ફેસબુક અને એપલ વચ્ચેની ખેંચાખેચીમાં કર્મચારીઓની ચાંદી જ ચાંદી, કંપનીઓ એમ્પ્લોયઝને આપી રહી છે કરોડોનું બોનસ

|

Dec 29, 2021 | 7:57 PM

Appleએ તેના કેટલાક પસંદગીના એન્જિનિયરોને રૂ. 1 કરોડથી વધુનું સ્ટોક બોનસ આપ્યું છે. તેનો હેતુ તેમને Facebook જેવી હરીફ કંપનીઓમાં જતા અટકાવવાનો છે.

ફેસબુક અને એપલ વચ્ચેની ખેંચાખેચીમાં કર્મચારીઓની ચાંદી જ ચાંદી, કંપનીઓ એમ્પ્લોયઝને આપી રહી છે કરોડોનું બોનસ
File Image

Follow us on

વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓમાંથી એક એપલ (Apple) હાલ ટેન્શનમાં છે. ખાસ કરીને ટેક સેક્ટરમાં પ્રતિભાના યુદ્ધમાં. રોગચાળાએ એમેઝોન, ગૂગલ, માઈક્રોસોફ્ટ, ઝૂમ અને નેટફ્લિક્સ જેવા ક્રિપ્ટો જાયન્ટ્સમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી હતી. નવા સ્ટાર્ટઅપ્સને ફંડ આપતા વેન્ચર કેપિટાલિસ્ટ્સમાં પણ તેજી આવી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર એપલે તેના કેટલાક પસંદગીના એન્જિનિયરોને 1 કરોડ રૂપિયાથી વધુનું સ્ટોક બોનસ આપ્યું છે. તેનો હેતુ તેમને Facebook (Meta Platforms Inc.) જેવી હરીફ કંપનીઓમાં જતા અટકાવવાનો છે.

કંપનીએ તેના પસંદ કરેલા કર્મચારીઓને સમય પહેલા બોનસ આપી દીધું છે, જેના કારણે તેઓ ખૂબ જ આશ્ચર્યમાં છે. રકમ $50,000 (રૂ. 37,36,275)થી $1,80,000 (રૂ. 1,34,50,590) સુધીની હતી. સોફ્ટવેર એન્જિનિયરો અને સંબંધિત ટેકનિકલ પ્રોફેશનલ્સને અંદાજે $80,000, $100,000 અથવા $120,000 સ્ટોકમાં મળ્યા છે. યુએસ સ્થિત “સોફ્ટવેર એન્જિનિયર” માટે LinkedIn પર શોધ પ્રકાશન સમયે 2,13,259 સૂચિઓ દર્શાવે છે.

જો એપલના શેરના ભાવમાં સતત વધારો થતો રહેશે તો એન્જિનિયરોના બોનસની રકમ પણ વેલ્યુએશન પ્રમાણે વધશે. કંપની દ્વારા જે કર્મચારીઓને બોનસ આપવામાં આવ્યું છે તેમાં સિલિકોન ડિઝાઈન, હાર્ડવેર, સોફ્ટવેર અને ઓપરેશન ગ્રુપના કર્મચારીઓનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Appleનું ફોકસ તેના પ્રતિભાશાળી કર્મચારીઓને Facebook જેવી હરીફ કંપનીઓમાં જતા અટકાવવાનું છે. સિલિકોન વેલીમાં ઘણી ટેક કંપનીઓ એકબીજાના કર્મચારીઓની ભરતી કરી રહી છે. માર્ક ઝુકરબર્ગની કંપની મેટામાં એપલના લગભગ 100 એન્જિનિયર જોડાયા છે. મતલબ કે ઘણા Apple કર્મચારીઓ મેટામાં જોડાયા છે. આવી સ્થિતિમાં એપલે પોતાના કર્મચારીઓને રોકવા માટે આવો મોટો નિર્ણય લીધો છે.

 

આ પણ વાંચો – Alert! રિલાયન્સ જિયોએ લાખો ગ્રાહકો માટે જાહેર કરી ચેતવણી, E-KYC સ્કેમથી બચવા શેર કરી શેફ્ટી ટિપ્સ

 

આ પણ વાંચો – પ્લેનમાં ઘમાસાણ : પેસેન્જરે માસ્ક ન પહેરતા આ મહિલાનું મગજ ફર્યુ ! લોકોની સામે લગાવી દીધી થપ્પડ, જુઓ VIDEO

આ પણ વાંચો – આ દિવસે જોવા મળશે ‘Liger’ની પહેલી ઝલક, કરણ જોહરે વીડિયો ક્લીપ શેર કરી આપી માહિતી

Next Article