AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Attack: સ્માર્ટફોન પર સાયબર એટેક! મેસેજ, લોકેશન, કોલ રેકોર્ડિંગ બધું ચોરાયું

Spyhide એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી લોકોની અંગત માહિતી ગુપ્ત રીતે એકત્રિત કરે છે. આ Stalkerware લોકોના ફોનમાં રહેલા કોન્ટેક્ટ, મેસેજ, ફોટો, કોલ હિસ્ટ્રી, રેકોર્ડિંગ અને રિયલ ટાઇમ લોકેશનની ચોરી કરે છે.

Cyber Attack: સ્માર્ટફોન પર સાયબર એટેક! મેસેજ, લોકેશન, કોલ રેકોર્ડિંગ બધું ચોરાયું
Cyber Attack
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2023 | 2:15 PM
Share

Phone Data Leak: એક ખતરનાક સ્પાયવેરે દુનિયાભરના સ્માર્ટફોન પર મોટો સાયબર એટેક કર્યો છે. Spyhide નામની Stalkerware એપે હજારો એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સને તેના શિકાર બનાવ્યા છે. આવા સ્માર્ટ ફોન 2016 થી ડેટા ચોરવામાં આવી રહ્યા હતા. પરંતુ હવે આ સાયબર એટેકની ઘટના સામે આવી છે. Stalkerware એપના જોખમનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે સામાન્ય હેકિંગ એપની જેમ કામ કરતી નથી.

60,000 એન્ડ્રોઇડ યુઝર્સના ડેટાની ચોરી

આ એપ દ્વારા ચોરવામાં આવેલા ડેટા સાયબર ક્રાઈમ કરનારા ગુનેગારોને આપવામાં આવતો નથી, પરંતુ તે અન્ય લોકોને ટ્રાન્સફર કરવામાં આવે છે જે લોકો આવા યુઝર પર નજર રાખવા માંગે છે. ટેકક્રંચના રિપોર્ટ અનુસાર, 2016થી અત્યાર સુધી આ ખતરનાક સોફ્ટવેર લગભગ 60,000 એન્ડ્રોઇડ યુઝર્સના ડેટાની ચોરી કરી છે.

લોકોની અંગત માહિતી ગુપ્ત રીતે એકત્રિત કરે છે

એન્ડ્રોઇડ ફોનમાંથી ડેટા ચોર્યા પછી પણ સ્ટોકરવેર છુપાયેલું રહે છે. તેથી તેને ઓળખવું અને દૂર કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. Spyhide એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી લોકોની અંગત માહિતી ગુપ્ત રીતે એકત્રિત કરે છે. આ Stalkerware લોકોના ફોનમાં રહેલા કોન્ટેક્ટ, મેસેજ, ફોટો, કોલ હિસ્ટ્રી, રેકોર્ડિંગ અને રિયલ ટાઇમ લોકેશનની ચોરી કરે છે.

સ્વિટ્ઝર્લૅન્ડ સ્થિત હેકર, માયા આર્સન ક્રિમીએ, સ્પાયહાઇડના ડેશબોર્ડ પર એક ખામી શોધી કાઢી હતી જેમણે સ્ટોકરવેરના બેક-એન્ડ ડેટાબેઝને ઍક્સેસ કરવાની મંજૂરી આપી હતી. આ રીતે સાયબર એટેકની જાણ થઈ હતી.

આ ડેટાની ચોરી કરવામાં આવી હતી

ટેકક્રંચનું વિશ્લેષણ દર્શાવે છે કે SpyHide આખી દુનિયામાં કામ કરે છે. અમેરિકામાં જ 3,100 ફોન પર સાયબર એટેક થયા છે. જેમાંથી 1,00,000 લોકેશન પોઈન્ટનો ડેટા મેળવવામાં આવ્યો છે. સ્ટોકરવેરના ડેટાબેઝમાં 7,50,000 યુઝર્સનો ડેટા મળી આવ્યો હતો જેઓ અન્ય કોઈના ફોનમાં સ્પાયહાઈડ ઇન્સ્ટોલ કરવા માંગતા હતા.

આ પણ વાંચો : Lottery Fraud: તમને 25 લાખ રૂપિયાની લોટરી લાગી છે ! જો આવો મેસેજ કે કોલ આવે તો રહો સાવધાન, જુઓ Video

32.9 લાખ ટેક્સ્ટ મેસેજ, 2FA કોડ્સ, પાસવર્ડ રીસેટ લિંક્સ, 12 લાખ કોલ ડીટેઈલ, 3.12 લાખ રેકોર્ડિંગ ફાઇલો, 9.25 લાખથી વધુ કોન્ટેક્ટ લિસ્ટ અને 3.82 લાખ ફોટા અને ઈમેજની ચોરી કરવામાં આવી છે.

આવી રીતે રહો સાવચેત

તમારા ફોન પર સાયબર એટેકને તપાસવા માટે, ફોનમાં ઇન્સ્ટોલ કરેલી એપ્સને તપાસો. જો તમને કંઈપણ શંકાસ્પદ જણાય, તો તેને દૂર કરો અથવા અનઇન્સ્ટોલ કરો. ફોનને સ્પાયહાઈડ જેવા સોફ્ટવેરથી બચાવવા માટે એન્ટી વાઈરસનો ઉપયોગ કરો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">