Cyber Fraud : અલગ અલગ રીતે લોકો બની રહ્યા છે સાયબર ફ્રોડના શિકાર ! જાણો કેવી રીતે બચી શકાય આ ફ્રોડથી

|

Sep 02, 2021 | 3:49 PM

મોટાભાગે ફોન કોલ, એસએમએસ, ઈમેલની મદદથી સાઈબર છેતરપિંડી (Cyber fraud)કરવામાં આવે છે, ત્યારે આજે તમને જણાવીશુ કે આ સાયબર ફ્રોડથી કેવી રીતે બચી શકાય છે.

Cyber Fraud : અલગ અલગ રીતે લોકો બની રહ્યા છે સાયબર ફ્રોડના શિકાર ! જાણો કેવી રીતે બચી શકાય આ ફ્રોડથી
cyber fraud

Follow us on

Cyber Fraud :  સાયબર છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યા છે. સાયબર ઠગ જુદી જુદી રણનીતિ અપનાવીને લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. મોટા ભાગે ઈનામ, કેશબેક (Cash Back) જેવી લાલચ આપીને સાઈબર છેતરપિંડી આચરવામાં આવે છે. ત્યારે આજે અમે તમને જણાવીશુ કે આ સાયબર ફ્રોડથી કેવી રીતે બચી શકાય.

સાયબર ફ્રોડથી આ રીતે બચી શકાય છે

1. ફોન પર કોઈને બેંક ખાતું, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડની વિગતો આપશો નહીં.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

2.કોઈની સાથે OTP, UPI PIN અથવા ATM PIN શેર કરશો નહીં.

3.હંમેશા યાદ રાખો કે બેંક અધિકારીઓ ફોન, મેસેજ, ઈમેલ અથવા કોઈપણ લિંક દ્વારા ગ્રાહકોની બેંકિંગ વિગતો માંગતા નથી.

4.લોટરી, સસ્તી લોનનાં SMS, ઇમેઇલ વગેરે આવતા રહે છે, તેમના પર ક્યારેય વિશ્વાસ ન કરો.

5.ઘણી વખત એવું પણ જોવામાં આવ્યું છે કે ક્યારેક કોઈ છેતરપિંડી કરનાર બેંક કર્મચારી બનીને કોલ કરે છે અને લિંક મોકલીને ઠગાઈ કરતા હોય છે

6.ફોન પર પ્રાપ્ત થયેલી કોઈપણ લિંક પર ક્લિક કરીને કોઈપણ ફોર્મ ભરો નહીં.

7.જો તમે આ લિંક પર ક્લિક કરો છો, અને તેમાં કેટલીક માહિતી ભરવાનું કહેવામાં આવે, ક્યારેય આ પ્રકારની લિંકમાં માહિતી ન ભરો

8.જો તમને KYC માટે SMS મળે તો આ મોબાઈલ નંબર પર કોલ કરશો નહીં.

આ રીતે બેંકમાં ફરિયાદ દાખલ કરો

જો તમારે ફરિયાદ કરવી હોય તો બેંકના સોશિયલ મીડિયા હેન્ડલ (Social media) પર અથવા સત્તાવાર ઇમેઇલ આઇડી પર પણ ફરિયાદ કરો.ઉપરાંત જો તમે કોઈ પણ બેંક અથવા કંપનીમાં ફરિયાદ કરી હોય અને તે બાદ તમને કોઈ ફોનમાં બેંક ખાતુ અથવા કાર્ડ સંબંધિત (Card Details) વિગતો માગવામાં આવે તો ક્યારેય તે વિગતો શેર કરવી નહિ.

ઉપરાંત જો તમને કોઈ પણ કંપની કે બેંકનો ઓફિશિયલ કસ્ટમર કેર નંબર (Official customer Care Number)જોઈએ તો તે કંપની અથવા બેંકની સત્તાવાર વેબસાઈટ (Official website) પર જઈને મેળવો. આ માટે ગૂગલ પર ક્યારેય કોઈ કંપની કે બેંકનો નંબર સર્ચ ન કરો, કારણ કે ઈન્ટરનેટની મદદથી છેતરપિંડી કરનારાઓ દ્વારા આ બાબતોનો ફાયદો ઉઠાવવામાં આવતો હોય છે.

 

આ પણ વાંચો: Vaccination in India : હવે Google પણ તમને આપશે વેક્સિન, સ્લોટ અને સેન્ટર વિશેની માહિતી

આ પણ વાંચો: એક ઝગડો જે બદલી દે તમારી જીંદગી ! સુંદર પિચઇની પત્નિએ તેમના પર કર્યો ગુસ્સો અને તમને મળી ગયો Google Maps

Next Article