Earth or Mars : નજારો જોઈને ખુદ અંતરિક્ષ યાત્રી ચોંકી ગયો કે આ પૃથ્વી છે કે મંગળ ?

|

May 26, 2021 | 11:44 PM

યુરોપિયન અવકાશ એજન્સી અંતરિક્ષયાત્રી થોમસ પેસ્કવેટે સ્પેસ સ્ટેશન પરથી પૃથ્વીની તસવીર લીધી. જે એક દમ લાલ ગ્રહ જેવી લાગી રહી હતી.

Earth or Mars : નજારો જોઈને ખુદ અંતરિક્ષ યાત્રી ચોંકી ગયો કે આ પૃથ્વી છે કે મંગળ ?
Earth or Mars : નજારો જોઈને ખુદ અંતરિક્ષ યાત્રી ચોંકી ગયો કે આ પૃથ્વી છે કે મંગળ ?

Follow us on

પૃથ્વી ગ્રહની એક તસવીર તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે જેણે માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ તેણે તેને કેપ્ચર કરનાર અવકાશયાત્રીને પણ ચોંકાવી દીધા હતા. યુરોપિયન અવકાશ એજન્સી અંતરિક્ષયાત્રી થોમસ પેસ્કવેટ (Thomas Pesquet) ISS (International Space Station)થી બ્લૂ પ્લાનેટ (પૃથ્વી ગ્રહની) તસવીર ખેંચી હતી.

જ્યારે ESA (European Space Agency) અંતરિક્ષયાત્રી ISS (International Space Station)થી બારી માથી બહાર જોયું, ત્યારે તે મંગળ અને પૃથ્વી વચ્ચેનો તફાવત પારખી શકયા ન હતા. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરતી વખતે તેણે લખ્યું કે, “કોઈ વાદળ નજરમાં નથી આવતા અને ક્ષિતિજ સુધી લાલ રંગ દેખાય છે.” તસવીર જોઈને આશ્ચર્યચકિત થયો છું, આના પર લોકો તરહ તરહની કમેંટ કરીને પોતાના અભિપ્રાય આપી રહ્યા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

પેસ્ક્વેટે (Thomas Pesquet) તેમની પોસ્ટમાં નાસા અને ચીની રાષ્ટ્રીય અવકાશ પ્રશાસનને તેમના મંગળ સંશોધન મિશન – પર્સિવરન્સ અને ઝુરોંગની સફળ શરૂઆત માટે પણ શુભેચ્છાઓ આપી હતી. તેમણે ESA ના મંગળ રોવર એક્ઝોમર્સનો પણ ઉલ્લેખ કર્યો જે આવતા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ થવાનો છે.

માર્સ એક્સ્પ્લોરેશન રોવર, જેને રોઝાલિન્ડ ફ્રેન્કલિન રોવર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ESA અને રશિયન અવકાશ એજન્સી રોસકોસ્મોસ સ્ટેટ કોર્પોરેશન (Russian space agency Roscosmos State Corporation) ની આગેવાની હેઠળ સંયુક્ત મિશન છે. આ મિશન એ એજન્સીઓના એક્ઝો માર્સ ( ExoMars) પ્રોગ્રામનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય લાલ ગ્રહ (મંગળ) પરના પાછલા જીવનના સંકેતોની તપાસ કરવાનું છે, જે મંગળ પર હાલમાં બે સક્રિય રોવર્સ દ્વારા વહેંચાયેલું મિશન છે.

Next Article