લેખો અને અરજીઓ બનાવવામાં આવી છે.તે પછી આ પ્લેટફોર્મની બહારના કન્ટેન્ટને વિસ્તૃત કરવા ક્રૂડ સ્પામ ટેકટીક્સનો ઉપયોગ કરીને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર નકલી એકાઉન્ટ્સનો ઉપયોગ કર્યો.આ કેમ્પેઈનનો ઉદ્દેશ ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ટિકટોક પર પહેલાથી હાજર ઓડિયન્સ સાથે ઈન્ફ્લુએન્સરને જોડવાનો છે અને પોસ્ટ્સનું મૂળ જાહેર કર્યા વગર ખાસ હેશટેગનો ઉપયોગ કરવોનો છે.

ફેસબુકએ પોતાના અહેવાલમાં જણાવ્યુ હતુ કે “અમારી ટીમો વિશ્વભરમાં ભ્રામક કેમ્પેઈન શોધવા અને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખે છે – પછી ભલે તે વિદેશી હોય કે સ્થાનિક. અમે જાણીએ છીએ કે અમારા અમલીકરણના જવાબમાં પ્રભાવીત કામગીરી વિકસતી રહેશે, અને નવી અફવા ફેલાવતી એક્ટીવીટી બહાર આવશે,”

 

Next Article