Zoom પર કરો છો મીટિંગ્સ ? સરકારે આપી આ ચેતવણી, તાત્કાલિક કરો આ કામ

|

Sep 20, 2022 | 9:31 AM

ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ એટલે કે CERT-In મુજબ, ઝૂમમાં જોવા મળેલી આ ખામીઓને કારણે, હેકર્સ મીટિંગમાં જોડાનારા અન્ય લોકોના સંપર્કમાં આવ્યા વિના મીટિંગમાં જોડાઈ શકે છે.

Zoom પર કરો છો મીટિંગ્સ ? સરકારે આપી આ ચેતવણી, તાત્કાલિક કરો આ કામ
Zoom
Image Credit source: File Photo

Follow us on

જો તમે વીડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ ઝૂમ(Zoom)નો ઉપયોગ કરો છો, તો આજના આ સમાચાર ખાસ તમારા માટે છે. આપને જણાવી દઈએ કે ઝૂમમાં કેટલીક સુરક્ષા ખામીઓની જાણ થઈ છે, આ ખામીઓ શોધ્યા પછી, સરકારે વપરાશકર્તાઓને તેમની ઝૂમ એપ્લિકેશનને તાત્કાલિક અપડેટ કરવાની સલાહ આપી છે. સાયબર સિક્યોરિટીના જોખમો સામે લડનાર ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ એટલે કે CERT-In મુજબ, ઝૂમમાં જોવા મળેલી આ ખામીઓને કારણે, હેકર્સ મીટિંગમાં જોડાનારા અન્ય લોકોના સંપર્કમાં આવ્યા વિના મીટિંગ(Zoom Meetings)માં જોડાઈ શકે છે.

આપને જણાવી દઈએ કે જો હેકર્સ મીટિંગમાં સામેલ થવામાં સફળ થાય છે, તો તેઓ મીટિંગનો ઓડિયો અને વીડિયો ફીડ મેળવી શકે છે. એટલું જ નહીં, જો આવું થાય છે, તો તેનો અર્થ એ પણ છે કે હેકર્સ વીડિયો અથવા ઑડિયો કૉલ મીટિંગ દરમિયાન કંપની દ્વારા શેર કરવામાં આવેલી સંવેદનશીલ માહિતીને પણ ઍક્સેસ કરી શકે છે.

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય એટલે કે MeitYએ આ ખતરાના સ્તરને માધ્યમ ગણાવ્યું છે. આ કિસ્સામાં, સરકાર અને ઝૂમ બંનેએ કહેવું છે કે ત્રણ ખામીઓ શોધી કાઢવામાં આવી છે, CVE-2022-28758, CVE-2022-28759 અને CVE-2022-28760 જે ઝૂમ ઓન-પ્રિમિસીસ મીટિંગ કનેક્ટર MMR ને અસર કરે છે. આપને જણાવી દઈએ કે સરકારે આ મુદ્દો 19 સપ્ટેમ્બરે ઉઠાવ્યો હતો, જ્યારે ઝૂમ પહેલા જ 13 સપ્ટેમ્બરે જ યુઝર્સને ચેતવણી આપી ચૂક્યું છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

તાત્કાલિક કરો આ કામ

સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, સરકારે વપરાશકર્તાઓને તેમના ડેસ્કટોપ પર ઝૂમના લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરવાની સલાહ આપી છે. માત્ર ડેસ્કટોપ જ નહીં પરંતુ મોબાઈલ એપને પણ અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે.

આ રીતે અપડેટ કરો

macOS, Windows અને Linux વપરાશકર્તાઓ ઝૂમ ડેસ્કટોપ ક્લાયંટમાં સાઇન-ઇન કરો, પછી તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો અને પછી અપડેટ્સ માટે તપાસો પર ટેપ કરો. જો કોઈ નવું અપડેટ હાજર હોય, તો તે ટેપ થતાં જ તે આપમેળે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ થઈ જશે.

એન્ડ્રોઇડ યુઝર્સ તેમના ફોન પર ગૂગલ પ્લે સ્ટોરની મુલાકાત લઈને લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરી શકે છે, જ્યારે iPhone વપરાશકર્તાઓ તેમના એપલ ઉપકરણો પર એપલ એપ સ્ટોરની મુલાકાત લઈ શકે છે.

Next Article