આ દિવસે જોવા મળશે ‘Liger’ની પહેલી ઝલક, કરણ જોહરે વીડિયો ક્લીપ શેર કરી આપી માહિતી

આ દિવસે જોવા મળશે 'Liger'ની પહેલી ઝલક, કરણ જોહરે વીડિયો ક્લીપ શેર કરી આપી માહિતી
Karan Johar to offer the first glimpse of Vijay Deverakonda and Ananya Panday's film on December 31

'Liger'માં વિજય દેવરકોંડાને માર્શલ આર્ટ ફાઈટર તરીકે દર્શાવવામાં આવ્યા છે, ત્યારે સુપ્રસિદ્ધ બોક્સર માઈક ટાયસન ફિલ્મમાં તેના હરીફ તરીકે જોવા મળશે. જેના કારણે આ ફિલ્મ ખૂબ જ ચર્ચામાં છે.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Dec 31, 2021 | 4:40 PM

વિજય દેવરકોંડા (Vijay Deverakonda), માઈક ટાયસન (Mike Tyson) અને અનન્યા પાંડેની (Ananya Panday) બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘Liger’ની રિલીઝ ડેટ તાજેતરમાં જાહેર કરવામાં આવી હતી. ફેન્સ તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ આવતા વર્ષે 22 ઓગસ્ટે રિલીઝ થવાની છે, પરંતુ દર્શકોને ટૂંક સમયમાં આ ફિલ્મની ઝલક જોવા મળશે. આ વિશે માહિતી આપતાં કરણ જોહરે કહ્યું કે ફિલ્મ ‘Liger’ ની પહેલી ઝલક નવા વર્ષ પહેલા 31 ડિસેમ્બર 2021ના રોજ રિલીઝ થશે.

ધર્મા પ્રોડક્શનની એક નાનકડી વીડિયો ક્લિપ શેર કરતાં કરણ જોહરે લખ્યું કે, ‘Liger’ને સામે લાવવાનો સમય આવી ગયો છે. તમારા નવા વર્ષની શરૂઆત ધમાકેદાર અને થોડી પંચ સાથે કરો.

View this post on Instagram

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

આ ફિલ્મ પુરી જગન્નાધ દ્વારા નિર્દેશિત છે અને ધર્મા પ્રોડક્શન હેઠળ કરણ જોહર દ્વારા નિર્મિત છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ હશે. આ પહેલા નિર્માતા કરણ જોહરે આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું હતું અને પ્રશંસકોને આ ફિલ્મની રિલીઝ અને પ્રથમ ઝલક વિશે જાણકારી આપી હતી. હવે કરણ જોહરે ફરીથી દર્શકોને યાદ અપાવ્યું છે કે 31 ડિસેમ્બરે ‘Liger’ની પહેલી ઝલક બતાવવામાં આવશે જે ખૂબ જ ધમાકેદાર હશે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે.

આ ફિલ્મમાં વિજય દેવરકોંડા, માઈક ટાયસન અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અહેવાલો અનુસાર ‘Liger’માં રામ્યા કૃષ્ણન, રોનિત રોય અને મકરંદ દેશપાંડે પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ આ ફિલ્મનું શૂટિંગ યુએસમાં પૂર્ણ થયું છે.

જ્યારે ‘Liger’માં વિજય દેવરકોંડા માર્શલ આર્ટ ફાઈટર તરીકે દર્શાવવામાં આવ્યા છે, ત્યારે સુપ્રસિદ્ધ બોક્સર માઈક ટાયસન ફિલ્મમાં તેના હરીફ તરીકે જોવા મળશે. જેના કારણે આ ફિલ્મ ખૂબ જ ચર્ચામાં છે. તેલુગુ સિનેમામાં અનન્યા પાંડે અને માઈક ટાયસનની આ પહેલી ફિલ્મ છે.

આ પણ વાંચો –

કોરોનાનો કહેર યથાવત : NCP સાંસદ સુપ્રિયા સૂલે થયા કોરોના સંક્રમિત, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કરી અપીલ

આ પણ વાંચો –

Bollywood News : બોલીવૂડની આ પાર્ટીઓ પડશે ભારે ! કરીશ્મા કપૂરની પાર્ટી બાદ અર્જુન કપૂર, અંશુલા કપૂર, રિયા કપૂર કોરોના પોઝિટીવ

આ પણ વાંચો –

NTPC Recruitment 2022: NTPCમાં કેટલાક પદો પર ભરતી, પરીક્ષા વગર જ કરવામાં આવશે પસંદગી, જાણો તમામ વિગતો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati