Delhi: સરકારી કચેરીઓમાં ઇ-વાહન ધરાવતું પહેલું રાજ્ય બનશે દિલ્હી, પ્રદુષણ સમસ્યા નિવારવા નિર્ણય

|

Feb 26, 2021 | 11:26 AM

દિલ્હીમાં વધતા પ્રદુષણને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આગામી છ મહિનામાં દરેક સરકારી કચેરીના વાહનોને ઇલેક્ટ્રિક કરી દેવામાં આવશે.

Delhi: સરકારી કચેરીઓમાં ઇ-વાહન ધરાવતું પહેલું રાજ્ય બનશે દિલ્હી, પ્રદુષણ સમસ્યા નિવારવા નિર્ણય
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Delhi  સરકારના તમામ વિભાગો અને સંસ્થાઓ હવે ફક્ત ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરશે. લીઝ ભાડા હેઠળ ચલાવાતા હાલના વાહનોને (પેટ્રોલ, ડીઝલ અને સીએનજી) છ મહિનામાં ઇલેક્ટ્રિક વાહનોમાં ફેરવાશે. દિલ્હી સરકારી કચેરીઓમાં અત્યારે લગભગ 2000 વાહનોનો કાફલો છે. આ અંગેનો ગુરુવારે દિલ્હી સરકારના નાણાં વિભાગ દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.

નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદીયાએ કહ્યું છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું સ્વપ્ન દિલ્હીને ઇલેક્ટ્રિક વાહન રાજધાની બનાવવાનું છે. જે પૂર્ણ થવા જઇ રહ્યું છે. દિલ્હી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પહેલું એવું રાજ્ય બનશે, જ્યાં તમામ સરકારી વિભાગો ફક્ત ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કારશે. આ પગલું પ્રદૂષણ નિયંત્રણ માટે મહત્વનું સાબિત થશે. એટલું જ નહીં હવામાન પરિવર્તન અને પર્યાવરણને લગતા પડકારોને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.

સિસોદિયાએ કહ્યું કે નાણાં વિભાગ દ્વારા સ્વીચ દિલ્હી અભિયાનના ત્રીજા અઠવાડિયામાં આ સંદર્ભે આદેશો જારી કારવામાં આવ્યા. જેમાં ઇલેક્ટ્રિક વાહનોને ખૂબ પ્રોત્સાહન મળે તેવી અપેક્ષા છે. ઈ વાહનોને ખરીદવા, ભાડે લેવા માટે જેમ પોર્ટલ અથવા કેન્દ્ર સરકારના Energy વિભાગ હેઠળ PSU EESL નો ઉપયોગ કરવામાં આવશે. પ્રથમ વખત વાહનોની ખરીદી માટે નાણાં વિભાગની પરવાનગી ફરજિયાત છે. જો કે, હાલના કરારના વિસ્તરણ માટે આ પરવાનગીની જરૂર રહેશે નહીં.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

દિલ્હી સરકારના તમામ વિભાગો, સ્વાયત્ત સંસ્થાઓ અને સબસિડીવાળી સંસ્થાઓમાં કાર્યરત તમામ વાહનો ઇલેક્ટ્રિક હશે. જેના કારણે દિલ્હીના વાતાવરણના સુધારણામાં મદદ મળશે. આ માટે પરિવહન વિભાગને નોડલ એજન્સી બનાવવામાં આવી છે.

Next Article